Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ 400 કરોડમાં એર વર્ક્સ હસ્તગત કરશે

અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ (ADSTL) એ ભારતના સૌથી મોટા અને અત્યંત વૈવિધ્યસભર સ્વતંત્ર MRO એર વર્ક્સને હસ્તગત કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ભારતના 27 શહેરોમાં ફેલાયેલા નેટવર્કનો સમાવેશ થાય છે.એર વર્ક્સે મુખ્ય સંરક્ષણ અને એરોસ્પેસ પ્લેટફોર્મ માટે દેશની અંદર વ્યાપક ઓપરેશનલ ક્ષમતાઓ વિકસાવી છે. એર વર્ક્સ ભારતીય વાયુસેનાના 737 VVIP એરક્રાફ્ટના લેન્ડિંગ ગ
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ 400 કરોડમાં એર વર્ક્સ હસ્તગત કરશે
અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ (ADSTL) એ ભારતના સૌથી મોટા અને અત્યંત વૈવિધ્યસભર સ્વતંત્ર MRO એર વર્ક્સને હસ્તગત કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ભારતના 27 શહેરોમાં ફેલાયેલા નેટવર્કનો સમાવેશ થાય છે.
એર વર્ક્સે મુખ્ય સંરક્ષણ અને એરોસ્પેસ પ્લેટફોર્મ માટે દેશની અંદર વ્યાપક ઓપરેશનલ ક્ષમતાઓ વિકસાવી છે. એર વર્ક્સ ભારતીય વાયુસેનાના 737 VVIP એરક્રાફ્ટના લેન્ડિંગ ગિયર પર પ્રથમ P-8I એરક્રાફ્ટ ફેઝ 32 ચેકથી ફેઝ 48 ચેક અને MRO સુધી તેમજ EASA અને એરક્રાફ્ટના ATR 42/72, A320 અને B737 ફ્લીટ માટે બેઝ મેન્ટેનન્સ કરે છે. તેમજ મુંબઈ, દિલ્હી, હોસુર અને કોચી ખાતે DGCA-પ્રમાણિત સુવિધાઓ પૂરી પાડે છે.
એરલાઈન અને એરપોર્ટ ક્ષેત્રે આગળ વધવું જરૂરી
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના CEO આશિષ રાજવંશીએ જણાવે છે કે “ભારતના વિકાસની ગતિ અને એર કનેક્ટિવિટીના વિશાળ મેશ દ્વારા દેશના નેટવર્કને સુદ્દઢ કરવાની સરકારની નેમને ધ્યાનમાં રાખી ભારતીય એરલાઇન અને એરપોર્ટ ક્ષેત્રનો વિકાસ આગળ વધે તે જરૂરી બન્યુ છે. જેમાં સંરક્ષણ અને નાગરિક એરોસ્પેસ ક્ષેત્ર બંનેમાં જાળવણી, સમારકામ અને તેનો કાયાપલટ નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભારતને સંરક્ષણ એરક્રાફ્ટ્સ માટે એક વિશાળ બજાર બનાવવા માટે વર્તમાન આધુનિકીકરણ નવીન સ્વરૂપે ઉભરી રહ્યું છે. તેમણે ઉમેર્યુ હતું કે "એર વર્ક્સમાં અનેકઘણી ક્ષમતાઓ છે અને તેના 70-વર્ષના ઉડ્ડયન વારસામાં ઈન્ડિયા – ફર્સ્ટ અને ઈન્ડસ્ટ્રી- ફર્સ્ટની નેમ સાથે તેણે ઘણા સફળ પ્રોજેક્ટ્સ આપ્યા છે. અદાણી જૂથની ક્ષમતાઓ સાથે તેને જોડીએ તો એક એવી એન્ટિટી બને છે જે ખરેખર આત્મનિર્ભર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે."
