ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mahalakshmiના હત્યારાની સ્યુસાઇડ નોટ..હત્યાના અનેક ખુલ્યા રાઝ

3જી સપ્ટેમ્બરે મહાલક્ષ્મીની તેના જ ફ્લેટમાં હત્યા કરી દેવાઇ હતી ફ્રિજમાં મહાલક્ષ્મીના મૃતદેહના 30 થી 40 ટુકડા મળી આવ્યા હતા પોલીસને મૃતદેહના કુલ 59 ટુકડા મળી આવ્યા હતા શરુઆતમાં પોલીસને મહાલક્ષ્મીના પતિ હેમંત પર ગઇ શંકા હેમંતે કહ્યું કે...
10:29 AM Sep 26, 2024 IST | Vipul Pandya
Bangalore Mahalakshmi murder case pc google

Bangalore Mahalakshmi murder case : 3જી સપ્ટેમ્બરની તે સાંજ...કર્ણાટકના બેંગલુરુનો વાયાલિકાવલ વિસ્તાર… 29 વર્ષની સેલ્સવુમન મહાલક્ષ્મી (Bangalore Mahalakshmi murder case)ની તેના ફ્લેટમાં જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આટલી ભયાનક ઘટના અહીં બની હોવાની કોઈને ખબર પણ નહોતી. બધું સામાન્ય જ ચાલતું રહ્યું. ત્યારે એક દિવસ અચાનક મહાલક્ષ્મીની માતા મીના રાણા તેના ઘરે આવી પહોંચી. દીકરીનો ફોન કેટલાય દિવસોથી સ્વીચ ઓફ હતો. 21મી સપ્ટેમ્બરે મહાલક્ષ્મીનો ફ્લેટ તેમણે ખોલ્યો કે તુરત જ તેમના હોશ ઉડી ગયા હતા...

ફ્રિજમાં માનવ મૃતદેહના 30 થી 40 ટુકડા હતા

રૂમમાં લોહીના ડાઘ, માંસના નાના ટુકડા અને અન્ય વસ્તુઓ વેરવિખેર પડી હતી. દુર્ગંધ એટલી ખરાબ હતી કે ત્યાં ઊભા રહેવું પણ મુશ્કેલ હતું. બંનેએ જોયું કે ફ્રિજ પાસે લોહીના ડાઘા છે. માતા ફ્રીજ પાસે ગઈ. તેણે ફ્રીજનો દરવાજો ખોલતાં જ એક ચીસ નીકળી. અંદર માનવ મૃતદેહના 30 થી 40 ટુકડા હતા. નીચે મહાલક્ષ્મીનું કપાયેલું માથું હતું. માતાની ચીસો સાંભળીને બીજા ઘણા લોકો ત્યાં પહોંચી ગયા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસને મૃતદેહના કુલ 59 ટુકડા મળી આવ્યા

મહાલક્ષ્મીના ઘરની બહાર જાણે ભીડ ભેગી થઈ ગઈ હોય એવું લાગતું હતું. એટલામાં જ પોલીસ ત્યાં પહોંચી ગઈ. પોલીસ પોતે એ રૂમમાં ઊભા રહી શકે તેમ ન હતી. દુર્ગંધ ખૂબ જ ખરાબ હતી. ફોરેન્સિક ટીમને તપાસ માટે બોલાવવામાં આવી હતી. લોકો પણ આ ભયાનક દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા હતા. પોસ્ટ મોર્ટમ હાઉસમાંથી કેટલાક લોકોને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. પોલીસને મૃતદેહના કુલ 59 ટુકડા મળી આવ્યા હતા. સ્થળ પરથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ તપાસ શરૂ કરી હતી. મહાલક્ષ્મીનો ખૂની કોણ હતો? દરેકને આ જ જવાબ જોઈતો હતો.

આ પણ વાંચો----Bengaluru : મહાલક્ષ્મીના 30 નહી પણ 50 ટુકડા કરી ઘરમાંથી લોહી સાફ કરી દેવાયુ

મહાલક્ષ્મીના લગ્ન નેલમંગલા વિસ્તારમાં રહેતા હેમંત દાસ સાથે થયા હતા

માતા મીનાએ પોલીસને જણાવ્યું - અમે મૂળ નેપાળના ટીકાપુર વિસ્તારના રહેવાસી છીએ. હું લગભગ 35 વર્ષ પહેલા મારા પતિ ચરણ સિંહ સાથે બેંગ્લોર શિફ્ટ થઈ હતી. અમે અહીં કમાવા આવ્યા છીએ. અમને જોડિયા પુત્રીઓ હતી. મહાલક્ષ્મી અને લક્ષ્મી નામ આપ્યું હતુ. ત્યારબાદ બે પુત્રો જન્મ્યા, ઉક્કુમ સિંહ અને નરેશ. ત્યારે મહાલક્ષ્મીના લગ્ન નેલમંગલા વિસ્તારમાં રહેતા હેમંત દાસ સાથે થયા હતા.

