Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમૂલ ડેરી એ નવા વર્ષની પશુપાલકોને આપી ભેટ, દુધની ખરીદ કિંમતમાં કર્યો વધારે

સહકારી ધોરણે દૂધ ઉત્પાદન અને દૂધની બનાવટોના વેચાણ માટે વિશ્વ ફલક પર આગવું સ્થાન ઊભું કરનાર અમૂલ ડેરી હંમેશા પશુપાલકોને પોષણસમ ભાવ મડી રહે તે પ્રકારે પ્રયત્ન કરતું આવ્યું છે ત્યારે વર્ષ 2022 ના અંતિમ દિવસે અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં ચોથી વખત દૂધની ખરીદ કિંમત માં વધારો આપી ને પશુ પાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે અમુલ ડેરી દ્વારા વર્ષના અંતિમ દિવસે  પશુપાલકોને  આપી  ભેટઅમ
અમૂલ ડેરી એ નવા વર્ષની પશુપાલકોને આપી ભેટ  દુધની ખરીદ કિંમતમાં કર્યો વધારે
સહકારી ધોરણે દૂધ ઉત્પાદન અને દૂધની બનાવટોના વેચાણ માટે વિશ્વ ફલક પર આગવું સ્થાન ઊભું કરનાર અમૂલ ડેરી હંમેશા પશુપાલકોને પોષણસમ ભાવ મડી રહે તે પ્રકારે પ્રયત્ન કરતું આવ્યું છે ત્યારે વર્ષ 2022 ના અંતિમ દિવસે અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં ચોથી વખત દૂધની ખરીદ કિંમત માં વધારો આપી ને પશુ પાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે 
અમુલ ડેરી દ્વારા વર્ષના અંતિમ દિવસે  પશુપાલકોને  આપી  ભેટ
અમુલ ડેરી દ્વારા વર્ષના અંતિમ દિવસોમાં મળેલા બોર્ડ મિટિંગમાં પશુપાલકોના હિતમાં દૂધની ખરીદ કિંમતમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો હતો આ નિર્ણય અંગે અમુલ ડેરીના ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદન મંડલી લિમિટેડ  અમૂલના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, ત્રણ જીલ્લામાં થી અમૂલ ડેરીમાં દુધ ભરતા 6 લાખ જેટલા પશુપાલક દૂધ ઉત્પાદક સભાસદો ને અમૂલ આગામી 1 જાન્યુઆરી થી નવો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલોફેટ ચૂકવશે જે માં અગાઉ 780 રૂપિયા ચૂકવવા માં આવતા હતા જે 20 રૂપિયા પ્રતિ કિલોફેટ  વધારે ચૂકવવામાં આવશે.
દૂધની ખરીદ કિંમતમાં પ્રતી કિલો ફેટ રૂપિયા 20 નો વધારો 
દૂધની ખરીદ કિંમતમાં પ્રતી કિલો ફેટ રૂપિયા 20નો વધારો થતાં પહેલા પ્રતી કિલોફેટ 780 થી વધીને નવો ભાવ 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવશે જેનાથી  પ્રતિમાસ  અમૂલ ડેરીના વધારાનું 11 થી 12 કરોડ રૂપિયા પશુપાલકો ને વધુ ચૂકવાશે. જેનાં કારણે પશુપાલકો વધુ આર્થિક મદદ મડી રહેશે તેવી આશા ચેરમેન રામસિંહ પરમાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી 
વર્ષ 2022 દરમ્યાન 13 ટકાનો કુલ ખરીદ કિંમતમાં વધારો : ચેરમેન
વધુમાં ચેરમેન રામસિંહ પરમારે ઉમેર્યું હતું કે અમૂલ ડેરીમાં ગત વર્ષ નીસરખામણીમાં દુધની આવક માં 9 ટકાનો ઘટાડો નોંધાયો, આ વર્ષે શિયાળા માં પણ દૂધની આવકમાં ઘટાડો થતો તે અમૂલ ડેરીની માટે ચિંતાનો વિષય છે,તેમ છતાં પશુપાલકોની માંગ અને જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અમૂલ ડેરી દ્વારા વર્ષ 2022 માં ચોથી વખત ભાવ વધારો આપવમાં આવ્યો છે.આ વર્ષ ની શરુઆત માં પ્રતી કિલો ફેટ 710  રૂપિયા ચૂકવવા માં આવતા હતા જે ક્રમશ વધીને 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ પહોંચ્યો છે જે વર્ષ 2022 દરમ્યાન  13 ટકાનો કુલ ખરીદ કિંમતમાં વધારો એટલે કે ચાર વખત ભાવ વધારો મડી ને કુલ 90 રૂપિયા નો વધારો આપ્યો હોવાની જાણકારી ચેરમેન રામસિંહ પરમાર દ્વારા આપવામાં આવી હતી.
પશુ પાલકોની આર્થિક મજબૂતી બનશે
મહત્ત્વનું છેકે પશુપાલન કરતા પશુપલકોમાં સતત વધતા ઘાસ ચારાના ભાવ તે ચીંતાનો વિષય બની ગયા હતા જે માટે અમૂલ ડેરી દ્વારા દુધની ખરીદ કિંમતમાં કરેલા ભાવ વધારાના નિર્ણયને કારણે પશુ પાલકોની આર્થિક મજબૂતી વધશે અને તેમના માટે પશુને આહાર વધુ આપવું સરળ બની રહેશે.
મહત્ત્વનું છેકે આ નિર્ણય ના કારણે ભેંસ ના દૂધમાં પ્રતી લીટર 1.24 થી 1.44 રૂપિયા પશુપાલક ને વધુ ચૂકવવામાં આવશે જ્યારે ગાય ના દૂધમાં 0.85 થી 0.91 પૈસા પ્રતી લીટર વધુ ચુકવવામાં આવશે જેના કારણે અમૂલ ડેરી માં દૂધ ભરતા 7 લાખ કરતાં વધારે પશુપાલકો ને સીધો આર્થિક ફાયદો થશે તેવી આશા અમુલ ડેરી ના ચેરમેન ઘ્વારા વ્યકત કરવામાં આવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.