Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું Mamata Banerjee લોકસભાની ચૂંટણી એકલા લડશે? કોંગ્રેસ-TMC થયા મતભેદ

Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 'INDIA' ગઠબંધનનો એક ભાગ હોવા છતાં લોકસભા ચૂંટણીમાં અલગ સંકેત દેખાઈ રહ્યા છે. સીટોની વહેંચણીને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સંભવતઃ પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠકો પર...
શું mamata banerjee લોકસભાની ચૂંટણી એકલા લડશે  કોંગ્રેસ tmc થયા મતભેદ

Mamata Banerjee: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 'INDIA' ગઠબંધનનો એક ભાગ હોવા છતાં લોકસભા ચૂંટણીમાં અલગ સંકેત દેખાઈ રહ્યા છે. સીટોની વહેંચણીને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે, મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સંભવતઃ પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠકો પર એકલા જ લોકસભાની ચૂંટણી લડી શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈએ પાર્ટીના એક સ્ત્રોતને ટાંકીને કહ્યું કે ટીએમસીના ગઢ બીરભૂમ જિલ્લામાં બંધ બારણે સંગઠનાત્મક બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્ટીના નેતાઓને એકલા ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા કહ્યું અને બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી. વાતચીત વિશે કંઈપણ વિશે.

Advertisement

મીડિયા રિપોર્ટ પ્રમાણે પાર્ટીને એક નેતાઓ પોતાનું નામ જાહેર ના કરવાની શરતે જાણકારી આપી છે કે, અમારી પાર્ટીના પ્રમુખે સ્પષ્ટ રીતે કહ્યું છે કે, અમારે કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી અંગે વિચારવાની જરૂર નથી. તેમણે કહ્યું કે પાર્ટીએ બે સીટોની ઓફર કરી હતી પરંતુ કોંગ્રેસે ઘણી વખત 10-12 સીટોની માંગણી કરી છે.’ તમને જણાવી દઈએ કે, ટીએમસી એ ઈન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલી પાર્ટી છે.

મમતા બેનર્જીએ કોંગ્રેસને સંભળાવી દીધું

એટલું જ નહીં પરંતુ આ મામલે જાણકારી મળી છે કે Mamata Banerjee એ 10-12 લોકસભાની સીટો માટે ચાલતી ચર્ચાઓમાં થતા વિલંબ માટે કોગ્રેસની આલોચના પણ કરી હતી. અત્યારે મમતા બેનર્જીની પાર્ટીને રાજ્યમાં કોગ્રેસને માત્ર બે સીટો જ ઓફર કરી છે. તૃણમૂલનો ગઢ ગણાતા બીરભૂમ જિલ્લાના પાર્ટી યુનિટની બંધ બારણે સંગઠનાત્મક બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ આ વાત કહી. માનવામાં આવે છે કે કોંગ્રેસ આ ઓફરને નકારી શકે છે.

Advertisement

મમતા અને રાહુલ વચ્ચે મનભેદ

ઉલ્લેખનીય છે કે, અત્યારે સીટોની ફોળવણીને લઈને કોગ્રેસ અને ટીએમસી વચ્ચે મનભેદ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 10-12 લોકસભા બેઠકોની ગેરવ્યાજબી માંગણીને ટાંકીને પશ્ચિમ બંગાળમાં સીટ ફાળવણીની ચર્ચાઓમાં થતા વિલંબ માટે કોંગ્રેસને સંભળાવી દીધું હતું. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તે મતવિસ્તારોમાં તેનું સારું પ્રદર્શન હતું તે જોતાં, TMC કોંગ્રેસને માત્ર બે બેઠકો આપવા તૈયાર છે.

અધીર રંજને મમતા બેનર્જીની કરી આલોચના

આ દરમિયાન ટીએમસીના પ્રમુખ વિવેચક અને રાજ્ય કોંગ્રેસ પ્રમુખ અધીર રંજન ચૌધરી લોકસભા ચૂંટણી લડવા માટે ટીએમસી અને મમતાને સતત ટાર્ગેટ કરતા આવ્યા છે. મંગળવારે અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આલોચના કરતા કહ્યું તે, કોંગ્રેસ તેમની દયા પર ચૂંટણી નથી લડે. પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આ નિવેદનને બાબતે કહ્યું કે, આવી ટિપ્પણીઓથી કોઈ ફરક નથી પડવાનો. મમતા બેનર્જી અમારી સાથે જોડાયેલા જ છે.

Advertisement

આ પણ વાંચો: EDના વહેલી સવારે બંગાળમાં ધામા! TMC નેતા શાહજહાંના ઘરે પડી રેડ

ટિપ્પણી વિવાદ મામલે વધુંમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સીટોની ફાળવણી માટે હજી ચર્ચાઓ ચાલી રહી છે. હું અહીં ટિપ્પણી કરવા માંગતો નથી. પરંતુ મમતા બેનર્જી મારી અને અમારી પાર્ટીની ખૂબ નજીક છે. ક્યારેક આપણા નેતાઓ કંઈક કહે છે, તેમના નેતાઓ કંઈક કહે છે, અને તે ચાલે છે અને તે બધું ચાલતું રહેવાનું એ સ્વાભાવિક બાબત છે. આવી ટિપ્પણીઓથી કોઈ ફરક નહીં પડે.

Tags :
Advertisement

.