ઝારખંડ હાઈકોર્ટે MS Dhoni ને કેમ મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો
- ઝારખંડ હાઈકોર્ટે MS Dhoniને ફટકારી નોટિસ
- પૂર્વ કેપ્ટનને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી
- ધોનીએ 15 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો
MS Dhoni:ઝારખંડ હાઈકોર્ટે (Jharkhand High Court)મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ને નોટિસ (Notice)ફટકારી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી, જેમાં તેને છેતરપિંડીના કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધોનીના ભૂતપૂર્વ ભાગીદાર મિહિર દિવાકર અને સૌમ્ય દાસ અર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડમાં રોકાણકારો છે. ધોનીએ આ બન્નેની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ધોનીએ ગત 5 જાન્યુઆરીએ આ કેસ દાખલ કર્યો હતો. તેની સામે મિહિર અને સૌમ્યાએ પણ ધોનીની સામે ફરિયાદ દાખલ કરી હતી. જેની સુનાવણી ગઈકાલ 12 નવેમ્બરે થઈ હતી.
ધોનીએ 15 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો
આ વર્ષે જાન્યુઆરીમાં સૌમ્યા દાસ અને મિહિર દિવાકર, જેઓ માત્ર ધોનીના બિઝનેસ પાર્ટનર્સ જ નહીં પરંતુ એક સારા મિત્ર પણ હતા, આ બન્ને વિરુદ્ધ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni))દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં એવો આરોપ લગાવ્યો હતો કે, સૌમ્યા દાસ અને મિહિર દિવાકરે, તેના નામનો ખોટો ઉપયોગ કર્યો છે અને 15 કરોડની છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો-IND Vs SA: ત્રીજી T20માં વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન
મિહિર-સૌમ્યાની અરજીની સુનાવણી બાદ નોટિસ
મિહિર દિવાકર અને સૌમ્ય દાસે આ સમગ્ર મામલે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેઓએ રાંચીના ન્યાયિક મેજિસ્ટ્રેટના નિર્ણયને પડકાર્યો હતો. આ જ કેસની સુનાવણી હાઈકોર્ટમાં થઈ હતી. હવે જોવાનું એ રહે છે કે નોટિસ મળ્યા બાદ ધોની કેટલો સમય પોતાનો પક્ષ રજૂ કરે છે. કારણ કે તેમને કઈ તારીખ સુધીમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે અંગે કોઈ નક્કર માહિતી નથી.
આ પણ વાંચો-ભારતીય ક્રિકેટરનો દીકરો છોકરામાંથી બની ગયો છોકરી!
ધોની IPL 2025માં રમશે
IPL 2025માં રમવા માટે ધોની તૈયાર છે. ટૂંક સમયમાં ધોની આઈપીએલમાં રમવા માટેની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળશે. CSKએ તેને આગામી સિઝન માટે રૂ. 4 કરોડમાં જાળવી રાખ્યો છે.