ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

‘પત્ની આપશે પતિને 10 હજારનું ભરણ પોષણ’, Bombay High Court નો મહત્વપૂર્ણ ચુકાદો

Bombay High Court: અત્યાર સુધી કોર્ટે ભરણપોષણ માટે મોટા ભાગે મહિલા તરફી જ નિર્ણય આપ્યો હોય છે. મતલબ કે, ભરણ પોષણ ભરવાની વાત આવે તો તે પુરૂષોને જ ભરવું પડે છે. પરંતુ અત્યારે એક એવા સમાચાર સામે આવ્યાં છે જેમાં...
06:03 PM Apr 11, 2024 IST | VIMAL PRAJAPATI
Bombay High Court

Bombay High Court: અત્યાર સુધી કોર્ટે ભરણપોષણ માટે મોટા ભાગે મહિલા તરફી જ નિર્ણય આપ્યો હોય છે. મતલબ કે, ભરણ પોષણ ભરવાની વાત આવે તો તે પુરૂષોને જ ભરવું પડે છે. પરંતુ અત્યારે એક એવા સમાચાર સામે આવ્યાં છે જેમાં પત્નીને ભરણ પોષણ ભરવું પડશે તેવો ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે, બોમ્બે હાઈકોર્ટે નિચલી અદાલતના ચુકાદાનો કાયમ રાખ્યો છે. જેમાં એક પત્નીને તેના બેરોજગાર પતિને મહિને 10 હજારનું ભરણ પોષણ આપવાનો ચુકાદો આપ્યો છે. આ નિર્ણય પરંપરાગત કાનૂની માન્યતાને પડકારે છે જ્યાં પતિને સામાન્ય રીતે પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપવામાં આવે છે.

પત્નીએ દલીલ કરી હતી કે તે ભરણપોષણ ચૂકવવામાં અસમર્થ છે

નીચલી કોર્ટના આદેશને પડકારતી પત્નીની અરજીના જવાબમાં હાઈકોર્ટનો આ નિર્ણય આવ્યો છે. 'લો ટ્રેન્ડ'ના એક અહેવાલ મુજબ, કોર્ટે હિંદુ લગ્ન અધિનિયમની કલમ 24 નો ઉલ્લેખ કર્યો છે, જેમાં ‘પતિ/પત્ની’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પતિ-પત્ની બંને સામેલ છે. તમને જણાવી દઈએ કે, આ કેસની કાર્યવાહી કરતા દરમિયાન કોઈ પણ પક્ષ પોતાનું ભરણ પોષણ કરવામાં અસક્ષમ હોય તો તે સામે વાળા સામે ભરણ પોષણની માંગણી કરી શકે છે. આ કિસ્સામાં, પત્નીને તેના બેરોજગાર પતિને ભરણપોષણ ચૂકવવાનો પ્રારંભિક આદેશ કલ્યાણની એક અદાલત દ્વારા 13 માર્ચ, 2020 ના રોજ જારી કરવામાં આવ્યો હતો. આ સૂચનાને પડકારતાં પત્નીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે તે ભરણપોષણ ચૂકવવામાં અસમર્થ છે.

પતિ અને પત્ની સામે કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

નોંધનીય છે કે, પત્નીએ આ ભરણ પોષણ ભરવામાં પોતાની ક્ષમતા નથી તેવું જણાવ્યું હતું જેથી તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પત્નીએ કહ્યું હતું કે, તેણે નોકરીમાંથી રાજીનામું આપ્યું છે અને હોમ લોન ચાલુ છે, અને બાળકોનું પણ તેણે જ ભરણ પોષણ કરવાનું છે. જેથી તે પતિનું ભરણ પોષણ કરી શકે તેમ નથી. તેનાથી વિપરિત, પતિના વકીલે તેની આવકનો સ્ત્રોત જાહેર કર્યા વિના પત્નીની આ ખર્ચાઓ સહન કરવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ શર્મિલા દેશમુખે બંને પક્ષોને સાંભળ્યા બાદ નીચલી અદાલતની દલીલ સાથે સહમત થયા કે જો પત્ની ખરેખર લોનની ચુકવણી અને બાળકોની સંભાળની જવાબદારી લેતી હોય તો તેણે તેની આવકનો સ્ત્રોત જાહેર કરવો પડશે. જે તે કરવામાં નિષ્ફળ રહી હતી. તેથી, કોર્ટે પત્નીને તેના બેરોજગાર પતિને દર મહિને 10,000 રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: CBI : દિલ્હી લિકર પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે. કવિતાની ધરપકડ

આ પણ વાંચો: Haryana : મહેન્દ્રગઢમાં ગોઝારો અકસ્માત, સ્કૂલ બસ પલટી જતાં 5 માસૂમ વિદ્યાર્થીઓનાં મોત

આ પણ વાંચો: Arvind Kejriwal :કેજરીવાલને વધુ એક ઝટકો! વિજિલન્સ વિભાગે PA બિભવ કુમારને હટાવ્યા

Tags :
Bombay High CourtBombay High Court judgmentBombay High Court NewsHigh Courthigh court judgmentjudgment Newsmaintenancemaintenance of environmentnational newsPayMaintenanceVimal Prajapati
Next Article