અનુપમ ખેર એસએસ રાજામૌલીને મળ્યા, તસવીરો શેર કરી આ ફની કેપ્શન લખ્યું
અનુપમ ખેરની ગણતરી બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે, જેઓ ફિલ્મોના દરેક પાત્રમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. તાજેતરમાં જ અભિનેતાની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સાથે જ અનુપમ ખેર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર વાત કરતાં હોય છે. હાલમાં જ અનુપમ ખેર 'RRR'ના ડાયરેક્ટર એસએસ રાજામૌલીને મળ્યા હતા. અભિનેતાએ આ ખàª
Advertisement
અનુપમ ખેરની ગણતરી બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે, જેઓ ફિલ્મોના દરેક પાત્રમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. તાજેતરમાં જ અભિનેતાની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સાથે જ અનુપમ ખેર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર વાત કરતાં હોય છે.
હાલમાં જ અનુપમ ખેર 'RRR'ના ડાયરેક્ટર એસએસ રાજામૌલીને મળ્યા હતા. અભિનેતાએ આ ખાસ મીટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે હવે ચાહકોમાં વાયરલ થઈ રહી છે.અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો અને એક વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે શું અદ્ભુત માણસ! અને @goafestlive પર એક અને માત્ર, માવેરિક @ssrajamouli સાથે તે કેટલી અદ્ભુત વાતચીત હતી. સંયુક્ત કુટુંબો, બાળપણની વાર્તાઓ, આપણા મહાકાવ્યો અને અલબત્ત સિનેમાના જીવન વિશે તેમની સાથે વાત કરવી અદ્ભુત લ્હાવો છે!
આ તસ્વીરોમાં અનુપમ ખેર એસએસ રાજામૌલીને મળતા જોવા મળે છે. આ તસવીરો ગોવા ફિલ્મ ફેસ્ટની છે, જ્યાં અનુપમ ખેર અને એસએસ રાજામૌલી સ્ટેજ પર એક સાથે જોવાં મળ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે બંનેની આ મુલાકાત ખૂબ જ શાનદાર રહી હતી. અનુપમ ખેર અને એસએસ રાજામૌલીએ આ મીટીંગનો ભરપૂર આનંદ માણ્યો હતો. કેટલીક તસવીરોમાં બંને હાથ મિલાવતા જોવા મળે છે તો કેટલીક તસવીરોમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.