ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડાપ્રધાન Narendra Modi નો અમેરીકાનો પ્રવાસ કેમ આટલો મહત્વનો છે? જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરીકાના પ્રવાસ ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીના અત્યાર સુધીના અમેરીકાના પ્રવાસમાં આ પ્રવાસ ખુબ મહત્વનો કેમ માનવામાં આવી રહ્યો છે? આ મુલાકાતથી દુનિયા પર શુ અસર થશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 માં...
09:43 AM Jun 19, 2023 IST | Viral Joshi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરીકાના પ્રવાસ ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન મોદીના અત્યાર સુધીના અમેરીકાના પ્રવાસમાં આ પ્રવાસ ખુબ મહત્વનો કેમ માનવામાં આવી રહ્યો છે? આ મુલાકાતથી દુનિયા પર શુ અસર થશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 માં વડાપ્રધાન બન્યા બાદ આ સાતમી વખત અમેરીકાના પ્રવાસે જઈ રહ્યાં છે જોકે આ તેમની પહેલી રાજકિય યાત્રા છે.

કેમ મહત્વનો છે વડાપ્રધાનનો અમેરીકા પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ વૈશ્વિક પરિવેશમાં ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ચીનની આક્રમક વિસ્તારવાદી નીતિઓ વચ્ચે તેને નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. અમેરીકા પણ માને છે કે ઈન્ડો પેસિફિક રિઝનમાં ચીનને કાઉન્ટર કરવા અને શાંતિ માટે ભારતનો સાથ જરૂરી છે. આ કારણે જ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને અમેરીકાના સંબંધ મજબૂત થયાં છે. વૈશ્વિક સમિકરણો વચ્ચે ચીન, ભારતને કાઉન્ટર કરવાના પ્રયાસોમાં લાગેલુ રહે છે. સાથે જ આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારત ત્રણ મહિના બાદ G20 સમ્મેલનની મેજબાની કરી રહ્યું છે.

કંઈ ડીલ છે મહત્વની

PM મોદીના US પ્રવાસમાં આ વખતે સૌથી મહત્વપૂર્ણ બિઝનેસ અને ડિફેન્સ ડીલ માનવામાં આવી રહી છે. હાલની સ્થિતિએ અમેરિકા પાસેથી 22,000 કરોડ રૂપિયાના સશસ્ત્ર ડ્રોન અને 350 ફાઈટર જેટ્સ માટે એન્જિન બનાવવા માટેની ટેક્નોલોજી ખરીદવાનો સોદો નક્કી કરવામાં આવ્યો છે. અમેરિકા પણ થોડા વર્ષોથી આ માટે લોબિંગ કરી રહ્યું હતું. આ સિવાય આ પ્રવાસમાં બંને મોરચે વધુ કેટલાક મોટા સોદા થવાની શક્યતા છે.

ઈજિપ્તની યાત્રા

PM મોદી અમેરિકાના પ્રવાસ બાદ ઇજિપ્તની પણ મુલાકાત લેશે. તેઓ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના આમંત્રણ પર મુલાકાત લઈ રહ્યા છે. અલ-સીસી આ વર્ષે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. રાજદ્વારી દૃષ્ટિકોણથી ઇજિપ્ત સાથે ભારતની નિકટતા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

અમેરીકામાં PM મોદીનો કાર્યક્રમ

રાજકીય યાત્રા કેમ મહત્વની હોય છે?

જ્યારે કોઈ દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ બીજા દેશની સત્તાવાર મુલાકાત લે છે ત્યારે તેને રાજકીય યાત્રા કહે છે. આ પ્રકારના પ્રવાસમાં સંબંધિત રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન તે દેશના રાજ્યના વડા દ્વારા રાજ્ય મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવે છે જ્યાં તેઓ મુલાકાત લેવાના હોય છે. આવી મુસાફરીનો સંપૂર્ણ ખર્ચ યજમાન દેશ દ્વારા ઉઠાવવામાં આવે છે. આ સાથે, યજમાન દેશ તેના મુલાકાતીઓને ઉચ્ચ સ્તરનું આતિથ્ય પ્રદાન કરે છે.

આ પણ વાંચો : UN માં YOGA DAY નું ભવ્ય આયોજન થશે, 180 દેશના પ્રતિનિધિઓ થશે સામેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AmericaIndiaJoe BidenKamala HarrisNarendra Modipm modius visit
Next Article