Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કેમ લગાવી કેનાલમાં છલાંગ

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ (Pakistan Defence Minister Khawaja Asif) નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે શોર્ટ્સ પહેરીને કેનાલમાં કૂદતા જોવા મળી રહ્યા છે. (Defence Minister Khawaja Asif Viral Video)...
11:39 AM Jul 03, 2023 IST | Hardik Shah

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ (Pakistan Defence Minister Khawaja Asif) નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે શોર્ટ્સ પહેરીને કેનાલમાં કૂદતા જોવા મળી રહ્યા છે. (Defence Minister Khawaja Asif Viral Video) 73 વર્ષની ઉંમરમાં રક્ષા મંત્રી ખ્વાજાનો આટલો ઉત્સાહ જોયા બાદ લોકોની ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. વળી, તેમની છલાંગ પછી, આસપાસ ઉભેલા લોકો પણ જોરથી તાળીઓ પાડી રહ્યા છે.

ખ્વાજા આસિફનો કેનાલમાં કૂદતો મારતો વીડિયો વાયરલ

73 વર્ષીય રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પાકિસ્તાનના રક્ષા મંત્રી ડાયવરની જેમ પાણીમાં કૂદી રહ્યા છે અને નજીકમાં ઉભેલા લોકો તેમની ફિટનેસ પર તાળીઓ પાડી રહ્યા છે. જણાવી દઇએ કે, ખ્વાજા આસિફ જ્યારે પાણીમાં કૂદી પડ્યા ત્યારે ડરવા જેવું કંઈ નહોતું, છતાં તેમની ઉંમર જોઈને કેટલાક લોકો ડરી ગયા હશે. જણાવી દઈએ કે ભારત, પાકિસ્તાન અને ચીન સહિત ઘણા દેશોમાં ઉનાળો ચાલી રહ્યો છે. ચાર દિવસ પહેલા બકરી ઈદ મનાવવામાં આવી હતી અને ખ્વાજા આસિફનો આ વીડિયો તે જ દિવસનો છે. જણાવી દઇએ કે, ખ્વાજા આસિફને પાણી ખૂબ જ પસંદ છે. તે કેવી રીતે તરવું જાણે છે, તે એક સારા સ્વિમર પણ છે. આ પહેલા પણ ખ્વાજા આસિફ અનેક વખત નહેરમાં કૂદીને પોતાની હિંમત અને સાહસનું પ્રદર્શન કરી ચુક્યા છે.

રક્ષા મંત્રીએ કેમ કેનાલમાં મારી ડૂબકી

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રક્ષા મંત્રી ખ્વાજા આસિફ ઓક્ટોબરમાં સંભવિત ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમના ગામ સિયાલકોટ ગયા હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર હતા. દરમિયાન, આસિફે તેમના સમર્થકોની વચ્ચે બ્રિફ્સ અને વેસ્ટ પહેરીને કેનાલમાં કૂદી પડ્યા. તેમણે લાંબા સમય સુધી નહેરના પાણીમાં બાળકની જેમ સ્નાન કર્યું. લોકોના જણાવ્યા અનુસાર, ખ્વાજા આસિફે ગરમીથી રાહત મેળવવા માટે કેનાલમાં ન્હાવા પડ્યા હતા. ઘટના રવિવારની જણાવવામાં આવી રહી છે.

પુલ પર વાહન રોકાવી કેનાલમાં કૂદી પડ્યા આસિફ

કહેવામાં આવી રહ્યું છે કે, આસિફ ગરમીથી એટલા પરેશાન હતા કે તેમણે ડ્રાઈવરને બ્રિજ પર પહોંચતા જ વાહન રોકવા કહ્યું. આ પછી ખ્વાજાએ પોતાના કપડા ઉતાર્યા અને સમર્થકોની વચ્ચે પુલ પર ચઢીને નહેરમાં કૂદી પડ્યા. આ દિવસોમાં પાકિસ્તાનમાં ખૂબ જ ગરમી પડી રહી છે. ભેજના કારણે લોકો પરેશાન છે. જ્યારે તેમનો નહેરમાં કૂદવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે અલગ-અલગ કોમેન્ટ્સ આવવા લાગી. ઘણા લોકોએ કહ્યું કે, સંરક્ષણ મંત્રીનું આ હાસ્યાસ્પદ કૃત્ય છે. તે બેજવાબદાર હોવાની સાથે જોખમી પણ છે. તો 73 વર્ષની ઉંમરે છલાંગ મારવા બદલ ઘણા લોકોએ તેમની પ્રશંસા પણ કરી હતી.

આ પણ વાંચો - કંગાળ પાકિસ્તાનની હાલત જોઈ શાહબાઝે હાથ ઊંચા કર્યા? શું PM પદ છોડશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
canalDefence Minister Khawaja AsifKhawaja AsifKhawaja Asif jumpPakistan Defence Ministerpakistan news
Next Article