Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

WORLD CUP 2023 : વર્લ્ડ કપ પહેલા આવ્યા મોટા સમાચાર, નહીં યોજાય હવે ભવ્ય ઓપનિંગ સેરેમની

વર્લ્ડ કપ 2023 ને હવે જ્યારે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઓપનિંગ મેચ પહેલા યોજાનારી ઓપનિંગ સેરેમની આ વખતે કેન્સલ કરવામાં આવી છે. શરૂઆતમાં એવા અહેવાલો...
12:38 PM Oct 04, 2023 IST | Harsh Bhatt
વર્લ્ડ કપ 2023 ને હવે જ્યારે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઓપનિંગ મેચ પહેલા યોજાનારી ઓપનિંગ સેરેમની આ વખતે કેન્સલ કરવામાં આવી છે. શરૂઆતમાં એવા અહેવાલો આવેલ હતા કે ‘કેપ્ટન ડે’ ઈવેન્ટ પછી અમદાવાદના  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ઉદ્ઘાટન મેચ પહેલા ભવ્ય રીતે ઉદ્ઘાટન સમારોહ યોજાશે, પરંતુ મળતા અહેવાલો અનુસાર હવે એવું નથી. તમને જણાવી દઈએ કે આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના સ્ટાર કલાકારો અને ગાયકો ભાગ લેવાના હતા જેમાં રણવીર સિંહ, વરુણ ધવન, અરિજિત સિંહ, તમન્ના ભાટિયા, શ્રેયા ઘોષાલ અને આશા ભોંસલે જેવા ભારતના દિગ્ગજોનો ભાગ લેવાના હતા. પરંતુ, મળતા રિપોર્ટ અનુસાર હવે  બુધવારે માત્ર કેપ્ટનની મીટ યોજાશે. આ મીટમાં તમામ દસ ટીમોના કેપ્ટન ભાગ લેશે. કેપ્ટનના કાર્યક્રમ બાદ આકર્ષક લેસર શોનું આયોજન કરાશે. હવે ઉદઘાટન સમારોહ રદ્દ થયા બાદ બીસીસીઆઈએ તેનો પ્લાન બી તૈયાર કરી નાખ્યો  છે. આ અંતર્ગત BCCI દ્વારા અન્ય ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ હોઈ શકે છે BCCI નો પ્લાન B  
મળતી જાણકારી અનુસાર, BCCI ભારત-પાકિસ્તાન મેચના દિવસે એક મોટા ફંકશનનું આયોજન કરી શકે છે, અને આ ઈવેન્ટ મેચના સમય પહેલા એટલે કે 2 વાગ્યા પહેલા તેનું આયોજન થઈ શકે છે. તે જ સમયે, વૈકલ્પિક યોજના હેઠળ 19 નવેમ્બરે રમાનારી ફાઈનલના દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સમાપન સમારોહનું પણ આયોજન કરવામાં આવી શકે છે. અહેવાલો અનુસાર, આ વૈકલ્પિક યોજનાનું પ્રેઝન્ટેશન બીસીસીઆઈના ટોચના અધિકારીઓને હાલ બતાવવામાં આવ્યું છે.
12 વર્ષ બાદ ભારત બન્યું વર્લ્ડ કપનું યજમાન 
જ્યારે વર્લ્ડ કપ પહેલાની મોટા ભાગની વોર્મ-અપ મેચો વરસાદના વિઘ્નના કારણે ધોવાઈ ગઈ છે, પરંતુ મુખ્ય ટુર્નામેન્ટના રાઉન્ડની મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે. આ સમયગાળા દરમિયાન 10 સ્થળો ઉપર 48 મેચો રમાશે, જેમાંથી 43 મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે જ્યારે 5 મેચ સવારે 10:30 વાગ્યે રમાશે. ભારત છેલ્લે વર્ષ 2011માં વર્લ્ડ કપનું યજમાન બન્યું હતું જેમાં ભારતની સાથે બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ  સહભાગી હતા. વર્ષ 1987 માં રમાયેલ વર્લ્ડ કપનું આયોજન ભારત-પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું, જ્યારે 1996 વર્લ્ડ કપનું આયોજન ભારત-પાકિસ્તાન અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ પહેલીવાર છે કે જ્યારે ભારત પોતે એકલા હાથે  મેગા ટૂર્નામેન્ટનું સંપૂર્ણપણે આયોજન કરવા જઈ રહ્યું છે.
કેપ્ટન મીટમાં ભાગ લેશે આ 10 ટીમના સુકાની 
India: Rohit Sharma
Australia: Pat Cummins
Pakistan: Babar Azam
England: Jos Buttler
New Zealand: Kane Williamson
South Africa: Temba Bavuma
Sri Lanka: Dasun Shanaka
Bangladesh: Shakib Al Hasan
Afghanistan: Hashmatullah Shahidi
Netherlands: Scott Edwards
આ પણ વાંચો --WORLD CUP 2023 માં આ ખેલાડીઓને નહી મળે રમવાની તક, એક છે ભારતનો ઓલરાઉન્ડર
Tags :
CAPTAIN MEETICC WORLDCUP 2023IndiaNarendra Modi Stadiumopening ceremony
Next Article