ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Yuvraj Singh : યુવરાજ સિંહે પોતાના શિષ્યને આપી ખાસ સલાહ

અભિષેક શર્મામાં રનઆઉટ થયો હતો તેના ગુરુ યુવરાજ સિંહે તેને સલાહ આપી હતી અભિષેક શર્માએ સાત બોલમાં 16 રન બનાવ્યા હતા   Yuvraj Singh: લગભગ બે મહિના પછી પ્રથમ વખત એક્શનમાં પરત ફરેલા ભારતીય યુવા બેટ્સમેન અભિષેક શર્મા(Abhishek Sharma)એ...
01:20 PM Oct 08, 2024 IST | Hiren Dave
Yuvraj Singh

 

Yuvraj Singh: લગભગ બે મહિના પછી પ્રથમ વખત એક્શનમાં પરત ફરેલા ભારતીય યુવા બેટ્સમેન અભિષેક શર્મા(Abhishek Sharma)એ બાંગ્લાદેશ (Bangladesh)સામેની પ્રથમ મેચમાં ઝડપી શરૂઆત કરી હતી. જો કે, તેની ઇનિંગ્સ લાંબો સમય ટકી શકી નહીં કારણ કે તે સાથી ઓપનર સંજુ સેમસન સાથેની ગેરસમજને કારણે રનઆઉટ થયો હતો. તેણે સાત બોલમાં 16 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ ઇનિંગ બાદ હવે તેના ગુરુ યુવરાજ સિંહે (Yuvraj Singh)તેને સલાહ આપી છે.

યુવરાજે ઉડાવી હતી મજાક

વાસ્તવમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ અભિષેકે એક ફોટો શેર કર્યો હતો. તેના પર તેના એક પ્રશંસકે કહ્યું કે ટૂંક સમયમાં મોટી ઇનિંગ આવી રહી છે. યુવરાજે (Yuvraj Singh)આ વાત પર મજાક ઉડાવી અને કહ્યું, ફક્ત ત્યારે જ જ્યારે પોતાના મગજનો યોગ્ય રીતે ઉપયોગ કરશે.' ઝિમ્બાબ્વેમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે પોતાની સદીનો શ્રેય યુવરાજને આપ્યો.

આ પણ  વાંચો -IND Vs BAN: T20 માં બાંગ્લાદેશ મુશ્કેલીમાં,ભારતીય ટીમની નજર ક્લીન સ્વીપ પર 

ત્યાર બાદ તેણે યુવરાજ (Yuvraj Singh)સાથે થયેલી વાતચીતને સંભળાવી. તેણે કહ્યું હતું કે, 'મેં તેની સાથે વાત કરી અને તેણે કહ્યું કે મને ખબર નથી કેમ પણ જ્યારે હું શૂન્ય પર આઉટ થયો ત્યારે તે ખૂબ જ ખુશ હતો. તેણે કહ્યું કે આ એક સારી શરૂઆત છે. મને લાગે છે કે મારા પરિવારની જેમ તેમને પણ મારા પર ગર્વ હોવો જોઈએ. તેના કારણે હું આ સ્તરે રમી રહ્યો છું. તેણે મારા પર ખૂબ મહેનત કરી છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી તેણે માત્ર મારા ક્રિકેટમાં જ નહીં પરંતુ મેદાનની બહાર પણ ખૂબ મહેનત કરી છે.

આ પણ  વાંચો -ભારતીય સ્ટાર જિમ્નાસ્ટ દિપા કર્માકરે અચાનક કરી નિવૃત્તિની જાહેરાત, જાણો શું કહ્યું

અભિષેકની કરિયર આવી રહી છે

24 વર્ષીય અભિષેક અત્યાર સુધીમાં છ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. અહીં તેણે 179.49ની સ્ટ્રાઈક રેટ અને 28ની એવરેજથી 140 રન બનાવ્યા છે. આ યુવા બેટ્સમેનની ચમક IPLમાં સ્પષ્ટ દેખાઈ રહી છે, જ્યાં તેણે 63 મેચમાં 25.48ની એવરેજથી 1376 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી સાત અર્ધસદી આવી છે.

Tags :
Abhishek SharmaAbhishek sharma run outCricket NewsIndiaIndia vs Bangladeshindia vs Bangladesh 1st t20iLatest Cricket NewsYuvraj Singh
Next Article