પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને અપાઇ Z શ્રેણીની સુરક્ષા
પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે પશ્ચિમ બંગાળ પોલીસ તેમને Z શ્રેણીની સુરક્ષા આપશે. હાલ તે ક્રિકેટ ડિરેક્ટરની ભૂમિકામાં છે પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરવ ગાંગુલી તરફથી સુરક્ષા વધારવાની કોઈ માંગ કરવામાં આવી...
પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે પશ્ચિમ બંગાળ પોલીસ તેમને Z શ્રેણીની સુરક્ષા આપશે.
હાલ તે ક્રિકેટ ડિરેક્ટરની ભૂમિકામાં છે
પ્રાપ્ત માહિતી અનુસાર, સૌરવ ગાંગુલી તરફથી સુરક્ષા વધારવાની કોઈ માંગ કરવામાં આવી નથી. પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આ મામલાને પોતાની રીતે લીધો છે અને તેને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. સૌરવ ગાંગુલી અત્યારે IPLમાં વ્યસ્ત છે. તે દિલ્હી કેપિટલ્સ ટીમ સાથે સંકળાયેલો છે. તે ક્રિકેટ ડિરેક્ટરની ભૂમિકામાં છે.
હવે મમતા બેનર્જીની સરકાર દ્વારા સુરક્ષા
સૌરવ ગાંગુલીના રાજકારણમાં આવવાની ચર્ચા અગાઉ પણ થતી રહી છે. એવું કહેવાય છે કે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ તેમને જોડાવાની ઓફર પણ કરી હતી. જો કે, તેમણે રાજકીય મેદાનમાં આવવાનો ઇનકાર કર્યો હતો. તાજેતરમાં જ તેણે બીસીસીઆઈનું અધ્યક્ષપદ છોડવું પડ્યું હતું. ત્યારથી તેમના ફરી રાજકારણમાં આવવાની વાતો ચાલી રહી છે. હવે મમતા બેનર્જીની સરકાર દ્વારા સુરક્ષામાં વધારાથી આ અટકળો વધુ તેજ થઈ ગઈ છે.
આ પણ વાંચો---સિદ્ધારમૈયાએ મલ્લિકાર્જુન ખડગેના મોંમાથી પણ આ જ રીતે કોળીયો છીનવ્યો હતો..વાંચો રસપ્રદ વાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement