Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમના પ્રથમ બાળક માટે ઉત્સુક છે?

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ભૂષણ પટેલની 2015ની હોરર ફિલ્મ અલોનના સેટ પર મળ્યા હતા અને ત્યારબાદ એપ્રિલ 2016માં આ બંન્નેએ લગ્ન કર્યા હતા. હાલમાં આ કપલ ગુડ ન્યુઝ શેર કરશે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં બિપાસા પ્રેગ્નેન્ટ છે. આ બંન્ને બી-ટાઉનના સૌથી ચહીતા યુગલોમાંથી એક છે. બંને ભૂષણ પટેલની 2015ની હોરર ફિલ્મ અલોનના સેટ પર મળ્યા હતા અને એપ્રિલ 2016માં તેમના પરિવાર અને નજીકના મિત્રોની
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર તેમના પ્રથમ બાળક માટે ઉત્સુક છે
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ભૂષણ પટેલની 2015ની હોરર ફિલ્મ અલોનના સેટ પર મળ્યા હતા અને ત્યારબાદ એપ્રિલ 2016માં આ બંન્નેએ લગ્ન કર્યા હતા. હાલમાં આ કપલ ગુડ ન્યુઝ શેર કરશે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં બિપાસા પ્રેગ્નેન્ટ છે. આ બંન્ને બી-ટાઉનના સૌથી ચહીતા યુગલોમાંથી એક છે. 
બંને ભૂષણ પટેલની 2015ની હોરર ફિલ્મ અલોનના સેટ પર મળ્યા હતા અને એપ્રિલ 2016માં તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. હવે મળતા માહિતી મુજબ બિપાશા અને કરણ તેમના પહેલા બાળક માટે ઉત્સુક છે. બંને ટૂંક સમયમાં આ વિશે સત્તાવાર જાહેરાત કરશે. અભિનેતા-દંપતીના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ખૂબ જ ખુશ છે, અને ટૂંક સમયમાં માતાપિતા બનવા માટે ઉત્સાહિત છે.
આ વર્ષની શરૂઆતમાં તેમની વર્ષગાંઠ પર, બિપાશાએ સોશિયલ મીડિયા પર પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા લખ્યું હતું કે  “આભાર,  મારા ચહેરા પર અને મારી આંખોમાં મારા સ્મિત માટે. જે દિવસથી હું તને મળી તે દિવસથી વધુ તેજસ્વી બની છું. હું  તને હંમેશ માટે ખૂબ  પ્રેમ કરું છું,"  સાથે જ બિપાશાએ વધુ એક વિડિયો કેપ્શન આપ્યું હતું. આ સાથે જ કરણે પણ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ મને સમગ્ર વિશ્વમાં સૌથી નસીબદાર, સૌથી આનંદી અને સૌથી પ્રિય વ્યક્તિ બનાવવા બદલ આભાર! @bipashabasu
વર્ક ફ્રન્ટ પર વાત કરીએ તો કરણ છેલ્લે સુરભી જ્યોતિ સાથે વેબ સિરીઝ કુબૂલ હૈ 2.0માં જોવા મળ્યો હતો, જ્યારે બિપાશા ક્રાઈમ-થ્રિલર મિનિસિરીઝ, ડેન્જરસમાં જોવા મળી હતી. જો કો આ મુદ્દે હજુ સુધી કપલ તરફથી કોઇ  ઓફશિયલ માહિતી સામે આવી નથી.
Advertisement
Tags :
Advertisement

.