Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આનંદીબેન પટેલ રાષ્ટ્રપતિ પદના પ્રબળ ઉમેદવાર

રાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર કરી દેવાઈ છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. 18 જુલાઈએ રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી યોજાશે અને 21 જુલાઈએ દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. ચૂંટણી  જાહેર થતાં જ હવે ભાજપ અને કોંગ્રેસમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સંદર્ભે અટકળો શરુ થઈ ગઈ છે. ભાજપ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે આનંદીબેન પટેલ પ્રબળ દાવેદાર માનવામા આવ
આનંદીબેન પટેલ રાષ્ટ્રપતિ પદના પ્રબળ ઉમેદવાર
રાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર કરી દેવાઈ છે. ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. 18 જુલાઈએ રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી યોજાશે અને 21 જુલાઈએ દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. ચૂંટણી  જાહેર થતાં જ હવે ભાજપ અને કોંગ્રેસમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સંદર્ભે અટકળો શરુ થઈ ગઈ છે. ભાજપ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે આનંદીબેન પટેલ પ્રબળ દાવેદાર માનવામા આવી રહ્યા છે. જો કોઈ કારણોસર આનંદીબેનની બાદબાકી થાય તો આદિવાસી મહિલા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુદ્દત પૂર્ણતાના આરે આવતા હવે રાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર કરી દેવાઈ છે. 18 જુલાઈએ યોજાનારી આ  ચૂંટણી માટે બંને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ હવે ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરશે.
ભાજપ એટલે કે એનડીએની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ગુજરાતને મહત્વ આપતા આવ્યા છે અને તેના ભાગરુપે જ હવે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું નામ મોખરે છે. આનંદીબેન પટેલ બે રાજ્ય ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં રાજ્યપાલ તરીકે કામગીરી કરી ચુક્યા છે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. સાથે સાથે જ તેઓ પાટીદાર જ્ઞાતિમાંથી આવતા હોવાથી પાટીદારોનું પ્રભુત્વ પણ કરી રહ્યા છે. આ તમામ પાસાઓને ધ્યાને લઈ રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર તરીકે આનંદીબેન પટેલનુ નામ અગ્રેસર ચાલી રહ્યુ છે. 
જો કોઈ કારણસર જ્ઞાતિગત સમીકરણો બદલાય છે અને આનંદીબેન પટેલને ઉમેદવારીનો મોકો નથી મળતો તો પછી આદિવાસી સમાજના ફાળે રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારી જઈ શકે છે. રાજકીય વર્તુળોમાં એક ચર્ચા એવી છે કે આ વખતે રાષ્ટ્રપતિ પદ પર કોઈ મહિલા આરુઢ થાય તેમ એનડીએ ઈચ્છે છે અને માટે જ આનંદીબેન પટેલ પર પસંદગીનો કળશે ઢોળાઈ શકે છે. જો તેમની બાદબાકી થાય તો આદિવાસી સમાજમાંથી પણ કોઈ મહિલાને જ પ્રતિનિધિત્વ આપશે તેમ માનવામાં આવી રહ્યુ છે. 
બીજી બાજુ કોંગ્રેસ પણ તેના ઉમેદવારના પત્તા ખોલશે. જો કે કોંગ્રેસ સમર્થિત ઉમેદવારની હાર નિશ્ચિત મનાઇ રહી છે કારણ કે, મોટા ભાગના રાજ્યોમાં એનડીએનું અથવા એનડીએ સાથે ગઠબંધન કરનાર પક્ષનું શાસન છે. માટે ભાજપ સમર્થિત ઉમેદવારની જીત નિશ્ચિત છે. 
રાષ્ટ્રપતિ પદ માટેની આ ચૂંટણી સિંગલ ટ્રાન્સફરેબલ વોટ પદ્ધતિથી થાય છે. એટલે કે રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાનો એક સભ્ય માત્ર એક જ મત આપી શકે છે. 29 જૂન રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ રહેશે. રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ,2022ના રોજ પૂરો થઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ હાલના તબક્કો દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની નથી, તેમ છતાં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં મતદાન અને મતગણતરી દરમિયાન કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાશે. 
Advertisement
Tags :
Advertisement

.