સાપના ડંખનું વ્યસન ડ્રગ્સ કરતાં પણ મોંઘું અને ખતરનાક
બિગ બોસ OTTના વિજેતા અને ફેમસ યુટ્યુબર એલ્વિશ યાદવ પર નોઈડામાં રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.જેના સંદર્ભમાં પોલીસ દ્વારા એલ્વિશ યાદવ સહિત છ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સાપનું ઝેર એ અમુક લોકો દ્વારા ડ્રગની જેમ લેવામાં આવે છે.અને આ દવાઓ કરતાં વધુ ખર્ચાળ અને ખતરનાખ માનવામાં આવે છે.
લોકો સાપના ઝેરનો ઉપયોગ નશો કરવા માટે કરતાં હોય છે.અને આ તદ્દન ખર્ચાળ છે.જે સાપનું ઝેર નશા માટે વપરાય છે તેમને પહેલા ઈન્જેક્શન આપવામાં આવે છે જેથી સાપનું ઝેર જીવલેણ સાબિત ના થઈ શકે.જેથી ઝેરને જીવલેણ સાબિત થવાથી રોકવા માટે ઈન્જેક્શન દ્વારા ઝેરને નરમ કરવામાં આવે છે.
જ્યારે ઈન્જેક્શન આપ્યા પછી સાપનું ઝેર નબળું થઈ જાય છે ત્યાર પછી લોકો આઅ સાપના ડંખ દ્વારા તેમના શરીરમાં સાપનું ઝેર લેય છે.આઅ ઝેર માનવ શરીરમાં 5 થી 6 દિવસ અસરકારક રહે છે. કોબ્રા ઝેરના 1MLની કિંમત બજારમાં 10 હજારથી લઈને 25 હજાર રૂપિયા સુધીની છે. જેનું છૂટકમાં વેચાણ કરવામાં આવે છે.
આ પણ વાંચો - સાપનું ઝેર-રેવ પાર્ટી અને એલ્વિશ યાદવ, એવા કયા આરોપ છે જેના કારણે થઈ શકે છે 7 વર્ષની જેલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે