Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

USA માં વડાપ્રધાન મોદીના આવા ફેન તમે નહીં જોયા હોય, Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ દિવસીય (21-23 જૂન) અમેરિકાના પ્રવાસે પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની આ પ્રથમ રાજ્ય મુલાકાત છે. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જઈ ચૂક્યા છે, તો...
usa માં વડાપ્રધાન મોદીના આવા ફેન તમે નહીં જોયા હોય  video

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ દિવસીય (21-23 જૂન) અમેરિકાના પ્રવાસે પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની આ પ્રથમ રાજ્ય મુલાકાત છે. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જઈ ચૂક્યા છે, તો પછી આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત શા માટે છે? 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીની આ આઠમી યુએસ મુલાકાત છે, પરંતુ આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત (PM Modi First State Visit) છે.

Advertisement

PM મોદીના જબરા ફેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની તેમની પ્રથમ રાજ્ય મુલાકાત માટે મંગળવારે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચ્યા કે તુરંત જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોએ મોદી મોદીના નારાઓ લગાવી PM નું સ્વાગત કર્યું હતું. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીના અમેરિકન પ્રવાસને લઈને ભારતીય મૂળના લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. ન્યૂયોર્કમાં વડાપ્રધાનની હોટલની બહાર મોટી સંખ્યામાં ભારતીયો એકઠા થયા હતા. લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટલની બહાર મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીના સમર્થકો તેમની રાહ જોતા જોવા મળ્યા હતા. તેમના પ્રશંસકોમાંના એક વિષ્ણુભાઈ પટેલ છે, જેઓ વડાપ્રધાન મોદીની તસવીર સાથે જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા. તેમણે આ જેકેટ દ્વારા વડાપ્રધાન મોદી પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીના આ ફેન 2014થી પોતાની કારની નંબર પ્લેટ પર 'MODI PM' લખે છે. તેમણે આ જેકેટ વિશે જણાવ્યું કે, આ જેકેટ્સ ખરેખર 2015માં ગુજરાત દિવસ દરમિયાન તૈયાર કરવામાં આવ્યા હતા. અમારી પાસે આવા 26 જેકેટ છે અને આ 26માંથી ચાર જેકેટ આજે અમેરિકામાં છે. આ એક જ રાતમાં તૈયાર કરીને ભારતથી અહીં મોકલવામાં આવ્યા છે.

Advertisement

PM મોદી કરશે US રાષ્ટ્રપતિ સાથે ડિનર

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની તેમની સત્તાવાર રાજ્ય મુલાકાતના પ્રથમ તબક્કામાં ન્યૂયોર્ક પહોંચ્યા છે. ન્યૂયોર્કની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન પ્રથમ દિવસે સીઈઓ, નોબેલ પુરસ્કાર વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યમીઓ, શિક્ષણવિદો, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોને મળશે. વડાપ્રધાન 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે યોગ દિવસની ઉજવણીમાં પણ હાજરી આપશે. અહેવાલો અનુસાર, વડાપ્રધાન મોદી યોગ કાર્યક્રમના સમાપન પછી તુરંત જ વોશિંગ્ટન ડીસી માટે રવાના થશે, જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પ્રથમ મહિલા જીલ બાઈડેન એક ખાનગી રાત્રી ભોજનનું આયોજન કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

PM મોદીની અમેરિકા મુલાકાત શા માટે છે ખાસ?

PM નરેન્દ્ર મોદીની આ રાજ્ય મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ પ્રકારની મુલાકાત માટે અમેરિકાને 6 મહિના જેટલો સમય લાગે છે. ખાસ મહેમાનને આવકારવા માટે સ્ટેટ ડિનરનું આયોજન પણ ઘણા મહિનાઓ અગાઉથી કરવામાં આવે છે. તેમના યુએસ પ્રવાસ દરમિયાન PM નરેન્દ્ર મોદી બીજી વખત યુએસ સંસદને પણ સંબોધિત કરશે. આ પહેલા માત્ર બે અન્ય વિશ્વ નેતાઓને યુએસ કોંગ્રેસને સંબોધિત કરવા માટે એકથી વધુ વખત આમંત્રણ આપવામાં આવ્યું છે. મોદી કુલ 72 કલાક અમેરિકામાં રહેશે અને આ દરમિયાન તેઓ 10 થી વધુ મોટા કાર્યક્રમો અને સભાઓમાં ભાગ લેશે.

રાજ્ય મુલાકાતનો અર્થ શું છે?

રાજ્યની મુલાકાતે જઈ રહેલા નેતાને વ્હાઇટ હાઉસ પહોંચતા જ 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે. આ સાથે વ્હાઇટ હાઉસમાં ડિનરનું આયોજન કરવામાં આવે છે અને રાજદ્વારી ભેટની આપ-લે કરવામાં આવે છે. રાજ્યની મુલાકાતે જતા મહેમાનને પેન્સિલવેનિયા એવન્યુ પરના અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટહાઉસમાં રહેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. વ્હાઇટ હાઉસે 10 મેના રોજ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ બાઈડેન અને પ્રથમ મહિલા વડાપ્રધાન મોદીને "યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર રાજ્ય મુલાકાત માટે હોસ્ટ કરશે, જેમાં 22 જૂન, 2023 ના રોજ રાજ્ય ભોજન સમારંભનો સમાવેશ થશે".

આ પણ વાંચો – વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા NEW YORK, ભારતીયો લગાવી રહ્યા છે મોદી મોદીના નારા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.