Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પહેલવાન ગીતા ફોગાટની દિલ્હી પોલીસે કરી ધરપકડ, ટ્વીટ કરી આપી આ માહિતી

દિલ્હીના જંતર-મંતર પર પહેલવાનોના વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા આવેલા પહેલવાન ગીતા ફોગાટની દિલ્હી પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે. જણાવી દઇએ કે, જંતર-મંતર પર વિરોધ કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં દિલ્હી જઈ રહેલી પહેલવાન ગીતા ફોગાટ તેના પતિ સાથે...
પહેલવાન ગીતા ફોગાટની દિલ્હી પોલીસે કરી ધરપકડ  ટ્વીટ કરી આપી આ માહિતી

દિલ્હીના જંતર-મંતર પર પહેલવાનોના વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા આવેલા પહેલવાન ગીતા ફોગાટની દિલ્હી પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે. જણાવી દઇએ કે, જંતર-મંતર પર વિરોધ કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં દિલ્હી જઈ રહેલી પહેલવાન ગીતા ફોગાટ તેના પતિ સાથે જંતર-મંતર આવી રહી હતી. સિંઘુ બોર્ડર પર પોલીસે ગીતા ફોગાટની ધરપકડ કરી. તેના પતિ પવન સરોહા જંતર-મંતર જઈ રહ્યા હતા, તેની માહિતી ગીતા ફોગાટે પોતે ટ્વિટ કરીને આપી હતી.

Advertisement

રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજોની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જણાવી દઇએ કે, દિલ્હીના જંતર-મંતર પર દેશના ઘણા ટોચના પહેલવાનો ધરણા પર બેઠા છે. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ઓલિમ્પિક મેડલિસ્ટ સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને કોમનવેલ્થ મેડલિસ્ટ વિનેશ ફોગાટ કરી રહ્યા છે. કુસ્તીબાજોએ દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, બુધવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે તેની સાથે ખરાબ વર્તન કર્યું. પોલીસ દળના પુરુષો દ્વારા મહિલા પહેલવાનો સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. જેના સમર્થનમાં પહેલવાન ગીતા ફોગાટ તેના પતિ સાથે પહોંચે તે પહેલા તેની ધરપકડ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવી છે. અહીંથી બંનેને બવાના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા ગીતાએ ટ્વિટર પર લખ્યું હતું કે હું જંતર-મંતર જઈ રહી છું.

Advertisement

ઉલ્લેખનીય છે કે, બુધવારે રાત્રે જંતર-મંતર પર થયેલા હંગામા બાદ પહેલવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કુસ્તીબાજોનો આરોપ છે કે બુધવારે રાત્રે વિરોધ કરી રહેલા પહેલવાનો પર દિલ્હી પોલીસે હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં કેટલાક પહેલવાનોને માથામાં ઈજા પણ થઈ છે. આ ઘટના બાદ વિનેશ ફોગાટે જાહેરાત કરી છે કે કુસ્તીબાજો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીતેલા તમામ મેડલ પરત કરશે. વિરોધ કરી રહેલા પહેલવાનોનો આરોપ છે કે પોલીસે પહેલા ત્યાંથી બધાને બળજબરીથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને બાદમાં તેમની પર હુમલો કર્યો. વાસ્તવમાં લડાઈ ફોલ્ડિંગ બેડની હતી. પહેલવાનોને ફોલ્ડિંગ બેડ માટે પરમિટ જોઈતી હતી, જ્યારે પોલીસ તેના માટે તૈયાર નહોતી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મધ્યરાત્રિના આ ડ્રામા બાદ દિલ્હી મહિલા આયોગ સ્વાતિ માલીવાલ, દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને ધારાસભ્ય કુલદીપ સહિત અનેક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટનું મેડલ પરત કરવાનું એલાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.