UP : Lion અને Tiger કરતાં પણ વધુ ખતરનાક થયા Wolves, દોઢ મહિનામાં 7 ના મોત...
- UP બહરાઈચ જિલ્લામાં વરુઓએ આતંક
- વરુના હુમલામાં જિલ્લામાં વધુ એક બાળકનું મોત
- અત્યાર સુધીમાં કુલ 7 લોકોના થયા મોત
ઉત્તર પ્રદેશ (UP)ના બહરાઈચ જિલ્લામાં વરુ (Wolves)ઓએ આતંક મચાવ્યો છે. સોમવારે રાત્રે વરુના હુમલામાં જિલ્લામાં વધુ એક બાળકનું મોત થયું છે. આ ઘટનામાં ત્રણ બાળકો પણ ઘાયલ થયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે છેલ્લા દોઢ મહિનામાં વરુના હુમલાથી છ બાળકોના મોત થયા છે. વરુ (Wolves)ના હુમલાથી મચેલા ખળભળાટ વચ્ચે ડીએમ, એસપી અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ આ વિસ્તારનો સતત પ્રવાસ કરી રહ્યા છે.
વરુઓ દ્વારા 5 વર્ષના બાળકની હત્યા...
એક અધિકારીએ માહિતી આપી છે કે સોમવાર અને મંગળવારની વચ્ચેની રાત્રે વરુ (Wolves)ઓએ એક ગામના ત્રણ બાળકો પર હુમલો કરીને ઘાયલ કર્યા હતા. ટીમ સલામતી માટે સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં વરુ બીજા ગામમાં પહોંચી ગયા હતા અને વરુ (Wolves)એ પાંચ વર્ષના બાળકને પોતાનો શિકાર બનાવી લીધો હતો.
આ પણ વાંચો : Champai Soren એ ભાજપમાં જોડાવવાનું કારણ જણાવ્યું, કહ્યું- 'અગાઉ મેં નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું પરંતુ...'
વરુઓએ મૃત શરીરનો 40 થી 50 ટકા ભાગ ખાધો હતો...
ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસરે માહિતી આપી છે કે બહરાઈચના મહસી તહસીલના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના બે ડઝનથી વધુ ગામોમાં ઘણી ટીમો દિવસ-રાત સતત પેટ્રોલિંગ પર છે. દરમિયાન સમાચાર મળ્યા કે છત્તરપુર ગ્રામ પંચાયતના 3, 6 અને 9 વર્ષના ત્રણ બાળકો પર વરુઓએ હુમલો કર્યો હતો. ગ્રામજનોએ તાત્કાલિક બાળકોને બચાવ્યા, પરંતુ ટીમ ત્યાં પહોંચી ત્યાં સુધીમાં પ્રાણી નજીકના ગામમાં પહોંચી ગયું અને માતા-પિતા સાથે સૂતેલા 5 વર્ષના બાળકને ઉપાડી ગયો. મંગળવારે એક ખેતરમાંથી 40 થી 50 ટકા ખાધેલા બાળકની લાશ મળી આવી હતી.
આ પણ વાંચો : Haryana Election 2024 : દુષ્યંત ચૌટાલા-ચંદ્રશેખર આઝાદ વચ્ચે ગઠબંધન, કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી?
કુલ કેટલા વરુ છે?
પોલીસ, પ્રશાસન અને જનપ્રતિનિધિઓની મદદથી વરુના ટોળાને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વરુઓએ પેટ્રોલિંગ કરતા ગામો છોડીને નવા વિસ્તારોમાં હુમલો કર્યો. હાઈ ફ્રિકવન્સી ડ્રોન કેમેરાની મદદથી વરુઓ પર નજર રાખવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ વરુ પકડાયા છે. વહીવટીતંત્ર અને વન વિભાગ હાલમાં વધુ ત્રણ વરુ હોવાની માહિતી આપી રહ્યા છે ત્યારે ગ્રામજનો દાવો કરી રહ્યા છે કે એક ડઝન વરુ છે.
આ પણ વાંચો : Kolkata Case : પોલીસે વિરોધીઓ પર લાઠીચાર્જ કર્યો, આવતીકાલે BJP એ બંગાળ બંધનું એલાન કર્યું...