Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક સમયે આંદોલન માટે વેચી જમીન, હવે સરકાર પણ માને છે તેની વાત ! જાણો કોણ છે મનોજ જરાંગે પાટીલ

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જે બાદ તેમણે વિરોધ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ પ્રશંસા કરી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર...
એક સમયે આંદોલન માટે વેચી જમીન  હવે સરકાર પણ માને છે તેની વાત   જાણો કોણ છે મનોજ જરાંગે પાટીલ

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જે બાદ તેમણે વિરોધ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ પ્રશંસા કરી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર સરકાર પ્રતિનિધિમંડળ અને મરાઠા આંદોલનનું નેતૃત્વ કરતા મનોજ જરાંગે પાટીલ વચ્ચે શુક્રવારે રાત્રે મોડા સુધી બેઠક ચાલી હતી. ત્યારે શિંદે સરકારે અવું કહ્યં કે, આ મામલે વાતચીત કર્યા બાદ ઉકેલ આવી ગયો છે.

Advertisement

કોણ છે મનોજ જરાંગે પાટીલ ? 

હવે દરેકના મનમાં પ્રશ્ન છે કે આખરે આ આંદોલનનું નેતૃત્વ સંભાળનાર મનોજ જરાંગે પાટીલ આખરે છે કોણ, જેની માંગો સામે સરકાર પણ ઝૂકી ગઈ. મનોજ જરાંગે પાટીલ ફક્ત 12 મુ પાસ છે, જે દેખાવમાં પણ ખૂબ જ દૂબળો લાગે છે. પરંતુ આત્મવિશ્વાસ અને કટિબદ્ધ મનોબળની મદદથી તમે ગમે તે જંગ જીતી શકો છો તેવું મનોજે સાબિત કરી બતાવ્યું છે.

Advertisement

મનોજના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે, તેમણે અભ્યાસ છોડીને હોટલમાં કામ કરવું પડ્યું હતું. તેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ યોગ્ય ન હતી. અને તેમના પરિવારમાં સભ્યો પણ વધારે હતા જેમાં માતા-પિતા, 3 ભાઈઓ, પત્ની અને 4 બાળકોનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત તો એ છે કે તેને આ આંદોલન કરવા માટે 2 એકર જમીન પણ વેચી દીધી.

તેઓ 2014 થી મરાઠા આરક્ષણ આંદોલન સાથે જોડાયેલા છે. ચળવળમાં સહકાર આપવા માટે, મરાઠા સમુદાયના સશક્તિકરણ માટે શિવબા સંગઠનની રચના કરવામાં આવી હતી.

Advertisement

મનોજ પહેલા કોંગ્રેસમાં પણ જોડાયા હતા

મનોજ પહેલા કોંગ્રેસમાં પણ જોડાયા હતા, પરંતુ તેમની માંગણીઓ સંતોષાતી ન જોઈ તેથી તેમણે પાર્ટી છોડી દીધી. મરાઠા આંદોલન એટલું મહત્વનું છે કે મનોજ જરાંગે પણ તેમના પરિવારને મુશ્કેલીઓ સહન કરતી વખતે આંદોલનને સમર્થન આપવા માટે કહ્યું હતું. મનોજ મરાઠાઓના અધિકાર માટે પોતાનો જીવ પણ આપી શકે છે.

તેમણે અનામત માટે એવું આંદોલન છેડ્યું કે રસ્તાઓ પર મરાઠાઓનું તોફાન જોઈને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જરાંગેને આંદોલન ખતમ કરવાની અપીલ કરી. આંદોલન ખતમ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તે અરજી પણ ફગાવી દીધી હતી.

આ પણ વાંચો -- Bihar: ભાજપના નેતા પહોંચ્યા રાજભવન, કાલે થઈ શકે છે નવી સરકારનું શપથ ગ્રહણ

Tags :
Advertisement

.