Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટ્વિટરમાં કેમ ટ્રેન્ડ થઇ રહ્યું છે #KGF3, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

#KGF3 આજે ટ્વિટર પર ટ્રેન્ડમાં છે. KGF અને KGF2 ની સફળતા બાદ હવે દર્શકો KGF3 ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. KGF જ્યા એક તરફ હીટ થઇ હતી તો બીજી તરફ તેના બીજા પાર્ટે બોક્સ ઓફિસ પર ખૂબ જ ધમાલ...
03:38 PM Apr 14, 2023 IST | Hardik Shah

#KGF3 આજે ટ્વિટર પર ટ્રેન્ડમાં છે. KGF અને KGF2 ની સફળતા બાદ હવે દર્શકો KGF3 ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. KGF જ્યા એક તરફ હીટ થઇ હતી તો બીજી તરફ તેના બીજા પાર્ટે બોક્સ ઓફિસ પર ખૂબ જ ધમાલ મચાવી હતી. KGF ચેપ્ટર 2 થી, ચાહકો તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. KGF2 ના બીજા ભાગને રિલીઝ થવાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે, હવે નિર્માતાઓએ તેનો એક વીડિયો શેર કર્યો છે, જે પછીથી જ #KGF3 ટ્રેન્ડ કરી રહ્યો છે.

શું KGF ચેપ્ટર 3 નું ટીઝર રિલીઝ થયું?

14 એપ્રિલ 2022માં ફિલ્મ KGF Chapter2 વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થયેલી જબરદસ્ત હિટ અને સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. સમગ્ર વિશ્વમાં રોકીભાઈની KGF Chapter2 નો જાદુ એવો ચાલ્યો હતો કે ફિલ્મે ઘણા રેકોર્ડ તોડી દીધા હતા. હવે જેમણે ફિલ્મ 'KGF' ના પોસ્ટ-ક્રેડિટ સીન જોયા છે તેઓ થિયેટરોમાં ફિલ્મના ચેપ્ટર 3 ના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વળી તાજેતરમાં KGF 2 ના નિર્માતાઓએ એક વીડિયો બહાર પાડ્યો છે જે પ્રેક્ષકો દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યો છે કે તે KGF ચેપ્ટર 3 નું ટીઝર હોઈ શકે છે. જણાવી દઈએ કે આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે નહીં. તાજેતરમાં, સુપરહિટ ફિલ્મ બનાવનાર 'હોમ્બલ ફિલ્મ્સ'ના સ્થાપક 'વિજય કિરાગંદુર' એ ખુલાસો કર્યો કે 'KGF 3' 2025 માં શરૂ થશે અને 2026 પછી જ રિલીઝ થઈ શકે છે.

KGF-3 ક્યારે થશે રિલીઝ?

KGF ફિલ્મના બે ભાગ રિલીઝ થયા બાદ હવે દર્શકો ફિલ્મના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો 'KGF 3'ની ખૂબ રાહ જોઈ રહ્યા છે. કારણ કે વાર્તા જ્યાંથી સમાપ્ત થઈ હતી ત્યાંથી શરૂ થશે. 'KGF 2'માં રોકી દરિયામાં ડૂબી ગયો. હવે દર્શકો જાણવા માંગે છે કે રોકી ભાઈ જીવિત છે કે ખેલ ખતમ થઈ ગયો છે. હાલમાં 'KGF' ડાયરેક્ટર પ્રશાંત નીલ પ્રભાસ સાથેની ફિલ્મ 'સલાર'માં વ્યસ્ત છે. આ ફિલ્મ પછી તે 'KGF 3' પર કામ શરૂ કરશે. ત્યાં સુધી ચાહકોએ રાહ જોવી પડશે.

Update...

આ પણ વાંચો - ફિલ્મ આદિપુરુષનું નવું પોસ્ટર આજે થયું રિલીઝ, શ્રી રામના અવતારમાં જોવા મળ્યા પ્રભાસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
KGFkgf 3kgf 3 announcementkgf 3 full moviekgf 3 moviekgf 3 new trailerkgf 3 official teaserkgf 3 official trailerkgf 3 release datekgf 3 storykgf 3 teaserkgf 3 trailerkgf 3 trailer hindikgf 3 trailer kannadakgf 3 trailer tamilkgf 3 trailer teaserkgf 3 trailer telugukgf 3 updatekgf chapter 2kgf chapter 3kgf chapter 3 moviekgf chapter 3 official trailerkgf chapter 3 teaserkgf chapter 3 trailerkgf chapter 3 updatekgf-2
Next Article