પતિ હેમંતથી અલગ

માતાએ પોલીસને કહ્યું કે હેમંત મોબાઈલ રિપેર કરવાની દુકાન ચલાવે છે. પછી મહાલક્ષ્મીએ પણ એક મોલમાં બ્યુટી સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું. બંનેને એક પુત્રી હતી. પરંતુ વર્ષ 2023માં મહાલક્ષ્મી અને હેમંત વચ્ચે અંતર આવી ગયું. બંને અલગ થઈ ગયા. મહાલક્ષ્મી ફરી વાયલીકાવલ વિસ્તારમાં આવીને રહેવા લાગી. હું હંમેશા 15 થી 20 દિવસમાં એકવાર મહાલક્ષ્મીને મળવા આવતી હતી પરંતુ જ્યારે તેનો ફોન બંધ થયો ત્યારે અમે ટેન્શનમાં આવી ગયા. હું મારી બીજી પુત્રી સાથે તેના ઘરે આવી હતી અને મેં જોયું કે તેની લાશના ટુકડા કરવામાં આવ્યા હતા.

પતિ હેમંતે શું કહ્યું?

પોલીસે મહાલક્ષ્મીના પતિ હેમંતની પણ પૂછપરછ કરી હતી. પોલીસને શંકા હતી કે આ બધા પાછળ હેમંતનો હાથ હોઈ શકે છે. કારણ કે મહાલક્ષ્મી સાથે તેને અણબનાવ હતો. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મહાલક્ષ્મીએ પણ તેના પતિ હેમંત વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હેમંતે પોલીસને જે પણ કહ્યું તેનાથી તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હેમંતે કહ્યું- સર, મારી પત્નીનું અશરફ નામના હેર ડ્રેસર સાથે અફેર હતું. અશરફ અવારનવાર તેને ઘરે લેવા અને બાઇક પર મૂકવા આવતો હતો. તેણે મહાલક્ષ્મીની હત્યા કરી હશે.

આ પણ વાંચો---Bengaluru : મહાલક્ષ્મી કેસમાં નવો વળાંક, જેના પર હત્યાની શંકા હતી તેની ઝાડ પર લટકતી લાશ મળી...

હેમંતને બદલે અશરફ પર ધ્યાન ગયું

હવે પોલીસનું આખું ધ્યાન અશરફ તરફ ગયું. હેમંતની ફરિયાદ બાદ પોલીસે અશરફની શોધખોળ હાથ ધરી હતી. અશરફ બેંગલુરુમાં હતો અને કામ પર હતો. પોલીસ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી હતી. ત્યાં તેની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેના નિવેદનો, છેલ્લા 20 દિવસમાં તેનું લોકેશન, કોલ ડિટેઈલ રેકોર્ડ અને પ્રત્યક્ષદર્શીઓની જુબાની બાદ પોલીસે અશરફને પૂછપરછ કર્યા બાદ છોડી મૂક્યો હતો.

2જી સપ્ટેમ્બરના રોજ રાત્રે બે લોકો તેના ઘરે સ્કૂટર પર આવ્યા

આ પછી પોલીસે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી. 2જી સપ્ટેમ્બરના રોજ રાત્રે બે લોકો તેના ઘરે સ્કૂટર પર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. જોકે, ફૂટેજમાં આ બે લોકોના ચહેરા દેખાતા ન હતા. આ રીતે તપાસ ચાલુ રહી. હવે એ સ્પષ્ટ હતું કે આ હત્યામાં હેમંત કે અશરફની કોઈ ભૂમિકા નથી. તો મહાલક્ષ્મીની આટલી નિર્દયતાથી હત્યા કરનાર ત્રીજી વ્યક્તિ કોણ હતી? તપાસ ચાલુ રહી.

