દિલ્હીમાં દરરોજ કોરોના લીધે થઈ રહ્યાં છે 8-10 મોત
દિલ્હીમાં કોરોનાના (Corona Virus) કેસોએ ફરી માથું ઉચક્યું છે. છેલ્લા થોડાં દિવસોમાં દરરોજ બે હજારથી વધારે નવા કેસ નોધાઈ રહ્યાં છે. પરંતુ આ વચ્ચે મોતનો આંકડો પણ ચિંતા વધારનારો છે. છેલ્લા કેટલાંક દિવસોથી દિલ્હીમાં (Delhi) દરરોજ સરેરાશ 8 થી 10 દર્દીઓના મોત થઈ રહ્યાં છે. જ્યારે કોરોના સક્રમિત લોકોને હોસ્પિટલમાં એડમિટ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે.આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાà
Advertisement
દિલ્હીમાં કોરોનાના (Corona Virus) કેસોએ ફરી માથું ઉચક્યું છે. છેલ્લા થોડાં દિવસોમાં દરરોજ બે હજારથી વધારે નવા કેસ નોધાઈ રહ્યાં છે. પરંતુ આ વચ્ચે મોતનો આંકડો પણ ચિંતા વધારનારો છે. છેલ્લા કેટલાંક દિવસોથી દિલ્હીમાં (Delhi) દરરોજ સરેરાશ 8 થી 10 દર્દીઓના મોત થઈ રહ્યાં છે. જ્યારે કોરોના સક્રમિત લોકોને હોસ્પિટલમાં એડમિટ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે.
આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર દિલ્હીમાં સોમવારે કોરોનાથી 8 લોકોના મોત થયાં હતા જ્યારે 1,227 નવા કેસ નોંધાયા હતા. 14 ઓગસ્ટે કોરોનાના (Covid-19) નવા 2,162 કેસ નોંધાયા હતા અને 5 દર્દીઓના મોત થયાં હતા. જ્યારે શનિવારે દિલ્હીમાં કોરોનાના 2031 નવા કેસ નોંધાયા હતા અને 9 દર્દીઓના મોત થયાં હતા. દિલ્હીમાં કોરોનાના વધી રહેલા આંકડાઓને ધ્યાનમાં રાખીને હવે તંત્ર પણ સજાગ થયું છે. તંત્ર હવે તે લોકોને સામે સખ્ત પગલાં ભરશે જે કોરોનાના નિયમોનું પાલન નહી કરે.
દિલ્હીના ઉપરાજ્યપાલે ટ્વીટ કરીને લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, હું દરેકને કોવિડ (Covid) નિયમોના પાલન કરવાની અપીલ કરું છું. આપણે કોરોના સંક્રમણમાં વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ સતત ઉચ્ચ સંક્રમણ દર અને લોકો ફરી સંક્રમિત થઈ રહ્યાં છે. તે ખુબ જરૂરી છે કે આપણે એ વાતને સમજીએ કે મહામારી હજુ ખતમ નથી થઈ અને હું સૌને અપીલ કરૂ છું કે લોકો કોરોના નિયમોનું સખ્તાઈથી પાલન કરે.