Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગ્લેમરસ અંદાજમાં કચરો નાખવા નીકળી અદા શર્મા, કચરાપેટી સાથે કર્યો ડાન્સ

સોશિયલ મીડિયાના આ સમયમાં સેલિબ્રિટીઓ ચર્ચામાં રહેવા માટે ભાતભાતની હરકતો કરતા હોય છે. કોઇ પોતાના વિવાદિત નિવેદનો વડે ચર્ચામાં રહે છે, કોઇ બોલ્ડ ફોટો અને વિડિયો શેર કરે છે તો કોઇ લોકોનું ધ્યાન ખેંચવા માટે કંઇક અજુગતું કરે છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા પણ અત્યારે આવા જ કારણોસર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનારી અદા શર્માએ ગઇ કાલે વેલેન્ટાઇન ડે પર એક અનોખ
ગ્લેમરસ અંદાજમાં કચરો નાખવા નીકળી અદા શર્મા  કચરાપેટી સાથે કર્યો ડાન્સ
Advertisement
સોશિયલ મીડિયાના આ સમયમાં સેલિબ્રિટીઓ ચર્ચામાં રહેવા માટે ભાતભાતની હરકતો કરતા હોય છે. કોઇ પોતાના વિવાદિત નિવેદનો વડે ચર્ચામાં રહે છે, કોઇ બોલ્ડ ફોટો અને વિડિયો શેર કરે છે તો કોઇ લોકોનું ધ્યાન ખેંચવા માટે કંઇક અજુગતું કરે છે. ત્યારે બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા પણ અત્યારે આવા જ કારણોસર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનારી અદા શર્માએ ગઇ કાલે વેલેન્ટાઇન ડે પર એક અનોખો વિડિયો શેર કર્યો છે. જે અત્યારે વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં પણ છે. આ વિડિયોની અંદર અદા શર્મા કંઇક એવી હરકત કરી રહી છે કે જેનાથી લોકોને આશ્ચર્ય તો થયું જ, પરંતુ સાથે સાથે લોકો હસી પણ રહ્યા છે.
ગ્લેમરસ અંદાજમાં કચરાપેટી સાથે ડાન્સ
અદા શર્માએ ગઇકાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો શેર કર્યો છે. જેમાં તે ગ્લેમરસ ડ્રેસ પહેરીને મુંબઇના રસ્તા પર કચરાપેટી સાથે ડાન્સ કરી રહી છે.  હા, તમે બરાબર વાંચ્યું. અદા ગ્લેમરસ અંદાજમાં કચરાપેટી સાથે ડાન્સ કરી રહી છે અને ફોટો માટે પોઝ પણ આપી રહી છે. જેના કારણે તેનો આ વિડિયો અત્યારે વાયરલ થયો છે. વિડિયોમાં અદાએ બ્લેક કલરની મિની ડ્રેસ અને લોંગ બૂટ્સ પહેરેલા છે. જેમાં તે ગ્લેમરસ લાગી રહી છે. જો કે આવા ગ્લેમરસ અંદાજ સાથે જે જગ્યા પર તેણે વિડિયો શૂટ કર્યો છે, તે જોયા બાદ કોઇ પણ વ્યક્તિ હસી પડશે. જે અંદાજમાં તેણે કચરાપેટી સાથે ડાન્સ કર્યો છે, ભાગ્યે જ કોઇકે કર્યો હશે.
એક તરફ કચરો બીજી તરફ અદાની ‘અદાઓ’
વિડિયોની શરુઆતમાં તે કચરો ભરવા માટેની બે કાળા કલરની થેલી સાથે એન્ટ્રી કરે છે, એવી થેલીઓ કે જેમાં કચરો ભરીને આપણ ફેંકીએ છીએ. ખુલા લહેરાતા વાળ સાથે સ્ટાઇલિશ અંદાજમાં તે કચરાપેટી પાસે આવે છે. માત્ર એટલું જ નહીં પણ ત્યારબાદ રસ્તા પર પડેલી કચરાપેટીને સાથે લઇને તે સ્ટાઇલિશ અંદાજમાં વોક પણ કરે છે. ક્યારેક કચરાપેટી પર બેસીને તો ક્યારેક તેના પર પગ મૂકીને તે પોઝ આપે છે. આ સિવાય ક્યારેક પાછળ તમને કચરાનો ઢગલો પણ દેખાય છે. એક તરફ કચરો અને બીજી તરફ અદાની અદાઓ. આ બંનેનું કોમ્બિનેશન જોઇને લોકો હસી રહ્યા છે. 
મજેદાર કેપ્શન
આ વિડિયો શેર કરતી વખતે તેણે કેેપ્શન પણ મજેદાર લખ્યું છે. અદાએ લખ્યું કે ‘હું આ પ્રકારના લોકો પ્રત્યે આકર્ષિત થાવ છું. એવા લોકોને પણ ટેગ કરો જેમને આવા લોકો પસંદ હોય. સેંસ ઓફ હ્યુમર વાળા મિત્રોને આ વિડિયો મજેદાર લાગશે.’ સાથે જ તેણે કેપ્શનમાં વેલેન્ટાઇ ડેની શુભેચ્છા પણ આપી છે. 
Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

Gandhinagar: શિક્ષણ સહાયકો ભરતી અંગે મહત્ત્વનાં સમાચાર, વર્તમાન બેઠકોમાં વધારો કરાયો

featured-img
video

Fake Currency Expose in Gujarat: મની માર્કેટમાં નકલી માફિયાની એન્ટ્રી? આટલું સમજી લો.. સતર્ક રહો

featured-img
video

Gandhinagar : ગૃહમાં શિસ્તનો પાઠ ભણાવતા શંકરભાઈ ચૌધરી

featured-img
video

Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને

featured-img
video

Gujarat: જંત્રીનો વધારો આંશિક રીતે થવાની ચર્ચા, રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી વચ્ચે સરકાર નીતિ બદલી શકે!

featured-img
video

Meerut Saurabh Case: સાયકો સાહિલે લખી ખુની સ્ક્રિપ્ટ! લાશનાં ટુકડા કરી ડ્રમમાં મૂક્યાં

Trending News

.

×