Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં કોર્ટ બિલ્ડિંગ પાસે યુવકની હત્યા, બે ઇસમોએ યુવકને આંતરી ઉપરા-છાપરી ચપ્પુના ઘા ઝીંક્યા

સુરતમાંથી એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અઠવાલાઇન્સ રોડ પર ધોળે દિવસે જાહેરમાં હત્યાનો બનાવ બન્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખસ હત્યા કરી નાસી છૂટ્યા હતા. સચિનનો યુવક હત્યાના આરોપસર કોર્ટમાં તારીખ માટે...
સુરતમાં કોર્ટ બિલ્ડિંગ પાસે યુવકની હત્યા  બે ઇસમોએ યુવકને આંતરી ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંક્યા

સુરતમાંથી એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. અઠવાલાઇન્સ રોડ પર ધોળે દિવસે જાહેરમાં હત્યાનો બનાવ બન્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખસ હત્યા કરી નાસી છૂટ્યા હતા. સચિનનો યુવક હત્યાના આરોપસર કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો અને પરિસરથી 100 મીટરના અંતરે જ જાહેરમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો.

Advertisement

મહત્વનું છે કે, સુરતના સચિન વિસ્તારમાં રહેતો સુરજ યાદવ આજે કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો. ત્યારે સુરજ યાદવની કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા બે યુવકો દ્વારા હુમલો કરાતા કોર્ટની બહાર જ સૂરજ યાદવ લોહી લુહાણ થઈ ગયો હતો. હુમલો કરી ફરાર થઈ ગયા બાદ ગંભીર રીતે ઘાયલ યુવકને સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

જાહેર માર્ગ પર હત્યા થઇ હોવાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ડીસીપી સાગર બાગમરે જણાવ્યું હતું કે બે ઈસમો યુવકની હત્યા કરી ફરાર થઇ ગયા છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ને તેમજ નાકાબંધી કરીને આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. યુવકની હત્યા કોણે અને કેમ કરી તે સમગ્ર મામલે તપાસ શરુ કરી દેવામાં આવી છે. તેની ડીસ્ટ્રીક કોર્ટમાં 302ના અગાઉના ગુનામાં હાજરી હતી તે દરમિયાન આ બનાવ બન્યો હતો.

Advertisement

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સચીન પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ઝડપાયેલો આરોપી આજે બપોરે કોર્ટની તારીખ હોય હાજરી આપવા બુલેટ પર આવ્યો હતો.જોકે, કોર્ટ બિલ્ડીંગની સામે જ કેબલ બ્રિજ નજીક મોપેડ આવેલા બે અજાણ્યા તેના પર ચપ્પુના ઘા ઝીંકી કેબલ બ્રિજ ચઢી ફરાર થઈ ગયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સરેઆમ બનેલી હત્યાની ઘટનાને પગલે ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : ભારે કરી, પતિએ જ પત્નીને વ્યાજખોરોના હવાલે કરી, પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા

Advertisement

Tags :
Advertisement

.