રોજગારીની તકો વધશે
એર વર્ક્સ ગ્રુપના MD અને CEO ડી.આનંદ ભાસ્કર જણાવે છે કે “ભારતમાં સંરક્ષણ અને સિવિલ એરક્રાફ્ટ ક્ષેત્રે એમઆરઓ હબ બનવાની અપાર ક્ષમતાઓ રહેલી છે. એર વર્ક્સ અને તેના કર્મચારીઓને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પ્લેટફોર્મ હેઠળ મળેલી આ એક અદ્ભુત તક છે. સરકારના નીતિગત પગલાં અને પહેલોમાં નાગરિક અને સંરક્ષણ એમઆરઓનું સંકલન મોટા પાયે અર્થતંત્ર અને રોજગારીની વિશાળ તકોનું સર્જન કરશે.”
દેશનું સૌથી મોટું સ્વતંત્ર MRO
1951માં સ્થાપિત એર વર્ક્સ દેશના 27 શહેરોમાં નેટવર્ક ધરાવતુ ભારતનું સૌથી મોટું અને વૈવિધ્યસભર સ્વતંત્ર એમઆરઓ છે. એર વર્ક્સ વૈશ્વિક ઉડ્ડયન OEMs, એરક્રાફ્ટ માલિકો/ઓપરેટરો (ફિક્સ્ડ વિંગ અને રોટરી વિંગ સહિત), એરલાઇન્સ અને ભારતીય સંરક્ષણ સેવાઓ માટે પસંદગીનું MRO ભાગીદાર છે, જે ઉચ્ચ તપાસ, લાઇન મેન્ટેનન્સ, કેબિન અને ઇન્ટિરિયર સહિતની સેવાઓ ઓફર કરે છે. નવીનીકરણ, બાહ્ય ફિનિશિંગ અને પેઇન્ટિંગ, એવિઓનિક્સ અપગ્રેડ, એકીકરણ અને રેટ્રોફિટ્સ, એન્ડ-ઓફ-લીઝ/ પુનઃડિલિવરી ચેક, જાળવણી તાલીમ (CAR 147), અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે એસેટ મેનેજમેન્ટ સેવાઓ.
અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ વિશે
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ 250+ બિલીયન ડોલર ધરાવતુ અદાણી ગ્રૂપનું સંરક્ષણ ઉત્પાદન પાંખ છે. હાઇ-ટેક ડિફેન્સ માટે ભારતને વિશ્વ કક્ષાનું સ્થાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ ભૂમિકા ભજવવાના વિઝન સાથે “નેશન બિલ્ડીંગ” ના ગ્રૂપના મુખ્ય સિદ્ધાંત પર તેને બનાવવામાં આવ્યું છે. તેમાં થતું ઉત્પાદન "આત્મનિર્ભર ભારત"ની પહેલ સાથે જોડાયેલ છે.
ભારતમાં અમદાવાદ ખાતે મુખ્યમથક ધરાવતું અદાણી ગ્રૂપ લોજિસ્ટિક્સ (સમુદ્ર બંદરો, એરપોર્ટ, લોજિસ્ટિક્સ, શિપિંગ અને રેલ), રિસોર્સિસ, પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન, રિન્યુએબલ એનર્જી, ગેસ અને રિન્યુએબલ એનર્જી વગેરેમાં વૈવિધ્યસભર વ્યવસાયોનો સૌથી મોટો અને સૌથી ઝડપથી વિકસતો પોર્ટફોલિયો ધરાવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રો (કોમોડિટી, ખાદ્ય તેલ, ખાદ્ય ઉત્પાદનો, કોલ્ડ સ્ટોરેજ અને અનાજ સિલોઝ), રિયલ એસ્ટેટ, જાહેર પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમર ફાઇનાન્સ અને ડિફેન્સ તેમજ અન્ય ક્ષેત્રો. અદાણી તેની સફળતા અને નેતૃત્વને 'રાષ્ટ્ર નિર્માણ' અને 'ગ્રોથ વિથ ગુડનેસ' - ટકાઉ વૃદ્ધિ માટેના માર્ગદર્શક સિદ્ધાંતની મૂળ ફિલસૂફીને આભારી છે. ગ્રૂપ ટકાઉપણું, વિવિધતા અને વિવિધ મૂલ્યોના સિદ્ધાંતો પર આધારિત તેના CSR કાર્યક્રમો દ્વારા પર્યાવરણનું રક્ષણ કરવા અને સમુદાયોની સ્થિતી સુધારવા પ્રતિબદ્ધ છે.
Advertisement
Tags :
Advertisement

.