Israel Katz કોણ!, જે યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના નવા સંરક્ષણ મંત્રી બન્યા?
- ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુનો મોટો નિર્ણય
- ઈઝરાયેલના PM એ સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટેને બરતરફ કર્યા
- Israel Katz ને દેશના નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કર્યા
ગાઝા અને લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ અચાનક પોતાના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટેને બરતરફ કરી દીધા છે. યુદ્ધની વચ્ચે નેતન્યાહૂના આ પગલાથી દરેક લોકો આશ્ચર્યચકિત છે. PM બેન્જામિન નેતન્યાહુએ હવે Israel Katz ને દેશના નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. નેતન્યાહુએ કહ્યું છે કે, તેમને હવે યુદ્ધમાં ઇઝરાયેલની સૈન્ય કામગીરીના યોવ ગેલન્ટના સંચાલનમાં વિશ્વાસ નથી.
Israel Katz કોણ છે?
Israel Katz યુદ્ધની સ્થિતિમાં ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાનનું પદ સંભાળવા જઇ રહ્યા છે. આવી સ્થિતિમાં, તેમના પર ઘણું નિર્ભર રહેશે. તમને જણાવી દઈએ કે, Israel Katz વર્ષ 2019 થી ઈઝરાયેલના વિદેશ મંત્રીનું પદ પણ સંભાળી રહ્યા છે. તેઓ નેતન્યાહુની જમણેરી લિકુડ પાર્ટી વતી 1998 થી નેસેટ (સંસદ)ના સભ્ય છે. Israel Katz એ નેસેટમાં ઘણી સમિતિઓમાં સેવા આપી છે, જેમાં વિદેશી બાબતો, સંરક્ષણ અને ન્યાયને આવરી લેતી સમિતિઓનો સમાવેશ થાય છે. છેલ્લા બે દાયકામાં, તેમણે કૃષિ, પરિવહન, ગુપ્તચર, નાણાં અને ઉર્જા પોર્ટફોલિયો સહિત અનેક મંત્રી પોર્ટફોલિયો સંભાળ્યા છે.
⚡️#BREAKING Israel Katz to be the next defence minister pic.twitter.com/tDWJqiLJyT
— War Monitor (@WarMonitors) November 5, 2024
આ પણ વાંચો : US Election : ઉત્તર પ્રદેશમાં જે જીતશે તેની અમેરિકામાં બનશે સરકાર
સેનામાં સેવા આપી હતી...
Katz નો જન્મ 1955 માં ઇઝરાયેલના દરિયાકાંઠાના શહેર એશકેલોનમાં થયો હતો. Katz 1973 માં આર્મીમાં જોડાયા અને 1977 માં પેરાટ્રૂપર તરીકે સેવા આપવા માટે સેવા છોડી દીધી. Katz એ ઈઝરાયેલની હીબ્રુ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક તરીકે અભ્યાસ કર્યો છે. તે પરિણીત છે અને તેને બે બાળકો છે.
આ પણ વાંચો : જો Trump કાર્ડ ચાલ્યું તો ભારતને કેટલો ફાયદો..વાંચો....
Katz ચર્ચામાં હતો...
વિદેશ મંત્રી હતા ત્યારે Katz એ ગત ઓક્ટોબરમાં યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને પર્સન નોન ગ્રેટા જાહેર કર્યા હતા. ઇઝરાયેલ પર ઈરાનના મિસાઈલ હુમલાની નિંદા કરવામાં Katz સ્પષ્ટપણે નિષ્ફળ ગયો હોવાનું કહેવાય છે. પેરિસે આગામી લશ્કરી નૌકા વેપાર શોમાં ભાગ લેવા પર ઇઝરાયેલી કંપનીઓને પ્રતિબંધિત કર્યા પછી Katz એ તેમના મંત્રાલયને ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
આ પણ વાંચો : US Results 2024 : 40 વર્ષમાં જેની આગાહી ખોટી નથી પડી તે શું માને છે...?