ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

કોવિડ મુદ્દે WHO નું સૌથી મોટું નિવેદન, હવે કોરોના વૈશ્વિક કટોકટી નથી

કોરોનાવાયરસ આ શબ્દ છેલ્લા 3 વર્ષથી આપણે સાંભળતા આવ્યા છીએ, જેને લઇને હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોવિડ-19 રોગચાળાની સ્થિતિ ઘટાડીને કહ્યું છે કે તે હવે વૈશ્વિક કટોકટી નથી. WHO એ કોરોનાના...
07:46 PM May 05, 2023 IST | Hardik Shah
featuredImage featuredImage

કોરોનાવાયરસ આ શબ્દ છેલ્લા 3 વર્ષથી આપણે સાંભળતા આવ્યા છીએ, જેને લઇને હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોવિડ-19 રોગચાળાની સ્થિતિ ઘટાડીને કહ્યું છે કે તે હવે વૈશ્વિક કટોકટી નથી. WHO એ કોરોનાના અંતની જાહેરાત કરી છે. આ અંગેનો નિર્ણય ઈમરજન્સી કમિટીની 15મી બેઠકમાં લેવામાં આવ્યો હતો.

WHO એ કહ્યું છે કે હવે કોરોના વૈશ્વિક કટોકટી નથી

છેલ્લા ત્રણ વર્ષથી જે વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો તેને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને દુનિયાને મોટી રાહત આપી છે. WHO એ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કોવિડ હવે જાહેર વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી. જણાવી દઇએ કે, આ ખતરનાક ચેપને કારણે કરોડો લોકોના મોત પણ થયા છે. કોવિડ 19 ના વિવિધ પ્રકારોને કારણે, આ ચેપ ખૂબ જ ખતરનાક બની ગયો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક ખતરો અને રોગચાળો જાહેર કર્યો હતો. હવે આ રોગચાળાને લઇને WHO એ કહ્યું છે કે હવે તે વૈશ્વિક કટોકટી નથી.

WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે શું કહ્યું?

WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસે કહ્યું, "ગઈકાલે ઈમરજન્સી કમિટીની 15મી વખત બેઠક મળી હતી. જેમા મને વિશ્વમાં કોવિડ-19ની વૈશ્વિક સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે. મેં તેમની સલાહ માની લીધી છે." WHOએ જણાવ્યું કે 30 જાન્યુઆરી 2020ના રોજ કોવિડને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. જોકે WHOએ સ્પષ્ટ કર્યું છે કે કોરોના હજુ પણ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે ખતરો છે. WHOએ કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં કોવિડના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને પબ્લિક ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીમાંથી કોરોનાને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંગઠને કહ્યું કે કોરોનાની એટલી મોટી અસર થઈ કે તે શાળાથી લઈને ઓફિસ સુધી બંધ રહી.

24 કલાકમાં 3,611 નવા કેસ નોંધાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 3,611 નવા કેસ નોંધાયા છે. જ્યારે ગુરુવારે આ આંકડો 3,962 હતો. વળી, સક્રિય કેસોની સંખ્યા 36,244 થી ઘટીને 33,232 થઈ ગઈ છે. WHOએ કહ્યું કે, કોરોનાની એટલી મોટી અસર થઈ કે તે શાળાથી લઈને ઓફિસ સુધી બંધ રહ્યો. આ સમય દરમિયાન ઘણા લોકો તણાવ અને ચિંતામાંથી પસાર થયા હતા. તેણે વિશ્વની અર્થવ્યવસ્થાનો નાશ કર્યો. જોકે, આજે પણ ઘણા દેશ પોતાની અર્થવ્યવસ્થાને સુધારવામાં નિષ્ફળ રહ્યા છે.

આ પણ વાંચો - કોંગ્રેસ પાર્ટી હિંદુ વિરોધી, મેં પ્રિયંકા ગાંધીને નમાજ વાંચતા જોયા : સ્મૃતિ ઈરાની

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CoronaVirusCovid19Covid19 casesCovid19 Cases IndiaWHO