Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાજપે Ashok Chavan ને કેમ બનાવ્યા રાજ્યસભાના ઉમેદવાર ?

કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ (Former Maharashtra Chief Minister Ashok Chavan) ને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં ચવ્હાણની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ...
04:09 PM Feb 14, 2024 IST | Hardik Shah
Source : Google

કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ (Former Maharashtra Chief Minister Ashok Chavan) ને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપે બીજી યાદી જાહેર કરી છે, જેમાં ચવ્હાણની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (Jagat Prakash Nadda) નું નામ પણ સામેલ છે. પાર્ટીએ બુધવારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) અને એલ મુરુગન (L Murugan) ને મધ્યપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

એકમાત્ર પિતા-પુત્ર બંને રાજ્યના CM બની ચુક્યા છે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ (Ashok Chavan) ને કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું (resigned) આપવું ફળ્યું છે. અશોક ચવ્હાણે કોંગ્રેસ(Congress) નો હાથ છોડી ભાજપ (BJP) નો ખેસ ધારણ કરી લીધો છે. જે બાદ આજે ભાજપે અશોક ચવ્હાણને રાજ્યસભાના ઉમેદવાર (Rajya Sabha Candidate) તરીકે જાહેર કર્યા છે. જણાવી દઇએ કે, અશોક ચવ્હાણ (Ashok Chavan) મરાઠવાડા ક્ષેત્રમાં પાર્ટીના અગ્રણી નેતા રહ્યા છે. તેમના પિતા એસબી ચવ્હાણ પણ મુખ્યમંત્રી હતા. આ સિવાય તેઓ કેન્દ્રીય મંત્રી પદ પણ સંભાળી ચુક્યા છે. આ એકમાત્ર પિતા-પુત્રની જોડી છે, જે બંને રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister) બની ચુક્યા છે. કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે અશોક ચવ્હાણ મુખ્યમંત્રી હતા.

આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ

તે દરમિયાન જ્યારે કૌભાંડનો માહોલ બન્યો ત્યારે તે પણ ઝપટમાં આવી ગયા હતા અને આદર્શ હાઉસિંગ સોસાયટી (Adarsh Housing Society) સાથે જોડાયેલા કૌભાંડ (Scam) માં તેમનું નામ સામે આવ્યું હતું. તેમને 1999 પછી ઘણી વખત મંત્રી બનવાની તક મળી. ત્યારબાદ 2008માં તેઓ રાજ્યના CM બન્યા. જો કે 2010માં આદર્શ હાઉસિંગ કૌભાંડ (Scam) ના કારણે તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. મુંબઈ આતંકવાદી હુમલા (Mumbai terror attack) માં ઘેરાયેલા વિલાસરાવ દેશમુખના રાજીનામા બાદ તેમને કમાન પણ મળી હતી. દક્ષિણ મુંબઈના કોલાબામાં આદર્શ હાઉસિંગ સોસાયટી બનાવવામાં આવી હતી, જેમાં કારગીલના નાયકો અને શહીદોના પરિવારોને ફ્લેટ આપવાના હતા. અશોક ચવ્હાણે મુખ્યમંત્રી હતા ત્યારે આ 31 માળની ઇમારતના ફ્લોર સ્પેસ ઇન્ડેક્સમાં વધારો કર્યો હોવાના આક્ષેપો થયા હતા.

BJP ને શું થઇ શકે છે ફાયદો ?

રાજકીય વિશ્લેષક અમિતાભ તિવારીએ કહ્યું કે અશોક ચવ્હાણ રાજ્યની રાજનીતિમાં સક્રિય ભૂમિકા ઇચ્છતા હતા. કૉંગ્રેસમાં હતા ત્યારે તેઓ ધારાસભ્ય હતા, CWCના સભ્ય હતા પરંતુ તેમની પાસે કોઈ મોટી અને મહત્ત્વની જવાબદારી નહોતી જે તેઓ ઈચ્છતા હતા. બીજી તરફ, ભાજપ પણ ઉદ્ધવ ઠાકરે સાથે ન હોવાને કારણે નુકસાનની શક્યતાઓ ઓછી કરવાનો પ્રયાસ કરી રહી છે. અડધી શિવસેના અને અડધી એનસીપી સાથે આવવા છતાં, સર્વે અહેવાલો દર્શાવે છે કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં બેઠકો ગુમાવે છે. એક કારણ એ પણ હોઈ શકે છે કે ભાજપે હવે એવા નેતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જેમની પાસે ચોક્કસ વિસ્તારમાં પોતાનો આધાર છે અને ચવ્હાણ પણ આ ઘાટમાં ફિટ છે.

ભાજપે ચવ્હાણ માટે તેની પાર્ટીના દરવાજા ખોલ્યા

લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે ભાજપે પોતાના 400 ટાર્ગેટને પહોંચી વળવાની તૈયારીઓ કરી લીધી છે. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 48 બેઠકો સાથે ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્ર બીજા ક્રમે છે અને મોદીની હેટ્રિકમાં તેનું મહત્વ સમજી શકાય છે. મહારાષ્ટ્ર વિકાસ આઘાડીને વિખેરી નાખીને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. આદર્શ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યા બાદ અશોક ચવ્હાણનું હવે પોતાના નાંદેડ વિસ્તારમાં એટલું મહત્વ રહ્યું નથી. તેમ છતાં, ભાજપે વ્યૂહરચના તરીકે ચવ્હાણ માટે તેની પાર્ટીના દરવાજા ખોલી દીધા છે. મિલિંદ દેવરા અને બાબા સિદ્દીકીની વિકેટ ગુમાવ્યા બાદ ભાજપે કોંગ્રેસમાંથી અશોક ચવ્હાણને હટાવીને INDIA ગઠબંધનના વિશ્વાસને ઠેસ પહોંચાડી છે. જણાવી દઇએ કે, ગયા અઠવાડિયે, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારનું બહુચર્ચિત શ્વેતપત્ર રજૂ કર્યું હતું. જેમાં આદર્શ કૌભાંડનો ઉલ્લેખ છે. આ કૌભાંડમાં અશોક ચવ્હાણનું સીધું જોડાણ છે. વળી, નાંદેડમાં PM મોદીએ આપેલા વચનની 10મી વર્ષગાંઠ પણ નજીક આવી રહી છે. આ દરમિયાન અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો - BJP એ રાજ્યસભા માટે બીજી યાદી જાહેર કરી, જેપી નડ્ડા અને અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ashok Chavanbjp newsCandidateJP NaddaRajya Sabha candidateRajya Sabha candidatesRajya Sabha News
Next Article