Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WORLD CUP 2023 : વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની શાનદાર શૂરૂઆત, અફઘાનિસ્તાનનો ટાર્ગેટ ફક્ત 34.4 ઓવરમાં પૂરો કરી મેળવી જીત

વર્લ્ડ કપ 2023માં આજે બે એશિયન ટીમ વચ્ચેની જંગ હતી, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેમાં બાંગ્લાદેશે વિજય મેળવી વર્લ્ડ કપ 2023માં શાનદાર શરૂઆત કરી છે. બાંગ્લાદેશે શનિવારે તેની પ્રથમ લીગ મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. ધર્મશાલાના મેદાનમાં બાંગ્લાદેશે ટોસ જીતીને...
world cup 2023   વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની શાનદાર શૂરૂઆત  અફઘાનિસ્તાનનો ટાર્ગેટ ફક્ત 34 4 ઓવરમાં પૂરો કરી મેળવી જીત

વર્લ્ડ કપ 2023માં આજે બે એશિયન ટીમ વચ્ચેની જંગ હતી, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેમાં બાંગ્લાદેશે વિજય મેળવી વર્લ્ડ કપ 2023માં શાનદાર શરૂઆત કરી છે. બાંગ્લાદેશે શનિવારે તેની પ્રથમ લીગ મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. ધર્મશાલાના મેદાનમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અફઘાનિસ્તાનને પોતાની ધારદાર બોલિંગના આધારે 37.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી બાંગ્લાદેશે 34.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આસાનીથી આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાજ (73 બોલમાં 57, પાંચ ચોગ્ગા) અને નઝમુલ હુસૈન શાંતો (83 બોલમાં અણનમ 59, ત્રણ ચોગ્ગા, એક સિક્સર)એ અડધી સદી ફટકારી હતી. બાંગ્લાદેશની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર તંજીદ હસન 5 રન બનાવીને રનઆઉટ થયો હતો અને લિટન દાસ ફક્ત 13 રન બનાવી પવેલીયન તરફ પાછો ફર્યો હતો. લિટનને સાતમી ઓવરમાં ફઝલહક ફારૂકીએ બોલ્ડ કર્યો હતો પરંતુ ત્યાર મિરાજ અને નઝમુલે પારી સંભાળી હતી તેમના વચ્ચે ત્રીજી વિકેટ માટે 97 રનની ભાગીદારી થઈ હતી. મિરાજ 124ના કુલ સ્કોર પર નવીન ઉલ હકનો શિકાર બન્યો હતો. કેપ્ટન શકીબલ અલ હસને ત્યાર બાદ 14 રન ઉમેર્યા અને મુશ્ફિકુર રહીમ 2 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Advertisement

બાંગ્લાદેશની ફીરકી સામે સસ્તામાં નિપટી ગયું અફઘાનિસ્તાન 

આ બાજુ અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે (62 બોલમાં 47) બનાવ્યા હતા. ઈબ્રાહિમ ઝદરાન (22) અને અઝમતુલ્લા ઉમરઝાઈ (22) મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. રહમત શાહ અને કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 18-18 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાનના પાંચ ખેલાડીઓ તો બે ડિજિટ વાળ આંકડાને સ્પર્શી પણ શક્યા ન હતા. રાશિદ ખાને 9 રન અને મોહમ્મદ નબીએ 6 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી સુકાની શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાજે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. શરીફુલ ઈસ્લામે બે જ્યારે તસ્કીન અહેમદ અને મુસ્તાફિઝુરે એક-એક વિકેટ લીધી હતી.

Advertisement

25 વર્ષીય યુવા ઓલ રાઉંડર બન્યો મેન ઓફ ધ મેચ  

આ મેચમાં મહેંદી હસન મીરાજને તેના શાનદાર ઓલ રાઉંડ પર્ફોમન્સ માટે મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. મિરાજે પહેલા બોલિંગ થી પોતાનો જલવો દેખાડ્યો હતો . જેમાં મીરાજે 9 ઓવરમાં ફક્ત 25 રન આપીને 3 વિકેટ્સ ઝડપી હતી અને ત્યાર બાદ બેટિંગમાં 3 નંબર ઉપર આવીને શાનદાર 73 બૉલમાં 5 ચોક્કાની મદદથી 57 રન ફટકાર્યા હતા.

Advertisement

આ પણ વાંચો --ભારતીય ક્રિકેટ ટીમે સર્જ્યો ઇતિહાસ, એશિયન ગેમ્સમાં પ્રથમ જ પ્રયાસમાં હાસિલ કર્યો “ગોલ્ડ”

Tags :
Advertisement

.