Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતિ આયોગની બેઠકમાં 8 મુખ્યમંત્રીઓ કેમ ન આવ્યા? બેનો ખુલ્લો બહિષ્કાર, જાણો બાકીના CMએ શું કહ્યું કારણ

નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા કન્વેન્શન સેન્ટરમાં નીતિ આયોગની આઠમી બેઠક ચાલી રહી છે. આ બેઠકની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. જો કે નીતિ આયોગની આ બેઠકમાં આઠ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા ન હતા. આ બેઠક દરમિયાન આઠ મુખ્ય...
02:54 PM May 27, 2023 IST | Hiren Dave

નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા કન્વેન્શન સેન્ટરમાં નીતિ આયોગની આઠમી બેઠક ચાલી રહી છે. આ બેઠકની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. જો કે નીતિ આયોગની આ બેઠકમાં આઠ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા ન હતા. આ બેઠક દરમિયાન આઠ મુખ્ય વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

નીતિ આયોગની આઠમી બેઠક

નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં નવા કન્વેન્શન સેન્ટરમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની આઠમી બેઠક ચાલી રહી છે. આ બેઠકની થીમ વિકસિત ભારત  @2047:ટીમ ઈન્ડિયાની ભૂમિકા' છે. આ બેઠકમાં આઠ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા ન હતા જેમાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી, બિહારના નીતિશ કુમાર, તેલંગાણાના કે ચંદ્રશેખર રાવ, તમિલનાડુના એમકે સ્ટાલિન, રાજસ્થાનના અશોક ગેહલોત અને કેરળના પિનરાઈ વિજયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવંત માને આ બેઠકનો સીધો બહિષ્કાર કર્યો છે.

બેઠકમાં આઠ મુખ્ય વિષયો પર ચર્ચા કરાશે

PM મોદી આ બેઠકમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને માળખાગત વિકાસ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. આ પહેલા નીતિ આયોગે જણાવ્યું હતું કે દિવસભરની બેઠક દરમિયાન આઠ મુખ્ય વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ મુખ્ય વિષયોમાં વિકસિત ભારત @ 2047, MSMEs પર ભાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, અનુપાલન ઘટાડવું તેમજ મહિલા સશક્તિકરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરોગ્ય અને પોષણ, કૌશલ્ય વિકાસ, અને ક્ષેત્ર વિકાસ અને સામાજિક માળખાકીય સુવિધાઓ માટે પ્રેરક બળ જેવા વિષયો પણ સામેલ છે. આજની બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, લેફ્ટનન્ટ ગવર્નરો, કેન્દ્રીય મંત્રીઓ પદાધિકારી સભ્યો અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને સભ્યોની ભાગીદારી હશે.

આ પણ  વાંચો -નવા સંસદ ભવનને લઈને બિહારના CM આ શું બોલ્યાં !

 

Tags :
Narendra ModiNew-DelhiNiti-Aayogpm modi
Next Article