Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તોડકાંડ કેસમાં વધુ એક વળાંક, યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર

ડમીકાંડના તોડકાંડમાં શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસ સામે હાજર થાય તે પહેલા શિવુભાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, આ રાજકીય ષડયંત્ર છે, અમારે પૈસાની કોઈ લેતીદેતી નથી થઈ. મળતી જાણકારી અનુસાર, ડમીકાંડના તોડકાંડમાં યુવરાજસિંહના...
તોડકાંડ કેસમાં વધુ એક વળાંક  યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર

ડમીકાંડના તોડકાંડમાં શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસ સામે હાજર થાય તે પહેલા શિવુભાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, આ રાજકીય ષડયંત્ર છે, અમારે પૈસાની કોઈ લેતીદેતી નથી થઈ.

Advertisement

મળતી જાણકારી અનુસાર, ડમીકાંડના તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલે એ ડિવિઝન પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. શિવુભા ગોહિલે કહ્યું હતું કે આ રાજકીય ષડયંત્ર છે. પૈસાની કોઇ લેતીદેતી થઇ નથી. નોંધનીય છે કે પોલીસે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ધરપકડ કરી છે. કાનભા ગોહિલના મિત્રના ઘરેથી પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.

Advertisement

તમને જણાવી દઈ કે, યુવરાજસિંહની ધરપકડના હવે રાજકીય રીતે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. એક તરફ રાજ્યના અનેક વિદ્યાર્થીઓ ટ્વિટર પર યુવરાજસિંહના સમર્થનમાં આવી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ યુવરાજસિંહના સમર્થનમાં આવી છે. યુવરાજસિંહ આમ આદમી પાર્ટીના કાર્યકર છે. યુવરાજસિંહ ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે.

ડમી ઉમેદવાર કૌભાંડ મામલે ભારે ઉહાપોહ છે ત્યારે રાજકોટ કરણી સેનાએ યુવરાજસિંહ જાડેજાનો બચાવ કર્યો છે. કરણી સેના દ્વારા યુવરાજસિંહના સમર્થનમાં આગામી 26 તારીખે રાજ્યભરમાં આવેદનપત્ર આપશે. સાથે માગ કરવામાં આવી છે કે યુવરાજસિંહના પરિવારને તાત્કાલિક પોલીસ રક્ષણ આપવામાં આવે.

Advertisement

Tags :
Advertisement

.