Agriculture: ‘ખેતી છે તો જગતનું સંચાલન છે’ દેશમાં ખરીફ પાકના વાવેતરમાં 14.10 ટકાનો વધારો
Agriculture: ભારત દેશને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં મોટા પ્રમાણમાં લોકો ખેતી (Agriculture) સાથે સંકળાયેલા છે. છેલ્લા ઘણા સમયથી વાવણીમાં વધારે થયો હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. ખાસ કરીને ખરીફ પાકની વાવણીમાં સારો એવો વધારો થયો છે. દેશમાં ખરીફ પાકની વાવણીમાં ગત વર્ષની સરખામણીએ 14.10 ટકાનો વધારો થયો છે. કઠોળના વાવેતર વિસ્તારમાં 50 ટકાનો વધારો થયો છે.
ખરીફ પાકનું 3.78 કરોડ હેક્ટરમાં વાવેતર
વધારે વિગતે વાત કરવામાં આવે તો, દેશના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા વાવેતરના આંકડા જાહેર કરાયા છે. અત્યાર સુધીમાં દેશમાં ખરીફ પાકનું 3.78 કરોડ હેક્ટર વિસ્તારને પાર થયું છે. ડાંગરનું 59.99 લાખ અને કઠોળનું 36.81 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. અન્ન અને બરછટ અનાજના વાવેતરમાં અત્યાર સુધીમાં ગતવર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. 2023માં 82.08 લાખ હેક્ટરમાં અન્નનું વાવેતર થયું હતું. એની સામે આ વર્ષે 58.48 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે. તેલીબિંયા, કપાસ અને શેરડીના વાવેતરમાં વધારો નોંધાયો છે.
પાક | વાવેતર 2024 | વાવેતર 2023 |
ડાંગર | 59.99 લાખ હેક્ટર | 50.26 લાખ હેક્ટર |
કઠોળ | 36.81 લાખ હેક્ટર | 23.78 લાખ હેક્ટર |
શ્રી અન્ન | 58.48 લાખ હેક્ટર | 82.08 લાખ હેક્ટર |
તેલીબિયાં | 80.31 લાખ હેક્ટર | 51.97 લાખ હેક્ટર |
શેરડી | 56.88 લાખ હેક્ટર | 55.45 લાખ હેક્ટર |
કપાસ | 80.63 લાખ હેક્ટર | 62.34 લાખ હેક્ટર |
દેશનો એક મોટો વર્ગ ખેત મજૂરી સાથે જોડાયેલો છે
નોંધનીય છે કે, ભારતના લોકો મોટા ભાગે ખેતી (Agriculture) પર નભે છે. આ સાથે દેશનો એક મોટો વર્ગ ખેત (Agriculture) મજૂરી સાથે જોડાયેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે ખરીફ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. સ્વાભાવિક છે કે, વાવણી વધારે થઈ છે તો ઉત્પાદન પણ વધારે મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, અન્ન અને બરછટ અનાજના વાવેતરમાં અત્યાર સુધીમાં ગતવર્ષની સરખામણીએ ઘટાડો નોંધાયો છે.