Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવા સંસદ ભવનની સામે કુસ્તીબાજોએ વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું, જાણો ક્યારે કરશે

દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોએ મંગળવારે ફરી એકવાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ કાઢી હતી. ટોચના કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક,...
નવા સંસદ ભવનની સામે કુસ્તીબાજોએ વિરોધ પ્રદર્શન કરવાનું એલાન કર્યું  જાણો ક્યારે કરશે

દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોએ મંગળવારે ફરી એકવાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ કાઢી હતી. ટોચના કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ વગેરે કૂચનું નેતૃત્વ કરી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સામાન્ય લોકોએ ભાગ લીધો હતો. વળી આ માર્ચમાં ખાપના પ્રતિનિધિ, પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ કેન્ડલ માર્ચમાં હાજર હતા.

Advertisement

કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ ઉઠાવી હતી. કેન્ડલ માર્ચ બાદ મહિલા કુસ્તીબાજોએ એલાન કરતા કહ્યું કે, 28 મેના રોજ નવી સંસદની સામે મહિલા મહાપંચાયત યોજાશે.

Advertisement

આ દરમિયાન કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે, અમારી બહેનોનું સન્માન અમારા માટે જીવ કરતા પણ વધારે છે. જ્યાં સુધી અમારી બહેન-દીકરીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન આમ જ ચાલુ રહેશે. ઘણા લોકો આ ચળવળને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, તેથી હું તમને વિનંતી કરું છું કે તમે અમને આ રીતે સમર્થન આપતા રહો.

વિનેશ ફોગાટે કહ્યું કે, અમારા વડીલોએ નક્કી કર્યું છે કે 28 મેના રોજ નવા સંસદ ભવન સામે મહિલા મહાપંચાયત યોજાશે. આ મહાપંચાયતનું નેતૃત્વ માત્ર મહિલાઓ કરશે પરંતુ યુવાનો પણ અમારી સાથે હશે. વિનેશ ફોગાટે કહ્યું કે વિરોધ શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે.

Advertisement

રેસલર સાક્ષી મલિકે લોકોને અપીલ કરતા કહ્યું કે, આ દેશની દીકરીઓની લડાઈ છે જેમાં તમારે બધાએ અમારો સાથ આપવાનો છે જેથી અમને ન્યાય મળી શકે. જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી હજારો લોકોએ ન્યાય માટે કૂચ શરૂ કરી હતી. આજે અમારા આંદોલનને એક મહિનો પૂરો થયો છે, પરંતુ હજુ સુધી અમને ન્યાય મળવાની કોઈ આશા દેખાતી નથી.

ઉલ્લેખનીય છે કે, 28 મે, રવિવારે ભારતીય લોકશાહીમાં એક નવો ઈતિહાસ લખાવા જઇ રહ્યો છે. આ દિવસે દેશને તેની નવી સંસદ ભવન મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ હવેથી ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા સાંસદો અને પાર્ટીઓએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ ભૂતપૂર્વ સ્પીકર અને લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોને આમંત્રણ પત્રો મોકલવામાં આવ્યા છે. આ સાથે બંને ગૃહના તમામ સભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે. કોલ ડિજિટલ અને ફિઝિકલ બંને માધ્યમથી મોકલવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પણ તેમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સાથે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ પણ આ કાર્યક્રમમાં હાજર રહી શકે છે.

આ પણ વાંચો - RBI ના નિર્ણય બાદ જ્વાળામુખી મંદિરમાં એક ભક્તે ચઢાવી રૂ.2000 ની 400 નોટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.