Zomato Fee Hike:દિવાળી પહેલા Zomato એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો!
- દિવાળી પહેલા Zomatoએ આપ્યો મોટો ઝટકો
- ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ફરી થઈ મોંધી
- પ્લેટફોર્મ ફી 10 રૂપિયા થાય છે
Zomato Fee Hike : દિવાળી પહેલા Zomatoએ મોટો ઝટકો આપ્યો છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી (Zomato Fee Hike)એપ ફરી એકવાર તેની પ્લેટફોર્મ ફી વધારી દીધી છે. છેલ્લા એક વર્ષમાં ગુરુગ્રામ સ્થિત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મે પ્લેટફોર્મ ફીમાં અનેકગણો વધારો કર્યો છે. આ પહેલા વર્ષની શરૂઆતમાં પણ કંપનીએ તેની પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો હતો. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તહેવારોની સિઝનમાં ભારે માંગને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.
પ્લેટફોર્મ ફી 10 રૂપિયા થાય છે
દિવાળીના અવસર પર, ફૂડ ડિલિવરી એપથી મોટી માત્રામાં ઓનલાઈન ઓર્ડર થવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને કંપનીએ પ્લેટફોર્મ ફીમાં 60 ટકાનો વધારો કર્યો છે. જાન્યુઆરીમાં ઝોમેટોએ પ્લેટફોર્મ ફી વધારીને 4 રૂપિયા કરી દીધી હતી. આ પછી, થોડા મહિના પહેલા પણ કંપનીએ પ્લેટફોર્મ ફી 50 ટકા વધારીને પ્રતિ ઓર્ડર 6 રૂપિયા કરી દીધી હતી. હવે દિવાળી પહેલા Zomatoએ દરેક ઓર્ડર પર પ્લેટફોર્મ ફી વધારીને 10 રૂપિયા કરી દીધી છે, એટલે કે હવે યુઝરને દરેક ઓર્ડર પર 10 રૂપિયા પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે.
આ પણ વાંચો -Flying Taxi બનાવી આ દેશે વિશ્વને ચોંકાવ્યું, 2026 માં પંછીઓ સાથે ઉડશે
માત્ર એક વર્ષમાં ફી અનેક ગણી વધી
પ્લેટફોર્મ ફી વધારવાના નિર્ણય અંગે સ્પષ્ટતા આપતા Zomatoએ કહ્યું કે પ્લેટફોર્મ ફી ઓપરેશનલ કોસ્ટ અને મેઈન્ટેનન્સને ધ્યાનમાં રાખીને ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. અગાઉ કંપનીએ પ્લેટફોર્મ ફી 1 રૂપિયા નક્કી કરી હતી, જે બાદમાં ઘટાડીને 2 રૂપિયા અને પછી 3 રૂપિયા કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં પ્લેટફોર્મ ફી 3 રૂપિયાથી વધારીને 4 રૂપિયા અને બાદમાં 4 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવામાં આવી હતી. તહેવારોની સીઝનમાં પ્લેટફોર્મ ફી ઘટાડીને 10 રૂપિયા કરવામાં આવી છે.
આ પણ વાંચો -Private Jet:આ ભારતીયો પાસે છે દુનિયાનાં સૌથી મોંઘા પ્રાઈવેટ જેટ, કિંમત જાણી ચોંકી જશો!
ડિલિવરી ફીની સાથે પ્લેટફોર્મ ફી પણ ચૂકવવી પડે છે
એપના નોટિફિકેશન મુજબ, તહેવારોની સિઝન દરમિયાન સેવાની સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે પ્લેટફોર્મ ફી વસૂલવામાં આવે છે. કંપનીએ સૌપ્રથમ 2023માં એટલે કે ગયા વર્ષે પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. Zomato ઉપરાંત, હરીફ ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ પણ ગયા વર્ષથી પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. સ્વિગી હાલમાં યુઝર્સ પાસેથી ઓર્ડર દીઠ રૂ. 6.50ની પ્લેટફોર્મ ફી વસૂલ કરે છે. ખાદ્યપદાર્થોની કિંમત ઉપરાંત, યુઝર્સને હવે દરેક ઓર્ડર પર GST, રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ફીની સાથે પ્લેટફોર્મ ફી પણ ચૂકવવી પડે છે, જેના કારણે ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવું હવે ખૂબ મોંઘું થઈ ગયું છે.