Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RSS : ભુજમાં 10 હજાર RSS કાર્યકર એકત્ર, આવતીકાલે CM પણ પહોંચશે

અહેવાલ : કૌશિક છાયા, ક્ચ્છ ભુજમાં આરએસએસની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક યોજાશે. આજે કચ્છ વિભાગ એકત્ર કાર્યકમનું આયોજન કરાયું હતું જેમાં રાષ્ટ્રીય સવયસેવક સંઘના 10000 કાર્યકરો જોડાયા હતા. આ તકે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આવતીકાલથી અખિલ ભારતીય કાર્યકારી...
rss   ભુજમાં 10 હજાર rss કાર્યકર એકત્ર  આવતીકાલે cm પણ પહોંચશે
Advertisement

અહેવાલ : કૌશિક છાયા, ક્ચ્છ

ભુજમાં આરએસએસની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક યોજાશે. આજે કચ્છ વિભાગ એકત્ર કાર્યકમનું આયોજન કરાયું હતું જેમાં રાષ્ટ્રીય સવયસેવક સંઘના 10000 કાર્યકરો જોડાયા હતા. આ તકે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આવતીકાલથી અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનો પ્રારંભ થશે.આગામી 9 તારીખ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવકની આ બેઠક ચાલશે.

Advertisement

Advertisement

સંઘે હંમેશા દેશ માટે વિચાર્યું છે

ભુજમાં આર. એસ.એસ.દ્વારા ક્ચ્છ વિભાગ એકત્રિકરણ કાર્યક્રમમાં અરુણકુમાર અખિલ ભારતીય સર સહ કાર્યવાહકે જણાવ્યું હતું કે સંઘે હંમેશા દેશ માટે વિચાર્યું છે. આજે દેશમાં સંઘનું કાર્ય ક્ષેત્ર વધ્યું છે. શિસ્તતા સંઘમાં કાયમ જોઈ શકાય છે. રાષ્ટ્રહિતમાં સંઘ કાયમ હોવાનું અખિલ ભારતીય સર સહ કાર્યવાહકે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું.

આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે

આર. એસ.એસ.ની.રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં 3 નવેમ્બર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભુજ આવી પહોંચશે. મુખ્યમંત્રી આર. એસ.એસ.ના વડા ડો.મોહન ભાગવત, જનરલ સેક્રેટરી દત્તાત્રેય હોશબોલેને મળશે. આવતીકાલે 3 અને 4 નવેમ્બરના ભુજમાં આર. એસ.એસ.ની પ્રાંત પ્રચારકોની બેઠક મળશે. 5 નવેમ્બરના સવારે 9 કલાકે રાષ્ટ્રીય કાર્યકારણી ભુજમાં બેઠકનો પ્રારંભ થશે. 6 -7 નવેમ્બરના સવારે રાષ્ટ્રીય કાર્યકારણીની ભુજમાં બેઠક યોજાશે. 8 નવેમ્બર પ્રાંત સમિતિ ચર્ચા બેઠક રહેશે તેમજ 9 નવેમ્બરે સવારે બેઠક પૂર્ણ થશે. આ બેઠકોને લઈને ધમધમાટ જોવા મળે છે. પ્રથમ વખત ભુજમાં રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકને લઈને રાજકીય ગતિવિધિ તેજ બની છે.

આ પણ વાંચો---નકલી સિંચાઈ ઓફિસના કૌભાંડમાં મેળવેલી ગ્રાન્ટની રકમના કામોનું ક્રોસ ચેકિંગ

Tags :
Advertisement

.

×