Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dadra Nagar Haveli : યુવકનું મોત અને કારણ જાણીને પોલીસ પણ ચોંકી, વાંચો અહેવાલ

અહેવાલ--રિતેશ પટેલ, સેલવાસ રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ( Dadra Nagar Haveli) ના નરોલી વિસ્તારમાં એક યુવકના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મૃતક યુવકનું ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું...
dadra nagar haveli   યુવકનું મોત અને કારણ જાણીને પોલીસ પણ ચોંકી  વાંચો અહેવાલ
અહેવાલ--રિતેશ પટેલ, સેલવાસ
રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ( Dadra Nagar Haveli) ના નરોલી વિસ્તારમાં એક યુવકના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મૃતક યુવકનું ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. જે આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી.
પારિવારિક ઝઘડામાં પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાં આવેલા ખરડપાડામાં રહેતા સુનિલ ભંડારી નામના એક યુવકને થોડા દિવસ અગાઉ સેલવાસની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારજનો યુવકને હોસ્પિટલ સુધી લાવ્યા હતા અને ત્યારબાદ પારિવારિક ઝઘડામાં પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું જણાવ્યું હતું. જોકે ફરજ પરના તબીબો એ યુવકને મૃત જાહેર કર્યો હતો.
 ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો
જોકે તબીબોને યુવકના મોત મામલે આશંકા જણાતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી આથી સેલવાસ પોલીસે મૃતદેહ નો કબજો લઈ મોતનું સાચું કારણ જાણવા મૃતદેહનું પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. શરૂઆતમાં પારિવારિક ઝઘડામાં ઇજાગ્રસ્ત થતા યુવકનું મોત થયું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જોકે પીએમ રિપોર્ટ આવતા જ યુવકના મોત મામલે ચોકાવનારો ખુલાસો થયો હતો. હકીકતમાં ખરડપાડા ના સુનિલ ભંડારી નામના યુવકનું મોત પડી જવાથી નહીં પરંતુ ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આથી સેલવાસ પોલીસ પણ ચોકી ગઈ હતી. સમગ્ર મામલે સેલવાસ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી મૃતકના હત્યારા સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પત્નીએ પ્રેમી સાથે મળી કરી હત્યા
સેલવાસ પોલીસે આ સમગ્ર મામલે મૃતક સુનિલ ભંડારીની પત્ની અને પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરી ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને મૃતક સુનિલ ભંડારીની પત્નીની ભૂમિકા અંગે શંકા થઈ હતી. પોલીસની આગવી ઢબે પૂછપરછ માં મૃતકની પત્ની ભાંગી પડી હતી અને તેના પતિના મોત મામલે સમગ્ર હકીકત પોલીસ સમક્ષ કબૂલી હતી. જે મુજબ મૃતક સુનિલ ભંડારીની હત્યા કોઈ અન્યએ નહીં પરંતુ તેણે જ તેના પ્રેમી સાથે મળીને કરી હોવાનું કબૂલ્યું હતું.
સની ભંડારી નામના યુવક સાથે આડા સંબંધો
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક સુનિલ ભંડારીની પત્નીના પડોશમાં જ રહેતા સની ભંડારી નામના એક યુવક સાથે આડા સંબંધો હતા. બનાવના દિવસે મૃતક સુનિલે તેની પત્નીને અને પડોશી સની ભંડારીને કઢંગી હાલતમાં ઘરમાં ઝડપી પાડ્યા હતા. અને ત્યારબાદ ઝઘડો થયો હતો. આથી પોતાનું પાપ છુપાવવા અને પ્રેમ સંબંધમાં આડે આવતા પતિનું કાસળ કાઢવા પ્રેમી સની ભંડારી અને પત્નીએ જ મળી અને સુનિલ ભંડારીની ગળું દબાવી અને હત્યા કરી હતી. જોકે ત્યારબાદ પારિવારિક ઝઘડામાં ઇજાગ્રસ્ત થયા હોવાનો બહાનું બતાવી સુનિલ ભંડારીને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે હવે આ મામલે ખુલાસો થતા સેલવાસ પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમી સની ભંડારીની ધરપકડ કરી બંનેને સળિયા પાછળ ધકેલી દીધા છે.
 પતિ પત્ની અને વો ની કહાનીમાં કહાનીનો અંત મોટે ભાગે કરુણ
મહત્વપૂર્ણ  છે કે આ આગાઉ પણ અનેક વખત આડા સંબંધોનો પરિણામો ખૂબ જ કરુણ અને ઘાતક આવ્યા હોવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. પતિ પત્ની અને વો ની કહાનીમાં કહાની નો અંત મોટેભાગે કરુણ જ આવે છે. ત્યારે ફરી એક વખત સેલવાસમાં બનેલી આ ઘટનામાં આડા સંબંધોનો અંજામ કરુણ આવ્યો હોવાથી અત્યારે પ્રેમી સાથે મળી પત્નીએ કરેલી પતિની હત્યાનો મામલો ચર્ચા નું કેન્દ્ર છે. સુનિલ ભંડારીના મોત મામલે સેલવાસ પોલીસે હવે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી બંનેને કડક સજા થાય તે માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.