Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરૂણાચલ પ્રદેશના એક માર્કેટમાં આગ ફાટી નીકળતા 700 દુકાનો બળીને થઇ રાખ

અકસ્માતના બનાવો અને આઘાતજનક ઘટનાઓએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. હવે અરુણાચલ પ્રદેશમાંથી આગની ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર અહીંના સૌથી જૂના માર્કેટમાં ભીષણ આગ લાગી છે. અરુણાચલ પ્રદેશના સૌથી જૂના માર્કેટમાં મંગળવારે આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછી 700 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. નાહરલાગુન ડેઈલી માર્કેટમાં લાગેલી ભીષણ આગથી બજારમાં ભયનો માહોલ સર્જાયો છે. #WATCH | Arunachal Pradesh: A massive fire broke ou
અરૂણાચલ પ્રદેશના એક માર્કેટમાં આગ ફાટી નીકળતા 700 દુકાનો બળીને થઇ રાખ
અકસ્માતના બનાવો અને આઘાતજનક ઘટનાઓએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. હવે અરુણાચલ પ્રદેશમાંથી આગની ઘટના સામે આવી છે. મળી રહેલી માહિતી અનુસાર અહીંના સૌથી જૂના માર્કેટમાં ભીષણ આગ લાગી છે. અરુણાચલ પ્રદેશના સૌથી જૂના માર્કેટમાં મંગળવારે આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછી 700 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. નાહરલાગુન ડેઈલી માર્કેટમાં લાગેલી ભીષણ આગથી બજારમાં ભયનો માહોલ સર્જાયો છે. 
Advertisement

દુકાનો વાંસ અને લાકડાની બનેલી હતી
મળી રહેલી માહિતી અનુસાર, સવારે 4 વાગ્યાની આસપાસ લાગેલી આગમાં કોઈને ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે આ બજાર રાજ્યનું સૌથી જૂનું બજાર છે, જે રાજધાની ઇટાનગરથી લગભગ 14 કિમી દૂર ફાયર સ્ટેશન અને નાહરલાગુન પોલીસ સ્ટેશનની નજીક સ્થિત છે. પોલીસે જણાવ્યું કે, આગ લાગવાના કારણ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. એવી આશંકા છે કે દિવાળી માટે ફટાકડા કે દીવા પ્રગટાવવાને કારણે આગ લાગી હતી, જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, આગની ઘટનાની જાણકારી મળતા જ ફાયર ફાઈટર્સને તેની જાણકારી આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ફાયટરોએ જણાવ્યું હતું કે દુકાનો વાંસ અને લાકડાની હોવાથી અને બજાર સૂકા માલથી ભરેલું હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.

આગનું ચોક્કસ કારણ હજુ અકબંધ
જણાવવામાં આવી રહ્યું છે કે, આગને કારણે એક દુકાનમાં રાખવામાં આવેલ ગેસ સિલિન્ડર પણ ફાટ્યો, જેનાથી દુકાનદારો ગભરાઈ ગયા. પોલીસે જણાવ્યું કે, ઘટનાસ્થળે ત્રણ ફાયર એન્જિન હાજર છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે, આગના કારણે થયેલા નુકસાનનું યોગ્ય આંકલન કરવામાં આવી રહ્યું છે, હાલમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. પોલીસ અધિક્ષક (કેપિટલ) જીમી ચિરમે જણાવ્યું હતું કે આગનું ચોક્કસ કારણ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ પૂર્ણ કર્યા પછી જ જાણી શકાશે. દુકાનદારોનો આરોપ છે કે આગની માહિતી મળતાં જ તેઓ નજીકના ફાયર સ્ટેશન પર પહોંચ્યા પરંતુ કોઈ કર્મચારી મળ્યો ન હતો. તેમજ જ્યારે ફાયર ફાઈટર પહોંચ્યા ત્યારે ફાયર એન્જિનોમાં પાણી ન હતું.
દુકાનદારોએ આક્ષેપ કર્યો હતો કે, એન્જિન રિફિલ કરવા માટે, કામદારોને લાંબુ અંતર કાપવું પડ્યું હતું, અને તેઓ સવારે 5 વાગ્યાની આસપાસ જ પાણી લઈને પાછા આવી શક્યા હતા, જેના કારણે બજારનો મોટાભાગનો ભાગ બળી ગયો હતો. નાહરલાગુન બજાર કલ્યાણ સમિતિના અધ્યક્ષ કિપા નાઈએ જણાવ્યું હતું કે આ તમામને તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળતા બદલ સેવામાંથી બરતરફ કરવા જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.