વિશ્વનો નંબર-1 વિકેટકીપર Adam Gilchrist એ આપ્યું ચોંકાવનારૂ નામ
- એડમ ગિલક્રિસ્ટે ક્રિકેટની દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા
- ગિલક્રિસ્ટે લાંબા સમયથી વિશ્વનો નંબર-1 વિકેટકીપર
- મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વનો બીજો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર
Adam Gilchrist:ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના મહાન વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે (Adam Gilchrist)ક્રિકેટની દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેને લાંબા સમયથી વિશ્વનો નંબર-1 વિકેટકીપર માનવામાં આવે છે. તેણે તેની કારકિર્દીમાં 3 વર્લ્ડ કપ રમ્યા અને ત્રણેય વખત ટાઇટલ જીતવામાં સફળ રહ્યો. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2008માં રમી હતી. 52 વર્ષીય ગિલક્રિસ્ટે પોતાનો ફેવરિટ ઓલ ટાઈમ ટોપ-3 વિકેટકીપર બેટ્સમેન પસંદ કર્યો છે. તેમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનું (MS Dhoni) પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના આ મહાન વિકેટકીપરને જ્યારે પૂછવામાં આવ્યું કે તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર કોને માને છે તો એડમ ગિલક્રિસ્ટે ચોંકાવનારો જવાબ આપ્યો.
ધોની, સંગાકારા નહીં આ ખેલાડી છે નંબર 1 વિકેટકીપર
એડમ ગિલક્રિસ્ટે ટીમ ઈન્ડિયાના મહાન વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને વિશ્વનો બીજો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર ગણાવ્યો હતો. આ સાથે જ ગિલક્રિસ્ટે શ્રીલંકાના દિગ્ગજ વિકેટકીપર કુમાર સંગાકારાને વિશ્વનો ત્રીજો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર ગણાવ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના વિકેટકીપરે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર રોડની માર્શનું નામ વિશ્વના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર તરીકે લીધું હતું.
🚨Adam Gilchrist On Border-Gavaskar trophy prediction and his favourite wicket keeper.
“"Rodney Marsh, he was my idol. That's who l wanted to be. MS Dhoni, I like his coolness. He did it in his way, always calm”
"Onus is on Australia to prove they are the dominant force at… pic.twitter.com/uaROjyQxQH
— SportsOnX (@SportzOnX) August 21, 2024
આ પણ વાંચો -કરુણ નાયરની તોફાની સદી, 48 બોલમાં ફટકાર્યા 124 રન
રોડની માર્શને આઇડલ માને છે ગિલક્રિસ્ટ
ગિલક્રિસ્ટે રોડની માર્શને પોતાનો આઈડલ ગણાવ્યો અને કહ્યું કે તે પણ રોડની માર્શ જેવો બનવા માંગે છે. આ સાથે જ એડમ ગિલક્રિસ્ટે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કૂલ ગણાવ્યો અને કહ્યું કે તેને ધોનીની ઠંડક પસંદ છે. સંગાકારા માટે, ગિલક્રિસ્ટે કહ્યું કે તે દરેક બાબતમાં ઉચ્ચ ગુણવત્તાનો છે, પછી તે ટોપ ઓર્ડરમાં બેટિંગ હોય કે તેની વિકેટ કીપિંગ. સંગાકારા દરેક બાબતમાં શાનદાર હતો.
Adam Gilchrist said, "MS Dhoni is one of my Top 3 wicketkeeper batters of all time. I like MS' coolness. He's always calm". (TOI). pic.twitter.com/A8Ho2q5Nw0
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 21, 2024
આ પણ વાંચો -Womens T20 WC 2024: બાંગ્લાદેશ પાસેથી છીનવાઈ યજમાની, ICCની મોટી જાહેરાત
રોડની માર્શ કોણ છે?
રોડની માર્શે 1970 થી 1984 વચ્ચે ઓસ્ટ્રેલિયા માટે કુલ 96 ટેસ્ટ અને 92 ODI મેચ રમી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 3633 રન બનાવ્યા છે જેમાં 3 સદી અને 16 અડધી સદી સામેલ છે. જ્યારે રોડની માર્શે ODI ક્રિકેટમાં 1225 રન બનાવ્યા છે. જેમાં તેણે 4 અડધી સદી ફટકારી છે. રોડનીએ ટેસ્ટ ક્રિકેટમાં કુલ 343 કેચ અને 12 સ્ટમ્પિંગ કર્યા છે. રોડની માર્શે ODI મેચમાં 124 કેચ અને 4 સ્ટમ્પિંગ કર્યા છે.
#AdamGilchrist named Rodney Marsh, MS Dhoni, and Kumar Sangakkara as the top three wicketkeeper-batters that he has seen. pic.twitter.com/EaFlZ19510
— Circle of Cricket (@circleofcricket) August 21, 2024
આ પણ વાંચો -યુવરાજ સિંહનો તૂટ્યો રેકોર્ડ, આ બેટ્સમેને ફટકાર્યા એક જ ઓવરમાં 39 રન
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાને સપોર્ટ કર્યો
એડમ ગિલક્રિસ્ટે આ વર્ષના અંતમાં રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયન ટીમનું સમર્થન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આ ટ્રોફીની છેલ્લી 2 આવૃત્તિઓ કબજે કરી હતી. આ વખતે ટીમ હેટ્રિક ફટકારવાની તૈયારી કરી રહી છે. એડમ ગિલક્રિસ્ટે કહ્યું કે આ વખતે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે. ઓસ્ટ્રેલિયાને સાબિત કરવાની જવાબદારી તેમની છે કે તેઓ ઘરની ધરતી પર મજબૂત છે. સાથે જ ભારત વિદેશમાં કેવી રીતે જીતવું તે પણ સારી રીતે જાણે છે. સ્વાભાવિક રીતે તે કહેશે કે આ વખતે ઓસ્ટ્રેલિયા જીતશે.