Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભૂકંપ પહેલા જ તમને થઇ જશે જાણ, Google મોકલી આપશે Alert, જાણો સંપૂર્ણ માહિતી

ધરતીકંપ આવે એટલે ઘણી જગ્યાએ મોટું નુકસાન પહોંચતું હોય છે. આ એક એવી આફત છે જે જ્યારે પણ આવે ત્યારે તે પોતાની સાથે વિનાશ લાવે છે. ભારતે છેલ્લી સદીના કેટલાક સૌથી મોટા ભૂકંપનો અનુભવ કર્યો છે. એક અહેવાલ મુજબ ભારતનો...
11:20 PM Sep 28, 2023 IST | Hardik Shah

ધરતીકંપ આવે એટલે ઘણી જગ્યાએ મોટું નુકસાન પહોંચતું હોય છે. આ એક એવી આફત છે જે જ્યારે પણ આવે ત્યારે તે પોતાની સાથે વિનાશ લાવે છે. ભારતે છેલ્લી સદીના કેટલાક સૌથી મોટા ભૂકંપનો અનુભવ કર્યો છે. એક અહેવાલ મુજબ ભારતનો અડધાથી વધુ વિસ્તાર વિનાશક ભૂકંપ માટે સંવેદનશીલ છે. ત્યારે ટેક જાયન્ટ Google એ એક એવી ટેક્નોલોજી વિકસાવી છે જેના દ્વારા તમને ભૂકંપ આવતા પહેલા તેની માહિતી મળી જશે અને તમે પોતાને સુરક્ષિત કરી શકશો.

ભૂકંપ આવે તે પહેલા તમને થઇ જશે જાણ

હવે તમે તમારો એન્ડ્રોઇડ ફોનમાં ભૂકંપ આવે તે પહેલા જ એલર્ટ જોઇ શકશો. ગૂગલે ભારતમાં એક એન્ડ્રોઇડ ભૂકંપ ચેતવણી સિસ્ટમ લોન્ચ કરી છે જે ભૂકંપ આવે ત્યારે એન્ડ્રોઇડ યુઝર્સને મફતમાં ચેતવણીઓ મોકલશે. જેથી તમે તમારા અને તમારા પ્રિયજનોનો જીવ બચાવવા માટે સમયસર પગલાં લઈ શકો. ભારતમાં એન્ડ્રોઈડ ફોન યુઝર્સને આ ઉપયોગી સુવિધા મળવા જઈ રહી છે. જણાવી દઇએ કે, ધરતીકંપ એ વિશ્વની સૌથી સામાન્ય કુદરતી આફતો પૈકીની એક છે, અને લોકોને પોતાને અને તેમના પ્રિયજનોને સુરક્ષિત રાખવા માટે તૈયાર કરવામાં મદદ કરવા માટે પ્રારંભિક ચેતવણી મહત્વપૂર્ણ બની શકે છે.

વિશ્વના ઘણા દેશોમાં આ સિસ્ટમ પહેલાથી જ કામ કરી રહી છે

જેને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) એ ​​ભારતમાં એન્ડ્રોઇડ ભૂકંપ ચેતવણી સિસ્ટમ રજૂ કરી છે. સિસ્ટમ ભૂકંપને શોધવા અને તેની આગાહી કરવા માટે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સેન્સરનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ પહેલાથી જ વિશ્વના ઘણા દેશોમાં કામ કરી રહી છે જેથી કરીને લોકોને ભૂકંપ આવે તે પહેલા એલર્ટ કરી શકાય. જો ભૂકંપ જેવી કુદરતી આફતની ઘટનાને સમયસર શોધી કાઢવામાં આવે તો જાનમાલના નુકસાનને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. આ એલર્ટ સિસ્ટમ કેવી રીતે કામ કરશે તે વિગતવાર જાણીએ.

આ એલર્ટ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

Google નું કહેવું છે કે આ સિસ્ટમ તમારા ફોનને સિસ્મોગ્રાફ તરીકે એક્સીલેરોમીટરનો ઉપયોગ કરીને મિની ભૂકંપ ડિટેક્ટરમાં ફેરવે છે. જ્યારે તમારો ફોન ચાર્જ થઈ રહ્યો હોય અને હલતો ન હોય, ત્યારે તે ધરતીકંપના પ્રથમ સંકેતને અનુભવી શકે છે. જો ફોનને ભૂકંપ જેવો ધ્રુજારીનો અનુભવ થાય છે, તો Google ના સર્વર શોધી શકે છે કે ભૂકંપ આવી રહ્યો છે કે કેમ અને ક્યાં અને તે કેટલો મજબૂત છે.

Android ભૂકંપ ચેતવણી સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તે અહીં છે

ચેતવણીઓ પ્રાપ્ત કરવા માટે, યુઝર્સ પાસે Android 5 અને તેથી વધુ અને સક્રિય Wi-Fi અથવા સેલ્યુલર ડેટા હોવો આવશ્યક છે. તમારા ડિવાઈસની સેટિંગ્સ પર જાઓ અને Android ભૂકંપ ચેતવણીઓ અને સ્થાન સેટિંગ્સ બંનેને enable કરો. આ Google ને તમારા ઉપકરણનું સ્થાન જાણવામાં અને તમારા વિસ્તારમાં સંભવિત ભૂકંપ આવે ત્યારે ચેતવણીઓ મોકલવામાં મદદ કરે છે. તમારા ઉપકરણની સેટિંગ્સમાં, સુરક્ષા અને ઈમરજન્સી વિકલ્પ શોધો. પછી, ભૂકંપ ચેતવણી પસંદ કરો અને ટૉગલ ચાલુ કરો. તમારા Android ઉપકરણ પર ભૂકંપ ચેતવણી સિસ્ટમ સક્રિય થશે, અને તમને જરૂર મુજબ ભૂકંપના અપડેટ્સ પ્રાપ્ત થશે. જે યુઝર્સ આ ચેતવણીઓ પ્રાપ્ત કરવા માંગતા નથી તેઓ તેમના ઉપકરણ સેટિંગ્સમાં ભૂકંપ ચેતવણીઓને disable કરી શકે છે.

આ પણ વાંચો - એલોન મસ્ક X પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં લાવી રહ્યા છે નવું ફીચર, આ ત્રણ કંપનીઓની વધી ટેન્શન

આ પણ વાંચો - Google Chrome માં થવા જઇ રહ્યો છે આ ફેરફાર, તમે પણ જાણી લો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
android earthquake alertearthquakeEarthquake Alertearthquake alert androidearthquake alert appearthquake alertsgoogleGoogle Earthquake AlertGoogle Earthquake Alert system
Next Article