Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: બોપલમાં Hit and Run ની ઘટના, CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ

14 સપ્ટેમ્બરના રોજ મર્સિડીઝ કાર ચાલકે અડફેટે લીધો હતો બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનુ સામે આવ્યું બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં 14 સપ્ટેમ્બરે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી...
ahmedabad  બોપલમાં hit and run ની ઘટના  cctv ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ
  1. 14 સપ્ટેમ્બરના રોજ મર્સિડીઝ કાર ચાલકે અડફેટે લીધો હતો
  2. બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનુ સામે આવ્યું
  3. બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી

Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં 14 સપ્ટેમ્બરે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી છે. નોંધનીય છે કે, મર્સિડીઝ કાર ચલાવનાર સગીર ડ્રાઈવર દ્વારા રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારવામાં આવી, જેના પરિણામે સિક્યુરિટી ગાર્ડનું મોત થયુ હતું. અત્યારે તે અકસ્માતની ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યાં છે. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Dahod: આ પરિવાર સાથે PM Modi નો છે ખાસ ઘરોબો, પરિવારે વડાપ્રધાનને પાઠવી શુભેચ્છાઓ

Advertisement

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા હકીકત સામે આવી

વિગતે વાત કરવામાં આવે તો, આ અકસ્માત મર્સિડીઝ કારના સગીર ડ્રાઈવર દ્વારા થયો હતો. જે બિલ્ડર મિલાપકુમાર શાહનો પુત્ર છે. આરોપી સગીર દ્વારા પુર ઝડપે કાર ચલાવીને સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધું હતું. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસ દ્વારા આરોપીની ઓળખ કરવામાં આવી છે. બોપલ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: શહેરમાં વિઘ્નહર્તાની ભવ્ય વિસર્જન યાત્રા, તમામ રૂટ ઉપર પોલીસનો લોખંડી બંદોબસ્ત

Advertisement

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આવા અમિરોના દીકરાઓ અવારનવાર અકસ્માત સર્જીને રાહદારીઓને હડફેટે લેતા હોય છે. ગયા વર્ષે ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા પણ આવો જ અકસ્માત કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. નોંધનીય છે કે, તે અત્યારે જેલની હવા ખાઈ રહ્યો છે પરંતુ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેની ભરપાઈ કરવા માટે કોઈ જ સક્ષમ નથી. આવી રીતે 14 સપ્ટેમ્બરે પણ એક હિટ એન્ડ રનની ઘટના બની અને તેમાં રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું મોત થયું હતું. જો કે, અત્યારે સીસીટીવી સામે આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: શહેરમાં ગણેશ વિસર્જનને લઈને Ahmedabad Police એલર્ટ, સલામતી માટે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા

Tags :
Advertisement

.