Amit Shah : બેક ટુ બેક રોડ શૉ બાદ વેજલપુરમાં સંબોધન, જાણો કેન્દ્રીય ગૃહમંત્રીએ શું કહ્યું ?
દિવસભરના રોડ શૉ બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે (Amit Shah) વેજલપુર ખાતે જનસભા સંભોધી હતી. અમિત શાહે વેજલપુરમાં જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, સાતમી તારીખે 26 કમળ ખીલવવાના છે. સાથે જ કહ્યું કે, મોદી સરકારે આતંકવાદ અને નક્સલવાદને સમાપ્ત કર્યા. કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, ત્રિપલ તલાક પણ સમાપ્ત કર્યો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વેજલપુરમાં સંબોધન
"2036માં ભારતમાં ઓલિમ્પિકનું આયોજન થશે"
"ગાંધીનગર લોકસભામાં 2036માં ઓલિમ્પિકનું આયોજન થશે" @PMOIndia @AmitShah @HMOIndia @BJP4Gujarat @BJP4India @CRPaatil @CMOGuj @InfoGujarat #Gujarat #Ahmedabad #AmitShah #LoksabhaElection2024… pic.twitter.com/dRGsH1CQjM— Gujarat First (@GujaratFirst) April 18, 2024
'ગુજરાતની 26માંથી 26 બેઠકોની હેટ્રિક કરવાની છે'
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી બીજેપી (BJP) ઉમેદવાર અમિત શાહે આજે સાણંદ (Sanand), કલોલ (Kalol), સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુરમાં (Vejalpur) ભવ્ય રોડ શૉ યોજ્યા હતા. રોડ શૉ બાદ તેમણે વેજલપુરમાં જનસભાને સંબોધી હતી. દરમિયાન, તેમણે કહ્યું કે, ફોર્મ ભરતા પહેલા તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. ભવ્ય રોડ શૉ માટે તમામ કાર્યકર્તાઓનો આભારી છું. સાતમી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26 કમળ ખીલવવાના છે. ગુજરાતની 26માંથી 26 બેઠકોની હેટ્રિક કરીને નરેન્દ્રભાઈની ઝોળીમાં આપવાની છે. કમળ ખીલવવા માટે વેજલપુર તૈયાર છે ને ? સાત તારીખે મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખવાના છે.
પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો : અમિત શાહ
અમિત શાહે (Amit Shah) આગળ કહ્યું કે, મોદી સરકારે (Modi Government) આતંકવાદ અને નક્સલવાદને સમાપ્ત કર્યા. કાશ્મીરમાંથી કલમ 370 (Article 370) હટાવી, ત્રિપલ તલાક (Triple Talaq) પણ સમાપ્ત કર્યો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું (Ram Temple) નિર્માણ થયું. તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈએ (PM Narendra Modi) દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં રોજ બોમ્બ ધડાકા થતા હતા. પાકિસ્તાનમાંથી (Pakistan) રોજ આલિયા માળિયા ઘૂસી જતા હતા. પણ હવે એમને ખબર પડી ગઈ છે કે ભારતમાં હવે નરેન્દ્ર મોદીની સરકાર છે. મોદી સરકારમાં દસ દિવસમાં જ પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો. ભારતે સર્જિકલ સ્ટ્રાઈક (Surgical strike) કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah સાથે Gujarat Firstની Exclusive વાતચીત @AmitShah @vishvek11 @Bhupendrapbjp @BJP4India @BJP4Gujarat @CRPaatil #AmitShah #GujaratFirst#LokSabhaElection2024#Gandhinagar #Exclusive#GandhinagarLoksabha pic.twitter.com/S0adLvwvp1
— Gujarat First (@GujaratFirst) April 18, 2024
'ગાંધીનગર લોકસભામાં 2036માં ઓલિમ્પિકનું આયોજન થશે'
તેમણે આગળ કહ્યું કે, મોદી સરકારે 80 કરોડમાંથી 25 કરોડ જનતાને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. 80 કરોડ લોકો સુધી અનાજ, નલથી જલ અને ગેસ સિલિન્ડર જેવી અનેક સુવિધાઓ પહોંચી છે. દેશમાં અર્થતંત્ર 5 માં નંબરે પહોચ્યું અને હવે ત્રીજા નંબરે આવી જશે. 2047 માં દરેક ક્ષેત્રમાં ભારતનો ડંકો હશે. 2036 માં ભારતમાં ઓલિમ્પિકનું (Olympics) આયોજન કરાશે. સાથે જ તેમણે કહ્યું કે, ગાંધીનગર લોકસભામાં 2036માં ઓલિમ્પિકનું આયોજન થશે. આ સાથે અમિત શાહે કમળ પર બટન દબાવવા અપીલ કરી હતી. સાથે જ ગરમીમાં મતદાન સવારે 10:30 પહેલા કરી દેવા અને 100 ટકા મતદાન થવું જોઈએ તેવી અપીલ કરી હતી.
આ પણ વાંચો - Gujarat First EXCLUSIVE : ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ, જાણો ચૂંટણી, કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું?
આ પણ વાંચો - Amit Shah road show : ઘાટલોડિયા, સાબરમતીમાં વિશાળ જનમેદની, ઢોલ-નગારા, ગીત-સંગીત અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત
આ પણ વાંચો - Lok Sabha elections : આજે Congress અને BJP ના આ ઉમેદવારોએ ભર્યાં ફોર્મ, વાંચો વિગત