Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod: ધાનપુરના ઉધાલ મહુડા ગામના તળાવમાં બે તરુણ ડૂબ્યા, ઘરે કહ્યું હતું - અમે નહાવા જઈએ છીએ

Dahod: દાહોદના ધાનપુરમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો બન્યો છે. મળતી વિગતો પ્રમાણે ધાનપુરના ઉધાલ મહુડા ગામના તળાવમાં બે તરુણ ડૂબતા મોતને ભેટ્યા છે. વિગતે વાત કરીએ તો અંદરપુરા ગામનાં બે તરુણ ઉધાલ મહુડાના તળાવમાં ડૂબ્યા છે. ઉલ્લેખનીય...
dahod  ધાનપુરના ઉધાલ મહુડા ગામના તળાવમાં બે તરુણ ડૂબ્યા  ઘરે કહ્યું હતું   અમે નહાવા જઈએ છીએ

Dahod: દાહોદના ધાનપુરમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો બન્યો છે. મળતી વિગતો પ્રમાણે ધાનપુરના ઉધાલ મહુડા ગામના તળાવમાં બે તરુણ ડૂબતા મોતને ભેટ્યા છે. વિગતે વાત કરીએ તો અંદરપુરા ગામનાં બે તરુણ ઉધાલ મહુડાના તળાવમાં ડૂબ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ યુવકો અંદરપુરા ગામેથી ઉધાલ મહુડા તળાવ વિસ્તારમાં બકરા ચરાવવા ગયા હતા. અહીં તળાવમાં નાહવા જતા ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બંને તરુણના પરિવારને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

ઘરે નાહવાનું કહીને ગયા પરંતુ ખબર નહોતી કે મોત મળશે!

ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રજીત અભેસિંગ બારીયા તેમજ હાર્દિક વિજય બારીયા બંને તરુણ તળાવમાં નાહવા જઈએ છીએ તેવું ઘરે કહીને ગયા હતા. જાણકારી પ્રમાણે બન્ને તરૂણો એક જ ગામના છે. તો સ્વાભાવિક છે કે, એક જ ગામના બે તરુણના મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. અત્યારે ધાનપુર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી દીધી છે. ઘરેથી નાહવાનું કહીને ગયા હતા પરંતુ તેમને ક્યા ખબર હતી કે, બન્ને નાહવા માટે જાય છે. પરંતુ તેમને ક્યા ખબર હતી કે હવે તેઓ ક્યારે પાછા ઘરે નથી આવવાના!

પરિવાર સહિત ગ્રામજનોમાં ભારે શોકનો માહોલ

કહેવાય છે કે, મોત ક્યારેય દરવાજો ખખડાવીને નથી આવતું. પરંતુ અહીં દાહોદ (Dahod)ના ધાનપુર તાલુકાના ઉધાલ મહુડા ગામમાં બે તરૂણોનું કમોતે મોત થયું છે. ઘરેથી નાહવાનું કહીને ગયેલા બે તરૂણો ક્યારેય પાછા ઘરે આવ્યા નથી. અત્યારે આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, પોતાના સંતાનોને ખોવાના દુઃખમાં તેમની માતાએ હૈયાફાટ રૂદન કરી રહીં છે. આ સાથે સાથે સમગ્ર ગ્રામજનોમાં પણ અત્યારે ભારે શોકનો માહોલ છે.

Advertisement

આ પણ વાંચો: ગટર લાઇનની કામગીરી કરતા તંત્ર બન્યું બેદરકાર, Gujarat First એ નિભાવી જાગૃત નાગરિકની ફરજ

આ પણ વાંચો: Gujarat: ‘ખેડૂતો આ નક્ષત્રમાં વાવણી કરી લે’ અંબાલાલે વરસાદને લઈને આપી આગાહી

આ પણ વાંચો: Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક! ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ

Tags :
Advertisement

.