Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'યોગીની ઠોક દેંગે નીતિ...', Asaduddin Owaisi એ એનકાઉન્ટર વિશે કહી આ મોટી વાત...

યુપીના બહરાઈચમાં હિંસાનો મામલો એનકાઉન્ટરને લઈને અસદુદ્દીન ઓવૈસીએ આપી પ્રતિક્રિયા હિંસામાં એક હિન્દુનું મોત હિંસા ફેલાવનારાઓનું પોલીસે કર્યું એન્કાઉન્ટર યુપીના બહરાઈચમાં મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને ગોળીબારમાં એક યુવક રામ ગોપાલ મિશ્રાનું મોત થયું હતું. સાથે જ અનેક લોકો...
 યોગીની ઠોક દેંગે નીતિ      asaduddin owaisi એ એનકાઉન્ટર વિશે કહી આ મોટી વાત
  1. યુપીના બહરાઈચમાં હિંસાનો મામલો
  2. એનકાઉન્ટરને લઈને અસદુદ્દીન ઓવૈસીએ આપી પ્રતિક્રિયા
  3. હિંસામાં એક હિન્દુનું મોત
  4. હિંસા ફેલાવનારાઓનું પોલીસે કર્યું એન્કાઉન્ટર

યુપીના બહરાઈચમાં મૂર્તિ વિસર્જન દરમિયાન પથ્થરમારો અને ગોળીબારમાં એક યુવક રામ ગોપાલ મિશ્રાનું મોત થયું હતું. સાથે જ અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ બહરાઈચમાં મોટા પાયે હિંસા થઈ હતી. હવે પોલીસે રામ ગોપાલ મિશ્રાની હિંસા અને હત્યાના કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી 5 મુખ્ય આરોપીઓની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન, આમાંથી બે આરોપીઓને એન્કાઉન્ટરમાં પણ ઠાર કરવામાં આવ્યા હતા. હવે AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) આ એન્કાઉન્ટરની ઘટના પર ગુસ્સે થયા છે.

Advertisement

ઓવૈસીએ શું કહ્યું?

AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)એ ગુરુવારે કહ્યું હતું કે પોલીસ સાથે બહરાઇચ હિંસાના આરોપીઓના "એન્કાઉન્ટર" વિશે સત્ય જાણવું મુશ્કેલ નથી. યોગીની “ઠોક દેંગે” નીતિ વિશે બધા જાણે છે. ઓવૈસીએ વધુમાં કહ્યું કે, જો પોલીસ પાસે આટલા પુરાવા હોત તો આરોપીઓને કાયદાકીય સજા અપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોત.

Advertisement

આ પણ વાંચો : Bahraich Encounter : કેવી રીતે થયું બહરાઈચ એન્કાઉન્ટર, પોલીસે જણાવી સમગ્ર ઘટના

એન્કાઉન્ટર ડરાવવા માટે કરાયો - અખિલેશ

રામ ગોપાલ મિશ્રાની હત્યાના આરોપીઓના એન્કાઉન્ટર પર સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે બહરાઈચની ઘટના વહીવટી નિષ્ફળતા હતી. અખિલેશે કહ્યું કે, સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે એન્કાઉન્ટરનું આયોજન કરી રહી છે. અખિલેશે કહ્યું કે જો એન્કાઉન્ટરને કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી હોત તો યુપી મોટાભાગના રાજ્યો કરતાં ઘણું આગળ હોત. અખિલેશ યાદવે કહ્યું છે કે, એન્કાઉન્ટર અને અડધુ એન્કાઉન્ટર ડરાવવા માટે છે.

Advertisement

આ પણ વાંચો : Delhi : વિદેશ મંત્રાલય Justin Trudeau પર ભડક્યું, કહ્યું- પુરાવા બતાવો અને પછી...

અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ...

બહરાઈચ હિંસા અને હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોના નામ મોહમ્મદ ફહીમ, મોહમ્મદ તાલિબ ઉર્ફે સબલુ, મોહમ્મદ સરફરાઝ, અબ્દુલ હમીદ અને મોહમ્મદ અફઝલ છે. જેમાંથી મોહમ્મદ સરફરાઝ અને મોહમ્મદ તાલિબ ગુરુવારે થયેલા એન્કાઉન્ટરમાં ઘાયલ થયા હતા. બંનેએ પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ જવાબી ફાયરિંગમાં બંનેને ગોળી વાગી.

આ પણ વાંચો : Assam : વધુ એક ટ્રેનનો અકસ્માત, અગરતલા-લોકમાન્ય તિલક ટ્રેન પાટા પરથી ઉતરી

Tags :
Advertisement

.