Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Virat Kohli ની બેટિંગ જોવા કિશોર ઉન્નાવથી કાનપુર સાયકલ લઈને પહોંચ્યો, જુઓ વીડિયો

4 વાગે યાત્રા શરૂ કરી અને 11 વાગે સ્ટેડિયમ પહોંચ્યો Bangladesh એ 107 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી India એ પહેલા દિવસે Bangladeshની ત્રણ વિકેટ મેળવી 15-year-old Schoolboy Travels 58 KM on Bicycle : આજરોજ India અને Bangladesh...
virat kohli ની બેટિંગ જોવા કિશોર ઉન્નાવથી કાનપુર સાયકલ લઈને પહોંચ્યો  જુઓ વીડિયો
  • 4 વાગે યાત્રા શરૂ કરી અને 11 વાગે સ્ટેડિયમ પહોંચ્યો
  • Bangladesh એ 107 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી
  • India એ પહેલા દિવસે Bangladeshની ત્રણ વિકેટ મેળવી

15-year-old Schoolboy Travels 58 KM on Bicycle : આજરોજ India અને Bangladesh વચ્ચે બીજી ટેસ્ટ મેચ યોજાઈ હતી. આ મેચ કાનપુરમાં આવેલા ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ દરમિયાન Virat Kohli નો એક 15 વર્ષનો ફેન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કોહલીની બેટિંગ જોવા માટે આ ફેન ઉન્નાવથી સાયકલ પર 58 કિમીનો પ્રવાસ કરી કાનપુર પહોંચ્યો હતો. તો વાયરલ વીડિયોમાં આ કિશોરે પોતાનું નામ કાર્તિકેય જાહેર કર્યું છે.

Advertisement

4 વાગે યાત્રા શરૂ કરી અને 11 વાગે સ્ટેડિયમ પહોંચ્યો

વાયરલ વીડિયોમાં કિશોર જણાવે છે કે, તે પોતાના ધરેથી પરત મેચ જોવા માટે સવારે 4 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો. તેણે સવારે 4 વાગે યાત્રા શરૂ કરી અને 11 વાગે સ્ટેડિયમ પહોંચ્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેના માતા-પિતાએ તેને આમ કરતા રોક્યો હતો? આના પર કાર્તિકેયે કહ્યું કે તેના માતા-પિતાએ તેને એકલા મુસાફરી કરવાની પરવાનગી આપી હતી. કાર્તિકેય ધોરણ 10 માં અભ્યાસ કરે છે.

આ પણ વાંચો: India માંથી વર્ષ 2100 સુધીમાં લગ્નની પરંપરા વિલુપ્ત થઈ જશે! વાંચો અહેવાલ

Advertisement

Bangladesh એ 107 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી

કાર્તિકેય ખાસ કરીને Virat Kohli ની બેટિંગ જોવા આવ્યો હતો, પરંતુ India એ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લેતા પહેલા દિવસે તેની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી. આ મેચના શરૂઆતના દિવસે વરસાદ પડ્યો હતો અને મોડી શરુઆત બાદ મેચ વહેલી પૂર્ણ કરવી પડી હતી. પ્રથમ દિવસે મેચમાં માત્ર 35 ઓવરની હતી. જેમાં Bangladesh એ 107 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. India ીય ટીમે આ મેચ માટે તેના પ્લેઈંગ-11 માં કોઈ ફેરફાર કર્યો નથી.

Advertisement

India એ પહેલા દિવસે Bangladeshની ત્રણ વિકેટ મેળવી

India એ પહેલા દિવસે Bangladeshની ત્રણ વિકેટ મેળવી છે. ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામે ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઝાકિર હસન ઘણા બધા ડોટ બોલ રમવાના કારણે દબાણમાં આવી ગયો હતો અને આ દબાણના કારણે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તે 24 બોલમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં પરત ફર્યો હતો. આ પછી આકાશ દિપે શાનદાર બેટિંગ કરી રહેલા શાદમાન ઈસ્લામને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. તે 36 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો: Ashwini Vaishnaw એ ભારતમાં બનેલા સૌથી ઉંચા રેલવે બ્રિજનો વીડિયો કર્યો શેર

Tags :
Advertisement

.