Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં RCB ની હાર સાથે CSK નો આ ખેલાડી થવા લાગ્યો ટ્રોલ, જાણો શું છે કારણ

Tushar Deshpande trolls RCB : બુધવારે રમાયેલી IPL ની એલિમિનેટ મેચ (Eliminate Match) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની હાર સાથે કરોડો ફેન્સના દિલ તૂટી ગયા હતા. આ સમયે જે RCB ના ફેન નહોતા તે પણ ટીમની જીતની કામના કરી...
અમદાવાદમાં rcb ની હાર સાથે csk નો આ ખેલાડી થવા લાગ્યો ટ્રોલ  જાણો શું છે કારણ

Tushar Deshpande trolls RCB : બુધવારે રમાયેલી IPL ની એલિમિનેટ મેચ (Eliminate Match) માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની હાર સાથે કરોડો ફેન્સના દિલ તૂટી ગયા હતા. આ સમયે જે RCB ના ફેન નહોતા તે પણ ટીમની જીતની કામના કરી રહ્યા હતા. જોકે આ હાર બાદ એકવાર ફરી RCB નું IPL ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે RR સામેની મેચમાં RCB ની હાર થયા બાદ CSK નો એક ખેલાડી ખૂબ જ ટ્રેન્ડ થઇ રહ્યો હતો. જાણો તેની પાછળનું કારણ શું છે આ આર્ટિકલમાં...

Advertisement

તુષાર દેશપાંડેએ RCB ને કેવી રીતે કરી ટ્રોલ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના હાથમાંથી એકવાર ફરી IPL ટ્રોફી છીનવાઈ ગઇ છે. લક્ષ્યના આટલા નજીક આવ્યા પછી ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. RCBના ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી, CSK ખેલાડી તુષાર દેશપાંડેએ કંઈક એવું પોસ્ટ કર્યું છે જે હેડલાઈન્સમાં આવ્યું છે. 18મી મે 2024નો દિવસ કોણ ભૂલી શકે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. આવી સ્થિતિમાં, હવે જ્યારે ગઈકાલે RR સામે હાર્યા બાદ RCB પણ IPL માંથી બહાર થઈ ગઈ છે, ત્યારે ચેન્નઈના ચાહકો સોશિયલ મીડિયા પર અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે. જેમા એક CSK નો એક ખેલાડી તુષાર દેશપાંડે છે. તુષાર દેશપાંડેએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર CSK ફેન્સ ઓફિશિયલ તરફથી એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં બેંગલુરુ કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશનનું ચિત્ર દેખાય છે, બેંગલુરુ કેન્ટોન્મેન્ટનો અંગ્રેજીમાં અર્થ 'બેંગલુરુ કેન્ટ' થાય છે. બેંગલુરુ કેન્ટને બેંગલુરુ ન કરી શકે તેની સાથે જોડવામાં આવી રહ્યું છે.

Advertisement

આ વાયરલ પોસ્ટનો અર્થ શું છે?

CSKfansની આ પોસ્ટને RCBના ખરાબ પ્રદર્શન પર ટોણો મારવામાં આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુષાર દેશપાંડેએ આ શેર કરીને RCBને આડેહાથ લેવાનો પ્રયાસ કર્યો છે. જોકે બાદમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ વાયરલ પોસ્ટને બેંગલુરુ ક્યારેય ટ્રોફી ન જીતવા સાથે જોડવામાં આવી રહી છે. બેંગલુરુ કેન્ટ Bangaluru can't તરીકે પ્રદર્શિત થાય છે. જેનો અર્થ એ થયો કે બેંગલુરુ ક્યારેય ટ્રોફી જીતી શકશે નહીં.

RCBના ફેન્સે તુષાર દેશપાંડેને જડબાતોડ જવાબ આપ્યો

જો કે, અમે તમને એ પણ જણાવી દઈએ કે હવે આ પોસ્ટ તુષારના સોશિયલ મીડિયા હેન્ડલ પર દેખાતી નથી જે તેની સત્યતા પર સવાલો ઉભા કરે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ તેણે પોતે જ તેને ડિલીટ કરી દીધો છે. જોકે, તેની પોસ્ટ વાયરલ થવાની સાથે જ, RCB ચાહકોએ પણ સોશિયલ મીડિયા દ્વારા ચેન્નઈની મજાક ઉડાવવાનું શરૂ કર્યું અને તેમને 18 મેના વખાણની યાદ અપાવી જ્યારે તેમની ટીમે ધોનીની CSK ને હરાવી હતી.

Advertisement

RCB Fans reply

RCB Fans reply

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે IPLમાં RCBની સફર ઘણી રોમાંચક રહી છે. સતત 6 મેચ હાર્યા બાદ તેણે શાનદાર વાપસી કરી હતી અને સતત 6 મેચ જીતી હતી. ત્યારબાદ CSK ને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી. જોકે, તેમનો એલિમિનેટર મેચમાં પરાજય થયો છે અને આ વખતે પણ તેઓ ટ્રોફી ગુમાવી બેઠા છે. KKR પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે અને તેનો મુકાબલો હૈદરાબાદ અથવા રાજસ્થાનમાંથી કોઇ એક ટીમ સાથે થશે.

આ પણ વાંચો - RCB ની હાર સાથે આ સ્ટાર ખેલાડીની 20 વર્ષ લાંબી ક્રિકેટ કારકિર્દીનો આવ્યો અંત!

આ પણ વાંચો - RCB vs RR: બેંગલુરૂનું ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર, રાજસ્થાનની 4 વિકેટે જીત

Tags :
Advertisement

.