Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધના વિજય દિવસની સયાજી બાગ ખાતે કરાઈ ઉજવણી

1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધના વિજય દિવસની કરાઈ ઉજવણીસયાજી બાગ ખાતે યોજાઈ સોલ્જર એથ્રોન વિજય રન આજના દિવસે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય અને બાંગ્લાદેશનુ થયું હતું નિર્માણવિજય રન માં રિટાયર્ડ કર્નલ વિજય કર્ણિક રહ્યા ઉપસ્થિતરિટાયર્ડ કર્નલ વિજય કર્ણિકે વિવિધ યુદ્ધમાં લઈ ચૂક્યા છે ભાગ1971 ના યુદ્ધમાં જે જે સૈનિકોએ ભાગ લીધો તે પણ જોડાયા સોલ્જર એથ્રોન વિજય રન માંસયાજી
1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધના વિજય દિવસની સયાજી બાગ ખાતે કરાઈ ઉજવણી
  • 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધના વિજય દિવસની કરાઈ ઉજવણી
  • સયાજી બાગ ખાતે યોજાઈ સોલ્જર એથ્રોન વિજય રન 
  • આજના દિવસે ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય અને બાંગ્લાદેશનુ થયું હતું નિર્માણ
  • વિજય રન માં રિટાયર્ડ કર્નલ વિજય કર્ણિક રહ્યા ઉપસ્થિત
  • રિટાયર્ડ કર્નલ વિજય કર્ણિકે વિવિધ યુદ્ધમાં લઈ ચૂક્યા છે ભાગ
  • 1971 ના યુદ્ધમાં જે જે સૈનિકોએ ભાગ લીધો તે પણ જોડાયા સોલ્જર એથ્રોન વિજય રન માં
  • સયાજી બાગમાં 5.1 km રન તથા વોક રેન્જમાં યોજાઈ
1971 ના ભારત પાકિસ્તાન વચ્ચે ખેલાયેલા યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. આ વાતને આજે 51 વર્ષ પૂર્ણ થતાં આજના દિવસે દેશભરમાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેરઠેર સોલ્જરોથોન યોજાઈ રહી છે. આ સંદર્ભે આજે વડોદરામાં પણ વિશેષ વિજય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
1971 માં થયેલા ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો અને સાથે જ બાંગ્લાદેશનું પણ નિર્માણ થયું હતું. તેને આજે  51 વર્ષ પૂર્ણ થયા છે, જે નિમિત્તે સમગ્ર રાષ્ટ્રમાં 176 સ્થળ, 24 રાજ્ય તથા મિલિટરી સ્ટેશન ખાતે 50,000 કરતાં વધુ લોકોએ વિજય રનમાં ભાગ લીધો હતો. જે અંતર્ગત રાજ્યમાં રાજકોટ, ભૂજ, અમદાવાદ અને વડોદરા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સયાજી બાગ ખાતે યોજાયેલી સોલ્જરોથોન વિજય રનમાં રિટાયર્ડ કર્નલ વિજય કર્ણિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિટાયર્ડ કર્નલ વિજય કર્ણિક પોતે 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધના સાક્ષી બન્યા હતા. ત્યારે તેમને વિશેષ યાદો અને પોતાના અનુભવો વાગોળ્યા હતા. સયાજી બાગમાં 5.1 કિલોમીટરની યોજાયેલી રનમાં શહેરના નાગરિકો, શહેર પોલીસની શી ટીમના સભ્યો અને પૂર્વ સૈનિકો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા અને વિજય રનનો હિસ્સો બન્યા હતા.
ગુજરાત ફર્સ્ટ સાથે ની 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ વિશે વાત કરતા વિંગ કમાન્ડર વિજય કર્ણિક એ જણાવ્યું હતું કે, કોઈ પણ સેનાનો જવાન યુદ્ધના સમય અને સ્થિતિને પોતાના જીવનમાં ક્યારેય ભૂલી શકતો નથી. હું જ્યારે 1971 ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ નો હિસ્સો હતો ત્યારે માત્ર હું નહીં પરંતુ સેનામાં મારી સાથે મારા સગા ત્રણ ભાઈઓ પણ આ યુદ્ધનો હિસ્સો બન્યા હતા અને અમે ચારેય ભાઈઓએ સાથે મળી ભારતને જીત અપાવી પાકિસ્તાનને પછાડ્યું હતું. મારા પરિવારમાં અમે ચાર દીકરા છીએ. અમારા માતા-પિતાએ કઠણ કાળજું રાખી અમને ચારેયને દેશની સેવા માટે સમર્પિત કર્યા છે. મહત્વનું છે કે, 1971 ની લડાઈ ખૂબ ભયાવહ હતી. તે સમયે સંપર્ક માટે મોબાઈલ પણ નહોતા. ત્યારે અમારા માતા-પિતા દિવસોને દિવસો સુધી અમારી સાથે સંપર્ક નહોતા કરી શકતા, ત્યારે અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે કે અમારા માતા-પિતા અને અમે ચારેય ભાઈઓ પર શું વીતતી હશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન   સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.