Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોણ હતા ખૂંખાર RANGA અને BILLA, ગુનાખોર ફાંસી પર લટક્યાના 2 કલાક બાદ પણ રહ્યા હતા જીવિત!

ભારતમાં અત્યાર સુધીમાં ઘણા ખૂંખાર ગુનેગારો થઈ ચૂક્યા છે. આવા જ એક ગુનેગારોની યાદીમાં તમે ક્યાંકને ક્યાંક RANGA અને BILLA નું નામ સાંભળ્યું હશે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે આ ગુનાખોરો કેટલા ખતરનાક હતા. રંગા અને બિલાએ 1978માં...
કોણ હતા ખૂંખાર ranga અને billa  ગુનાખોર ફાંસી પર લટક્યાના 2 કલાક બાદ પણ રહ્યા હતા જીવિત

ભારતમાં અત્યાર સુધીમાં ઘણા ખૂંખાર ગુનેગારો થઈ ચૂક્યા છે. આવા જ એક ગુનેગારોની યાદીમાં તમે ક્યાંકને ક્યાંક RANGA અને BILLA નું નામ સાંભળ્યું હશે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે આ ગુનાખોરો કેટલા ખતરનાક હતા. રંગા અને બિલાએ 1978માં નેવલ ઓફિસર મદન ચોપરાના બાળકો ગીતા અને સંજયનું અપહરણ કર્યું હતું. બંનેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તે સમયે ગીતા 16 વર્ષની હતી અને સંજય 14 વર્ષનો હતો. તમને જાણીને નવાઈ લાગશે પણ આ RANGA અને BILLA નું સાચું નામ કુલજીત સિંહ અને જસબીર સિંહ હતું. ચાલો જાણીએ તેમના વિશે સમગ્ર માહિતી

Advertisement

NAVY ઓફિસરના બાળકોને કર્યા હતા કીડનેપ

RANGA અને BILLA ખૂબ જ ખૂંખાર ગુનેગારો હતા. તેઓ ઘણા સમય સુધીમાં લૂંટ અને ચોરીને અંજામ આપતા હતા. તેમના જીવનમાં વળાંક ત્યારે આવે છે જ્યારે તેઓ પૈસા માટે બેનું અપહરણ કરે છે. વર્ષ 1978 માં, રંગા અને બિલ્લા દિલ્હીમાં ખંડણી માટે ભાઈ અને બહેનનું અપહરણ કર્યું હતું. તેમાં ભાઈ સંજય ચોપરા સાથે ઓલ ઈન્ડિયા રેડિયોમાં કાર્યક્રમ આપવા જઈ રહેલી બહેન ગીતા ચોપરા પણ હતી. બંનેને લિફ્ટ આપ્યા પછી, રંગા અને બિલાને ખબર પડી કે બંને બહેન ભાઈઓ - ગીતા અને સંજય ચોપરા એક નેવલ ઓફિસરના બાળકો છે. બસ આ વાત જાણ્યા બાદ બને ગુનાખોરો ડરી ગયા હતા અને તેમણે સંજય ચોપરા અને ગીતા ચોપરાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Advertisement

16 વર્ષની સગીર સાથે દુષ્કર્મ કરી લીધો હતો જીવ

પરંતુ તેમની અસલી હેવાનિયતની વાત તો અહીથી શરૂ થાય છે. તપાસ બાદ આ કેસમાં ખુલાસો કર્યો હતો કે, આ RANGA અને BILLA એ ગીતા ચોપરા સાથે તેને મોતને ઘાટ ઉતારતા પહેલાઆ તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. જેના બાદ તેમની સામે ગુનો નોંધવામાં આવે છે. આ પછી, લાંબી કાનૂની લડાઈ પછી, સુપ્રીમ કોર્ટે કુલજીત સિંહ ઉર્ફે રંગા ખુશ અને જસબીર સિંહ ઉર્ફે બિલ્લાને પણ ફાંસીની સજા સંભળાવી. આ પછી, તમામ ઔપચારિકતાઓ પછી, બંનેને ઘટનાના 4 વર્ષ પછી ફાંસી આપવામાં આવી હતી. રંગા અને બિલ્લાને ફાંસી આપવા માટે, તિહાર વહીવટીતંત્ર દ્વારા બે જલ્લાદ ફકીરા અને કાલુને ફરીદકોટ અને મેરઠ જેલમાંથી બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તેમની વાત અહી પણ પૂરી થતી નથી. એવું કહેવામાં આવે છે કે, ફાંસી આપ્યાના બે કલાક બાદ પણ જીવતા રહ્યા હતા.

ફાંસીના 2 કલાક બાદ પણ ન ગયો જીવ

RANGA અને BILLA ને વર્ષ 1982માં તિહાર જેલમાં તેની ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી હતી. તેમના ફાંસીના દિવસે બધું નિયત પ્રક્રિયા મુજબ થયું હતું. રંગા અને બિલ્લાને ફાંસી આપવામાં આવી હતી. ફાંસીના માંચડે ચડાવ્યાની થોડીક મિનિટોમાં તેમના શરીરનું હલનચલન બંધ થઈ ગયું, ત્યારે જલ્લાદ સહિત બધા સંમત થયા અને બંનેએ જીવ ગુમાવ્યો. બધા ત્યાંથી ચાલ્યા ગયા. પછી જે થયું તે આશ્ચર્યજનક હતું. ફાંસી બાદ જ્યારે પોસ્ટમોર્ટમ પહેલા ડોક્ટર જ્યારે બંનેના મૃતદેહની તપાસ કરવા માટે ફાંસીગૃહમાં ગયા ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી. જ્યારે ડૉક્ટરે નાડી તપાસી ત્યારે તેમણે જોયું કે બિલ્લા મરી ગયો હતો, પરંતુ જ્યારે તેણે રંગાની નાડી તપાસી ત્યારે તે હલતો હતો અને તે જીવતો હતો. આશ્ચર્યની વાત એ હતી કે તિહાર જેલના અધિકારીઓ, કર્મચારીઓ અને કુશળ જલ્લાદની હાજરીમાં ફાંસી આપ્યા પછી પણ રંગા જીવતો હતો. રંગાના જીવતા રહેવાની વાત જેલમાં તરત પ્રસરી ગઈ હતી. પરંતુ જેલ પ્રશાસન દ્વારા રંગાને ફરીથી માંચડે ચડાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

Advertisement

આ પણ વાંચો : JDU : કાર્યકારી અધ્યક્ષ બનતા જ સંજય ઝા એ વધાર્યું BJPનું ટેન્શન

Tags :
Advertisement

.