Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

14.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતી Aishwarya ઇન્સ્ટાગ્રામ પર માત્ર 1 ને જ ફોલો કરે છે

અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં અભિષેક બચ્ચનનું નામ અભિનેત્રી નિમરત કૌર સાથે જોડાયુ જો કે ઐશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર માત્ર અભિષેકને જ ફોલો કરે છે ઐશ્વર્યા રાય 14.3 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે Aishwarya Rai : બોલિવૂડ...
14 3 મિલિયન ફોલોઅર્સ ધરાવતી aishwarya ઇન્સ્ટાગ્રામ પર માત્ર 1 ને જ ફોલો કરે છે
  • અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં
  • અભિષેક બચ્ચનનું નામ અભિનેત્રી નિમરત કૌર સાથે જોડાયુ
  • જો કે ઐશ્વર્યા ઇન્સ્ટાગ્રામ પર માત્ર અભિષેકને જ ફોલો કરે છે
  • ઐશ્વર્યા રાય 14.3 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે

Aishwarya Rai : બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય (Aishwarya Rai) અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ હાલમાં જ અભિષેક બચ્ચનનું નામ અભિનેત્રી નિમરત કૌર સાથે જોડવામાં આવતાં તેમના સંબંધોની ચર્ચા ફરી શરૂ થઈ છે. જોકે, કપલે આ અંગે પોતાનું મૌન તોડ્યું નથી. હાલમાં જ અભિનેત્રી ઐશ્વર્યા રાયે તેની માતાના જન્મદિવસ પર અભિષેક બચ્ચન સાથેનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે ઐશ્વર્યા રાય હજુ પણ તેના પતિ અભિષેકને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

Advertisement

ઐશ્વર્યા રાય ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક વ્યક્તિને ફોલો કરે છે

14.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતી ઐશ્વર્યા રાય ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક વ્યક્તિને ફોલો કરે છે, જે છે અભિષેક બચ્ચન. છૂટાછેડાના સમાચાર હોવા છતાં, તે તેને ફોલો કરે છે. આના કારણે તેમના સંબંધો હજુ પણ સૌહાર્દપૂર્ણ રહ્યા હોવાનું જણાય છે.

આ પણ વાંચો---Aishwarya rai એ આ ફિલ્મમાં 200 કિલોની જ્વેલરી પહેરી, સુરક્ષા માટે 50 અંગરક્ષકો તૈનાત

Advertisement

આ પ્રકારની ગોસીપને રોકવી મારા હાથમાં નથી

અગાઉ નિમ્રત કૌરે ચાલી રહેલી અફવાઓને લઈને કહ્યું હતું કે, “હું ચાહે ગમે તે કરુ. લોકો તો તે જ કહેશે જે તેમને કહેવું છે. આ પ્રકારની ગોસીપને રોકવી મારા હાથમાં નથી. તેથી જ હું મારા કામ પર ધ્યાન આપવાનું પસંદ કરું છું."

Advertisement

ઐશ્વર્યા રાયે વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા

તમને જણાવી દઈએ કે અભિનેત્રી ઐશ્વર્યા રાયે વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. આ પછી તેમની પુત્રી આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ થયો હતો. લાંબા સમયથી છૂટાછેડાની અફવાઓને કારણે, ચાહકો તેમના સંબંધો જલ્દી સારા થવાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો---Bhool Bhulaiya 3 : એક નહી પણ બે મંજૂલિકા તમને ડરાવવા તૈયાર...!

Tags :
Advertisement

.