Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

7 વર્ષના બાળકે ઉકેલ્યા ગણિતના સરવાળા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અહેવાલ : આનંદ પટણી સ્માર્ટ સિટી સુરત હવે જીનિયસસિટી બની રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે ગણિત પ્રિય વિષય હોતો નથી. પરંતુ સાત વર્ષના આદ્વિક જૈને જે મોટી વયના લોકો પણ ગણિત સરવાળો હલ કરી શકતા નથી તેવા સરવાળા હલ કરીને પોતાનું...
7 વર્ષના બાળકે ઉકેલ્યા ગણિતના સરવાળા  બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અહેવાલ : આનંદ પટણી

Advertisement

સ્માર્ટ સિટી સુરત હવે જીનિયસસિટી બની રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે ગણિત પ્રિય વિષય હોતો નથી. પરંતુ સાત વર્ષના આદ્વિક જૈને જે મોટી વયના લોકો પણ ગણિત સરવાળો હલ કરી શકતા નથી તેવા સરવાળા હલ કરીને પોતાનું નામ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ શામેલ કર્યું છે.

Advertisement

આદ્વિક જૈનની માતા અનુશિકા જૈને જણાવ્યું હતું કે, અગાઉથી જ તેને ગણિતમાં રસ છે. જેથી અમે તેને એબેકસ મેથ્સ ક્લાસીસ જોઈન કરાવ્યા હતા. રોજે તે પાંચ કલાક સુધી એબેકેસ મેથ્સમાં પ્રેક્ટિસ કરે છે. તેને રેકોર્ડ બનાવ્યો હોવાથી પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.

Advertisement

આદ્વિક જૈને જણાવ્યું હતું કે, હું ધોરણ ત્રણમાં ભણું છું અને ક્લાસીસમાં જાઉં છું. થોડાક દિવસ પહેલા મેં મેન્ટલ કેલ્ક્યુલેશનનો રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડ પાંચ મિનિટની અંદર બનાવવાનો હતો. પરંતુ મેં ચાર જ મિનિટમાં આ રેકોર્ડ બનાવી લીધો. મારા સરે મારું પરફોર્મન્સ જોઈને મને રેકોર્ડ બનાવવા માટે પ્રેરણા આપી હતી.

હજું પણ ગણિત ઘણા લોકો માટે માથાનો દુખાવો છે. પરંતુ સાત વર્ષના આદ્વિક જૈને એબેક્સના માધ્યમથી એક રેકોર્ડ બનાવ્યો છે. આદ્વિક જૈને માત્ર ચાર મિનિટમાં એક જ લાઈનમાં આવનાર પાંચ આંકડા જે સો વાર આવે છે તેમના સરવાળાને હલ કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવી દીધો છે.

આ પણ વાંચો : જુનાગઢમાં સફાઇ કામગીરી અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ, સફાઇકર્મીઓનું સન્માન કરાયું

Tags :
Advertisement

.