Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શાહરૂખ ખાનની ફિલ્મ 'Jawan' નું એડવાન્સ બુકિંગ ફુલ

અહેવાલ – રાજશ્રી સાગર શાહરૂખ ખાન કિંગ ખાન તરીકે માત્ર ઓળખાતો નથી, કિંગની ફેન ફોલોઈંગ પણ એટલી વિશાળ છે અને તેની સાબિતી છે ફિલ્મ Jawan. જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. પરંતું કિંગ ખાનના ફેન્સમાં જે ગજબનો...
શાહરૂખ ખાનની ફિલ્મ  jawan  નું એડવાન્સ બુકિંગ ફુલ
અહેવાલ – રાજશ્રી સાગર

શાહરૂખ ખાન કિંગ ખાન તરીકે માત્ર ઓળખાતો નથી, કિંગની ફેન ફોલોઈંગ પણ એટલી વિશાળ છે અને તેની સાબિતી છે ફિલ્મ Jawan. જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. પરંતું કિંગ ખાનના ફેન્સમાં જે ગજબનો ઉત્સાહ છે, તે ફિલ્મના એડવાન્સ બુકિંગમાં જોવા મળે છે. કિંગ ખાનને લોકો કેટલો પસંદ કરે છે તેની સાબિતી પઠાન ફિલ્મ આપે છે. જે ખૂબ જ વિવાદોમાં રહ્યા છતા સુપરહિટ સાબિત થઇ હતી. હવે આવો જ ક્રેઝ શાહરૂખની ફિલ્મ જવાનને લઇને જોવા મળી રહ્યો છે.

Advertisement

ફિલ્મને લઈને દક્ષિણ ભારતમાં જબરદસ્ત ઉત્સાહ

7 સપ્ટેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન, નયનતારા, અને વિજય સેતુપતિ જેવા સ્ટાર જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાન એક લાંબા બ્રેક પછી સોનેરી પડદા પર પાછો આવી રહ્યો છે. તેમણે છેલ્લી ફિલ્મ પઠાનમાં કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મ રહી હતી. જવાન ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી નયનતારા સાઉથની અભિનેત્રી છે. જવાન ફિલ્મ નયનતારાની ડેબ્યુ ફિલ્મ છે. તો વિજય સેતુપતિ પણ જવાન ફિલ્મમાં લીડ રોલમાં છે તેઓ વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. આમ જોવા જઈએતો ફિલ્મને લઈને દક્ષિણ ભારતમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

તમામ થિયેટર હાઉસફુલ!

શાહરૂખ ખાનની ફિલ્મ ફરી એકવાર રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. બુકિંગ શરૂ થયાના 48 કલાકમાં જ ફિલ્મની ટિકિટો એટલી બધી વેચાઈ ગઈ કે સિનેમાઘરોમાં બેસવા માટે પણ જગ્યા બચી નથી, તમામ થિયેટર હાઉસફુલ થઈ ગયા છે. વળી, એવા ઘણા શહેરો છે, જ્યાં સિનેમા હોલના સવારના શો પણ ભરાઈ ગયા છે. બીજી તરફ શાહરૂખ ખાનની ફિલ્મ જવાન તેની જ ફિલ્મ પઠાનનો રેકોર્ડ તોડીને આગળ વધી રહી છે. જણાવી દઈએ કે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ત્યારથી જ શાહરૂખના ફેન ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Advertisement

3 લાખથી વધુ ટિકિટો વેચાઈ

વાત કરીએ ફિલ્મના રિલીઝની તો, જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે, પરંતું ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ ધમાલ મચાવી રહ્યું છે. જવાન ફિલ્મની અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. નેશનલ મલ્ટીપ્લેક્સની વાત કરવામાં આવે તો જવાનના એડવાન્સ બુકિંગમાં PVR માં 1,48,365, INOXમાં 1,04,993 Cinepolisમાં 51,869 ટિકિટો બુક થઇ ગઇ છે. આ બધી કુલ મળીને 3,05,228 ટિકિટ બુક થઇ ચુકી છે.

ફિલ્મ 1000 કરોડની કમાણી કરી શકે છે

ફિલ્મ તેના ફર્સ્ટ લુક સાથે જ ચર્ચામાં છે. જવાનની ફેન્સ કાગડોળે રાહ જોઈને બેઠા હોય તેમ એડવાન્સ બુકિંગ માટેની અગલ અલગ શહેરોમાં સ્ક્રિન ખુલતાની સાથે જ બુકિંગ ફુલ થઈ જતું જોવા મળી રહ્યું છે. તો આ ફિલ્મ 1000 કરોડની કમાણી કરે તેવી આશા સેવાઈ રહી છે.

આ પણ વાંચો -  Free માં જોવા માંગો છો શાહરૂખની ફિલ્મ ‘Jawan’ ?

આ પણ વાંચો - Pathaan બાદ બોલિવૂડમાં ગદર મચાવશે શાહરૂખની Jawan, Trailer માં જોવા મળ્યો કિંગ ખાનનો દમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.