WORLD CUP 2023 : આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને શુભમન ગિલ તોડશે માસ્ટર સચિનનો આ મોટો રેકોર્ડ, પેસર શામી પણ વિકેટ્સ લઈ બદલી શકે છે ઇતિહાસ
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આજે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ સાથે તેના ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમે જો વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરવી હોય તો ભારતે શુરૂઆત થી જ પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડવું પડશે . ભારતે છેલ્લે 2011 માં વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારથી ટીમે માત્ર એક જ ICC ટાઇટલ જીત્યું છે - 2013 ચેમ્પિયન્સ ટ્રોફી. ત્યાર બાદથી ભારત હમેશા એક ICC ટ્રોફીની તલાશમાં જ રહ્યું છે . આ વર્લ્ડ કપની યજમાની ભારત પોતે કરી રહ્યું છે ત્યારે ભારત પાસે ચોક્કસપણે મોકો છે વિશ્વ વિજેતા બનવાનો. રોહિત શર્મા એન્ડ કંપની વર્લ્ડ કપ માટે તેમની ઝુંબેશ શરૂ કરે તે પહેલાં ચાલો આ મેગા ઇવેન્ટ દરમિયાન ટીમના ખેલાડીઓ કેવા રેકોર્ડ્સ તોડી શકે છે તેની સૂચિ પર એક નજર કરીએ :
1 - ભારતીય ટીમના કપ્તાન રોહિત રોહિત શર્મા આ વર્લ્ડ કપ દરમિયાન એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. વર્લ્ડ કપમાં સૌથી વધી શતક મારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકર પોતે 6 વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂક્યા છે ( 1992, 1996, 1999, 2003, 2007 અને 2011 ) . આ 6 વર્લ્ડ કપમાં સચિન કુલ 45 મેચ રમ્યા છે જેમાં તેઓ 6 સેંચુરી લગાવી ચૂક્યા છે જ્યારે રોહિત શર્મા ફક્ત 2 વર્લ્ડ કપમાં ( 2015, 2019) 17 જ મેચ રમીને 6 શતક લગાવી સચિનના રેકોર્ડની બરાબરી કરી ચૂક્યા છે. રો-સુપર હિટ શર્મા હવે એક જ શતક પાછળ છે વર્લ્ડ કપમાં સૌથી વધારે શતક કરનાર બેટ્સમેન બનવા માટે. ભારતીય ફેંસ એ જ આશા લગાવીને બેઠા છે કે કપ્તાન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ મેચમાં શતક બનાવી ભારતને જીત અપાવે અને વર્લ્ડ કપ રેકોર્ડની મોટી સિદ્ધિ પોતાના નામે કરે.
2 - રોહિત શર્મા ફક્ત શતકનો જ નહીં પરંતુ સિક્સરનો રેકોર્ડ પણ આ વર્લ્ડ કપમાં પોતાના નામે કરવા જઈ રહ્યા છે. રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બનવાથી માત્ર ત્રણ સિક્સર દૂર છે. હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર મારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સુપ્રસિદ્ધ ઓપનર ક્રિસ ગેલના નામે છે જેઓ કુલ 553 સિક્સર ફટકારી ચૂક્યા છે.
3 - રોહિત શર્મા બાદ ભારતના બીજા ઓપનર યુવા શુભમન ગિલ પણ આ વર્લ્ડ કપમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ગિલનું પર્ફોમન્સ આ વર્ષમાં ઘણું આકર્ષક રહ્યું છે. તેણે આ વર્ષમાં હજી સુધી ફક્ત 20 ODI માં 1230 રન ફટકર્યા છે. તેણે હવે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવા માટે વધુ 665 રનની જરૂર છે, જો ગિલ આવુ કરવામાં શક્ષમ રહેશે તો તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર જેઓ એક વર્ષમાં 1,894 રન બનાવી ચૂક્યા છે તેમને પાછળ છોડી દેશે,અને તે કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.
4 - બેટિંગ બાદ હવે જાણીએ બોલિંગમાં ભારતીય ખેલાડીઓ કેવા રેકોર્ડ તોડી શકે છે. ભારતીય સીમર મોહમ્મદ શમી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બનવાથી 13 વિકેટ દૂર છે. જો આ વર્લ્ડ કપમાં શામી 13 કે તેનાથી વધારે વિકેટ્સ લેશે તો તે ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથ જેમને વર્લ્ડ કપમાં ભારત માટે 44 વિકેટ્સ ઝડપી છે તેમને તે પાછળ છોડી દેશે.
આ પણ વાંચો --રાજકોટના ખંઢેરી સ્ટેડિયમનું બદલાયું નામ,જાણો કયા નામથી ઓળખાશે