બેંગલુરુ પોલીસ હત્યારાના ભાઈ સુધી પહોંચી

પોલીસની ટીમો દિવસ-રાત આ કેસની બારીકાઈથી તપાસ કરતી રહી. બાદમાં તેને એક ક્લ્યુ મળી. પોલીસે હત્યારાના ભાઈને શોધી કાઢ્યો હતો. પોલીસ જેને શોધી રહી હતી તે હત્યારાનો પરિવાર પણ મુંબઈમાં રહે છે. બેંગલુરુ પોલીસ હત્યારાના ભાઈ સુધી પહોંચી હતી. હત્યારાના ભાઈએ પોલીસને જણાવ્યું કે મહાલક્ષ્મીની હત્યા બાદ તેના ભાઈએ જ તેને કહ્યું હતું કે તેણે જ મહાલક્ષ્મીની હત્યા કરી છે.

મુક્તિ રંજને આત્મહત્યા કરી

હત્યારાનું નામ મુક્તિ રંજન રોય હતું. આખરે, મુક્તિ રંજન રોય કોણ હતો અને તેણે મહાલક્ષ્મીની હત્યા શા માટે કરી? મુક્તિ ક્યાં છે? પોલીસ આ તમામ પ્રશ્નો જાણવા માંગતી હતી. કેસની તપાસ વધુ તેજ કરવામાં આવી હતી. જાણવા મળ્યું કે મુક્તિ રંજન હાલમાં ઓડિશામાં છે. પોલીસ ટીમ સતર્ક બની હતી. ત્યારબાદ 25 સપ્ટેમ્બરે પોલીસને ભદ્રક શહેરમાંથી મુક્તિ રંજન રોયનો મૃતદેહ મળ્યો હતો. મુક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને આરોપી પાસેથી એક ડાયરી અને ડેથ નોટ મળી આવી હતી. મુક્તિ રંજન ફંડી ગામનો રહેવાસી હતો અને બેંગલુરુમાં કપડાંની દુકાનમાં કામ કરતો હતો.

શું લખ્યું હતું ડેથ નોટમાં?

રંજને તેની ડેથ નોટમાં લખ્યું છે - મેં 3જી સપ્ટેમ્બરે મહાલક્ષ્મીની હત્યા કરી હતી. તે દિવસે હું મહાલક્ષ્મીના ઘરે ગયો હતો. અમારી કોઈ વાત પર દલીલ થઈ. ત્યારે મહાલક્ષ્મીએ મારા પર હુમલો કર્યો. મને આ ગમ્યું નહીં અને ગુસ્સામાં મેં તેને મારી નાખી ...ત્યારપછી મેં તેના શરીરના 59 ટુકડા કરી દીધા અને ફ્રિજમાં મૂકી દીધા અને ત્યાંથી ભાગી ગયો. લોકોને દુર્ગંધ ન આવે તે માટે મેં રૂમ સાફ કરવાનો પણ પ્રયાસ કર્યો. મને મહાલક્ષ્મીનું વર્તન બિલકુલ પસંદ નહોતું. મને પછીથી હત્યા માટે ચોક્કસપણે પસ્તાવો થયો. કારણ કે મેં ગુસ્સામાં જે પણ કર્યું તે ખોટું હતું. હું ડરી ગયો હતો તેથી હું ભાગી ગયો હતો.

એક દિવસ પહેલા ઘરે આવ્યો હતો

ઓડિશાના ફુંદી ગામનો રહેવાસી મુક્તિ રંજન 24મી સપ્ટેમ્બરે ઘરે આવ્યો હતો. તે થોડો સમય ઘરે રહ્યો અને રાત્રે તેની બાઇક પર નીકળી ગયો. આ વખતે તે પોતાનું લેપટોપ લઈને નીકળી ગયો અને તે પછી તે ક્યાં ગયો તે કોઈને ખબર ન હતી. બીજા દિવસે તેની લાશ કુલેપાડા નામના કબ્રસ્તાનમાં લટકતી હાલતમાં મળી આવી હતી. હાલમાં, મુક્તિ રંજન રોયની આત્મહત્યા અંગે દુશિરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ રીતે બેંગલુરુ પોલીસે મહાલક્ષ્મી હત્યા કેસનો ભેદ ઉકેલ્યો.

આ પણ વાંચો----Bengaluru Murder: બેંગલુરુમાં યુવતીની હત્યા બાદ કર્યા 32 ટુકડા, ફ્રિઝમાંથી મળ્યો મૃતદેહ

Tags :
Bangalore Mahalakshmi murder caseBangalore PoliceBengaluruBengaluru PoliceMahalakshmi murder caseMukti Ranjan RoyMurderSuicide Note
Next Article
Home Shorts Stories Videos