AI બન્યું રોજગારીનું દુશ્મન, PAYTM કંપની એ કરી 10% કર્માચારીઓની કરી હકાલપટ્ટી
AI ટેક્નોલોજી માનવ માત્ર માટે કેટલી ભયાવહ છે, એ બાત અંગે ખ્યાલ તો દરેકને પહેલાથી હતો જ. પરંતુ, જેમ જેમ AI ની ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ તેની ભયાનક અસરો ધીમે ધીમે માનવ સમાજ ઉપર દેખાઈ રહી છે. હમણા થોડા જ સમય પહેલા ડીપફેકનો વિવાદ ઘણો થયો હતો, જે AI નો જ એક ભાગ છે. હવે AI ટેક્નોલોજીની અસર લોકોના રોજગાર ઉપર પણ વર્તાઇ રહી છે.
વાસ્તવમાં બાબત એમ છે કે, જાણીતી કંપની PAYTM એ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ તેના કુલ કર્મચારીઓના 10 ટકા કર્મચારીઓને છૂટા કર્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, PAYTM ની પેરેન્ટ કંપની ONE97એ 1000 થી વધુ કર્મચારીઓની છટણી કરી દીધી છે. આ છટણીઓ છેલ્લા કેટલાક મહિનામાં થઈ છે. માહિતી અનુસાર, કંપનીએ આ પગલું ખર્ચ ઘટાડવા અને નવો બિઝનેસ સેટઅપ કરવા માટે ઉઠાવ્યું છે.
છટણી થવા પાછળ AI ટેક્નોલોજી પણ એક મોટું કારણ
આ સિવાય AI ટેક્નોલોજીને પણ તેનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. માહિતી આપતા કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, અમે કામમાં કાર્યક્ષમતા વધારવા માટે ધીરે ધીરે AI ઓટોમેશનનો અમલ કરી રહ્યા છીએ. જેના કારણે કંપનીના ખર્ચમાં ઘટાડો થશે. કર્મચારીઓના ખર્ચમાં પણ ઘટાડો થશે. તેમણે કહ્યું કે AIએ અમને અપેક્ષા કરતા વધુ પરિણામો આપ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે PAYTM પેમેન્ટ્સને કારણે અમે આવતા વર્ષે 15000 થી વધુ નવા કર્મચારીઓની ભરતી કરીશું.
2023 માં ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓએ 28 હજાર વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા
તમને જણાવી દઈએ કે PAYTM ભારતની સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની છે. કોઈપણ ભારતીય સ્ટાર્ટઅપની અત્યાર સુધીની આ સૌથી મોટી છટણી છે. મળતી માહિતી મુજબ, આ વર્ષે ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓએ 28 હજાર વધુ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
આ પણ વાંચો -- Coronavirus : ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો, થાણેમાં JN.1 ના પાંચ નવા કેસ નોંધાયા…